Book Title: Kavi Shamal Bhatt
Author(s): Ramanlal P Soni
Publisher: Vidyarthi Vachanmala
Catalog link: https://jainqq.org/explore/005417/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિધાર્થી વાચનમાળા શ્રેણી:મી સંપાદક: જયભિખ્ખુ ૫-૧૪૫ કવિ શામળ ભટ્ટ લેખક: રમણલાલ પી. સેાની 0-x-0 292 For Personal & Private Use Only www.annelib aap Page #2 -------------------------------------------------------------------------- ________________ - - - - - વિ ઘા ર્થી વા ચ ન માળા. છૂટક એક શ્રેણું ૩-૦-૦ પિએ જ પાંચ આના વધુ . દશ એણના એક સાથે ૩--. ત પહેલી શ્રેણી બીજી શ્રેણી ત્રીજી શ્રેણી શ્રીરામ ૨૧ આકવિ વાલ્મીકિ | ૧ મહામુનિ વશિષ્ઠ • શ્રીકૃષ્ણ ૨૨ મુનિરાજ અગત્ય દર મદાલસા ૩ ભગવાન બુદ્ધ ૨૩ શકતલા ૪૩ રાજકુમાર ધ્રુવ ભગવાન મહાવીર | ૨૪ દાનેશ્વરી કર્ણ ૪૪ સતી સાવિત્રી ૨૫ મહારથી અર્જુન ૫ વીર હનુમાન | ૨૬ વીર અભિમન્યુ ૪૫ શૈપદી ૬ ભડવીર ભીમ ૨૭ સત્યવાદી હરિશ્ચંદ્ર | ૪૬ વીર વિક્રમ ૭ સતી દમયંતી ૨૮ ભક્ત પ્રહલાદ ૪૭ રાજા ભોજ ૮ કચ-દેવયાની ૨૯ પિતૃભક્ત શ્રવણ ૪૮ કવિ કાલિદાસ ૯ સમ્રાટ અશોક ૩૦ ચેલૈયો ૪૯ વીર દુદાસ ૧૦ ચક્રવર્તી ચંદ્રગુપ્ત ૩૧ મહાત્માતુલસીદાસજી પ૦ મહારાણા પ્રતાપ ૩૨ ગોપીચંદ ૧૧ રાજ ભર્તુહરિ ૩૩ સતી પતિની પા સિકીમને સપૂત ૧૨ સંત તુકારામ ૩૪ સ્વામી રામકૃષ્ણ | પર દાનવીર જગડુ ૧૩ ભક્ત સુરદાસ પરમહંસ ૫૩ સિદ્ધરાજ જયસિંહ ૧૪ નરસિંહ મહેતા 1 ૩૫ સ્વામી વિકાનંદ | ૫૪ જગત શેઠ ૧૫ મીરાંબાઈ ૩૬ સ્વામી રામતીર્થ | પપ પંડિત મોતીલાલજી ૧૬ સ્વામી સહજાનંદ ૩૭ શ્રીમદ્ રાજચંદ્ર ૫૬ સરજગદીશચંદ્ર બોઝ ૧૭ શ્રીદયાનંદ સરસ્વતી ૩૮ પંડિત મદનમોહન | ૫૭ શ્રી અરવિંદ ઘોષ માલવીય | ૧૮ લોકમાન્ય ટિળક ૩૯ સરદાર વલ્લભભાઈ પ૮ વીર વિઠ્ઠલભાઈ ૧૯ મહાત્મા ગાંધી ૪૦ શ્રીમતી સરોજિની | પ૯ પ્રો. ડો કેશવ કર્વે ૨૦ રવીન્દ્રનાથ ટાગોર નાયડુ | ૬૦ શ્રી એનીબેસન્ટ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા : શ્રેણું આઠમી : ૫–૧૪૫ કવિ શાસી ભેટ ભક્તકવિ નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદ્ય કવિ ગણાય છે; અને કવિ પ્રેમાનંદ ગુજરાતના પ્રાચીન કવિઓમાં શ્રેષ્ઠ ગણાય છે. આજે તો પ્રેમાનંદની શ્રેષ્ઠતા વિદ્વાનમાં સામાન્ય રીતે સ્વીકારાઈ ગયેલી છે. પરંતુ એક કાળે શામળ ભટનું નામ એ સ્થાન માટે ભારપૂર્વક રજૂ થતું હતું. એવા એ ગૂજરાતના એક પ્રથમ પંક્તિના કવિને થોડોક પરિચય આજે આપણે કરીએ. જીવનચરિત્રો લખવાને કે જીવનપ્રસંગોની નેધ રાખવાને આપણું દેશમાં બહુ રિવાજ નથી; તેથી આપણે અનેક મહાપુરુષોનાં જીવન શુદ્ધ સ્વરૂપમાં આપણને જાણવા મળતાં નથી. શ્રીકૃષ્ણ, બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય, વાલ્મીકિ, કાલિદાસ, તુલસી, કે પ્રેમાનંદ કોઈનું પણું જીવન લોકકલ્પનાના રંગે રંગાયા વિનાનું આપણને For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાથી વાચનમાળા મળતું નથી. આમ છતાં આ મહાપુરુષોએ પિતાના જીવનથી લોકજીવન પર પાડેલી અસર કાયમ રહી છે અને તેના પરથી તેમને કેટલોક ઈતિહાસ જાણી શકાય છે. શામળ ભટ કવિ હતા. તેમના જમાનામાં છાપખાનાં નહોતાં, વ્યવસ્થિત પાઠશાળાઓ નહતી. કવિઓનાં કાવ્યોને પ્રચાર મુખ–પરંપરાએ થતો. કથાકારો અને માણભટે પ્રજાના મહાન શિક્ષક હતા. પુસ્તકો હાથનાં લખેલાં રહેતાં, તેથી તેની નકલો બહુ જુજ રહેતી. આવાં હાથનાં લખેલાં પુસ્તકમાં લખનારનું નામ, ઠામ, કુળ તથા નકલ કરનારનું નામ, ઠામ તથા નકલ કર્યાની તારીખ વગેરે લખવામાં આવતાં. શામળ ભટના ગ્રંથોની આવી મળી આવેલી હસ્તપ્રત પરથી વિદ્વાનેએ તેમને સમય નક્કી કરવાનો પ્રયાસ કરેલો છે. શામળના લખાણમાં સંવત ૧૭૭૪ થી ૧૮૨૧ સુધીની રચનાસાલ મળી આવે છે. વિદ્વાનેનું આ ઉપરથી એવું અનુમાન છે કે For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ કવિ શામળ ભટ શામળ ભટને જન્મ ઈ. સ. ૧૭૦૦ એટલે સંવત ૧૭૫૬ના અરસામાં થયો હોવા જોઈએ. કેટલાક તેને જન્મ ઈ. સ. ૧૬૪૦ની આસપાસ અને મરણ ઈ. સ. ૧૭૩૦ની પછી મૂકે છે. શામળ ભટને જન્મ અમદાવાદના વેગણુપુર પરામાં (હાલ એને ગોમતીપુર કહે છે.) થયો હતે.તે જ્ઞાતે શ્રીગેડ માળવી બ્રાહ્મણ હતા. તેના પિતાનું નામ વીરેશ્વર હતું, માતાનું નામ આનંદબાઈ હતું. લીલીબા નામની એને એક બહેન હતી. તેના પુત્રનું નામ પુરુષોત્તમ હતું. શામળ પોતાના પુત્રનું નામ કાવ્યમાં લખે છે. તેને પુત્ર તરફ ખૂબ પ્રીતિ હશે એમ લાગે છે; પણ તે પુત્રમાં બાપને કવિત્વને કંઈ વાર ઊતર્યો હોય તેમ દેખાતું નથી. ઊલટું, એક ઠેકાણે શામળ પોતે લખે છે – શામળભટ્ટને દીકરે, બડે ને વિકરાળ, ધામુડવાડે મોકલ્યા, જઈ પહાં ગતરાડ! જાના કવિઓની રીત પ્રમાણે શામળ પોતાના ગ્રંથમાં કયાંક કયાંક પિતાને પરિચય આપે છે. વાંચો : For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ વિદ્ય 029494 gyanmandir@kobatirti શ્રી ગુર્જર ગુણસાગરે, અમદાવાદ આ દેશ, સાભ્રમતી સુખદાયની, પાપ નહિ ત્યાં લેશ. વરણ અઢાર વસે ત્યહાં, તે ધારે સત ધર્મ, ચતુર ચોરાશી નાતના, ભારે રૂડે બ્રા. શ્રીગેડમાળવી વિપ્ર શુભ, વિરેશ્વર ઘરસૂત્ર; શામળ નામ શિરેમણિ, પ્રતાપવંત છે પુત્ર! શ્રીગેડ માળવી વિપ્ર શુભ, વેગનપુરમાં વાસ, પુરુષોત્તમ કેરા પિતા, કહે કવિ શામળદાસ. શામળ ભટ પિતાના ગુરુ તરીકે નાના ભટ”નું નામ આપે છે. પણ એમને વિષે કંઈ વધારે જાણવામાં આવ્યું નથી. અઢારમી સદી ગૂજરાતને માટે અવ્યવસ્થા અને અંધકારને યુગ હતા. ગૂજરાતના વેપાર ઉદ્યોગે તે વખતે જોખમાયા હતા. કળાકારીગરી થંભી ગઈ હતી. મધ્યસ્થ મુગલ સત્તા નબળી પડી ગઈ હતી. મરાઠાઓનું જોર વધતું જતું હતું, ગૂજરાત પર પડોશનાં રાજ્યો લૂંટારાની દષ્ટિએ નજર માંડી રહ્યાં હતાં દિલ્હીની સત્તા નબળી પડવાથી નાનાં નાનાં સ્વતંત્ર રાજ્ય હયાતીમાં આવ્યાં હતાં. અને જુનાગઢ, ખંભાત, For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ કવિ શામળ ભટ અને પાલણપુર વગેરે અંદર અંદર લડતાંહતાં. અને ગામડાઓને લૂટી તેના નાશ કરતાં હતાં. મરાઠાના સૂબાએ—ગાયકવાડ સિંધિયા ગૂજરાતને ગમેતે પ્રકારે લુટવામાંજ વ્ય સમજતા હતા. ઈસ્ટ ઈંડિયા કંપનીએ સુરતમાં પેાતાની વખાર ઉઘાડી હતી. (ઈ. સ. ૧૭૫૮) આ અંધાધુંધીના સમયમાં શામળની કવિતા ગુજરાતના ખૂણે ખૂણે પ્રચાર પામતી જતી હતી. એવી એક દંતકથા ચાલે છે કે શામળે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી માનપૂર્વક મેાલાવવામાં ન આવે ત્યાં સુધી કાઇના આશ્રય માગવા જવું નહિ. ચાત્રીસ વર્ષ સુધી આવા કોઈ આશ્રયદાતા તેને મળ્યા નહિ. પણ એની કવિતા અને એની ખ્યાતિ પ્રસરતી જતી હતી. એવામાં ખેડા જિલ્લાના માતર તાલુકાના સુઝ (સુહુજ) ગામના એક રખીદાસ નામના કાઉજી કુળના લેઉવા કણબી પટેલનુ એના તરફ ધ્યાન ખેંચાયું. રખીદાસ વિદ્યાના શાખીન હતા. તેણે ગુમાનજી નામે એક ખારેટને For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા−૮ દ પેાતાને ત્યાં આશ્રય આપ્યા હતા. આ ગુમાને શામળના કેટલાક ગ્રંથા માઢે કરેલા, અને આ રીતે તે જ્યાં જતા ત્યાં શામળની કવિતાઓ ગાઈ સંભળાવતા શામળ રખીદાસના સત્કારથી ઘણા ખુશ થયેા ને તેનાં ખૂબ જ વખાણ કર્યાં. રખીદાસે પણ એને કાયમ પેાતાના ત્યાં રાખવાના હેતુથી, તેના ઉદરનિર્વાહ માટે થોડીક જમીન તેને કાઢી આપી હતી. બદલામાં શામળે તેનું નામ અમર કર્યું છે અને વિખ્યાત ભેાજરાજાની સાથે તેને સરખાવ્યા છે. શામળે રખીદાસ ચિરત્ર પણ લખેલુ છે. આ વખાણમાં જો કે અતિશયતા છે, છતાં શામળ એના આશ્રયથી કેટલા ખુશ થયેલા છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. શામળ લખે છે: ચાલી ખ્યાતિ દશ દિશે, પંડિત પૂર પ્રમાણ; માતર પ્રગણામાં ઘણું, થયું જગતથી જાણુ. સુઝ ગામ શિરામણિ, તેજપુંજ પરકાશ; પવિત્ર ભૂમિ તીરથ ભલે, વીરેશ્વર શિવવાસ, For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ કવિ શામળ ભટ ત્યાં કણબી કુળ ઊજળા, લેઉઆ લાયક લાજ; કાઉજી કુળ ઉત્તમ કહ્યું, મનસુત મહારાજ. રખીદાસ રાજસ વડે, પ્રીતે સઘળી પેર; ઘણે હેતે તેડાવીઓ, કવિ શામળ નિજ ઘેર. ખાનપાન શુભ વિધના, અમૃત મેવ આહાર; પૃથવી કરી પસાયતે, હેતે રોપી હાર. પાળક સર્વ પુરાણને, ખરી વાતને જ; રખીદાસ ગુણરાજવી, ભૂપતિ બીજો ભાજ! પિતાના ગ્રંથોની નકલે કરાવી ગુમાનના પુત્રને સોંપવામાં આવેલી તે વિષે શામળ કહે છે: સપૂત શ્રીસુરસંઘને, ગુણનિધિ ભાટ ગમાન તેને સૂત સરદારને, સંગે ગ્રંથ સુજાણ. શામળના એ સમયમાં રાજભાષા ફારસી હતી. શામળને એ ભાષા સારી આવડતી હોવી જોઈએ, કારણ કે એણે પોતાના ગ્રંથમાં ફારસી શબ્દોને વપરાશ કર્યો છે. આ રીતે ફારસી શબ્દો વાપરવાની શરૂઆત કરનાર એ પહેલો કવિ હતો તેણે વ્રજભાષાના પિંગળને અભ્યાસ કરેલો હત; સંસ્કૃત અને હિંદી ભાષાનું પણ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા–૮ અને સારું જ્ઞાન હતું. ગુજરાતમાં તે વખતે કાવ્યમાં છઠ્ઠો પ્રચલિત નહેાતા, તેની શરૂઆત શામળે કરી. શામળને રાગરાગણીમાં લખવુ ગમ્યું નહિ. તેથી તેણે દાહરા, ચાપાર્ક, છપ્પા (છ લીંટીની રચના) વગેરેમાં પેાતાનાં કાવ્યો લખ્યાં છે. અગદિષ્ટિ કાવ્યામાં શામળે વ્રજભાષાની અને ચારણી કવિતાની ઢબ સરસ રીતે ઉતારી છે. શામળની ખરી પ્રતિભા તેા ઊતરી છે એના છપ્પાઓમાં. છપ્પાઓએ શામળને અમર કર્યો છે કે શામળે છપ્પાને અમર કર્યો છે? મન કથન સાચાં છે, કારણ કે શામળ સિવાય છપ્પાને આવા ઉપયાગ બીજો કેાઈએ કર્યો નથી. અને શામળની ઘણી ઉત્કૃષ્ટ કવિતાઓ છપ્પામાં છે. શામળે દૃષ્ટાન્તા આપવામાં કચાશ નથી રાખી. આવાં દૃષ્ટાન્તાના માટેા ભાગ છપ્પાઆમાં છે, ને તે છપ્પા એટલા સરસ છે કે નીચેની કહેવત પ્રચલિત થઇ છે: ચંદ્ર ચંદ્ન પદ્મ સૂર કે, હૈ। બિહારીદાસ, ચાપાઇ તુલસીદાસની, છપ્પય શામળદાસ ! For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ કવિ શામળ ભટ આપણા ગૂજરાતમાં પ્રભાતિયાં નરસિંહ મહેતાનાં, ગરબા વલ્લભના, ગરબીઓ દયારામની તેમ છપ્પા શામળદાસના જ ગણાય છે. શામળ પ્રેમાનંદથી ઉંમરમાં ઘણા નાને હતો. તેણે કાવ્યની શરૂઆત કરી ત્યારે પ્રેમાનંદ કીર્તિની ટોચે હતે. છતાં શામળની કવિતાએ પ્રેમાનંદની લોકપ્રિયતા સામે હરીફાઈ સેંધાવી છે. પ્રેમાનંદની પેઠે શામળ શરૂઆતમાં પિરાણિક પ્રસંગેની કથાઓ કહેતે ગામેગામ ફરેલો પણ ખરો, પણ પિતાને ઘધે બરાબર જમાવી શકેલો નહિ. પછી તેણે ગૂજરાતીમાં સામાજિક પ્રસંગોની વાર્તાઓ લખવાની શરૂઆત કરી. ભેજ અને વિક્રમ રાજાને લગતી દંતકથાઓ પર તેણે ઘણી વાર્તાઓ વણી છે, સંસ્કૃત અને ફારસી કથાનકોના પાયા પર તેણે મોટી વાર્તાઓ ઊભી કરી છે, સામાન્ય સંસારી માણસને રસ પડે તેવા પ્રસંગે તેણે શોધી લીધા છે. આ મળી આવેલાં ખાંમાં તેણે પોતાના તરફથી પણ ઘણી વિગતો ઉમેરી હશે, એ સ્પષ્ટ જોઈ શકાય છે. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વિદ્યાથી વાચનમાળા-૮ પ્રેમાનંદની પેઠે શામળને કાવ્યપ્રવાહ પણ એકધારો વહ્યો છે. એણે એની વાર્તાઓમાં પ્રાસંગિક બંધ આપેલો છે, સંસારના અનુભવની કડવીમીઠી બાજુએ બતાવી છે, સાંભળનારાઓને સન્માર્ગે દોરે અને ગમ્મત સાથે જ્ઞાન આપે તેવી નાની નાની કથાઓ, તથા દષ્ટાનો પણ તેણે લખ્યાં છે. તેણે જગતમાં મેળવેલા જ્ઞાનને યુક્તિપર્વક પોતાનાં કાવ્યમાં ઉપયોગ કર્યો છે. તેની પાસે દષ્ટાંતોને ભંડાર છે, સમશ્યાઓને તેને શેખ ઘણી વાર્તાઓમાં દેખાય છે. સમશ્યાઓ દાખલ કરવામાં તેની ચાતુરી પણ દેખાય છે, વ્યવહારમાં ઉપયોગી થઈ પડે તેવી ઘણી કહેવતોને તેણે સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે. કેટલીક નવી કહેવતો જન્માવી પણ છે. તેનાં કાવ્યમાં પ્રખર કલ્પના નથી, માનવ સ્વભાવનું ઊંડું આલેખન નથી, પ્રેમાનંદની પેઠે સાંગોપાંગ વર્ણન કરવાની, કુદરતી સૌન્દર્યને પ્રત્યક્ષ કરવાની, મનનાં મંથને, આઘાત-પ્રત્યાઘાતોને યથાસ્થિત ચીતરવાની, એક રસમાંથી બીજા For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ કવિ શામળ ભટ રસમાં વાચકને કે શ્રેાતાને સ્વાભાવિક રીતે ખેંચી જવાની ચમત્કારિક શકિત તેનામાં નથી દેખાતી; પણ તેણે પસંદ કરેલી વાર્તાઓનું વાતાવરણ લકની સામાન્ય ભૂમિકા પરનું છે. એ વાતાવરણ સાધારણ વાચકને પકડી રાખે છે, ને કવિને યશ અપાવે છે. એક મુખ્ય વાર્તામાં બીજી અને બીજીમાં ત્રીજી એમ વાર્તાઓની ગુંથણી કરવાની એની શક્તિ આશ્ચર્ય પમાડે તેવી છે. શામળભટની વાર્તાઓ સામાન્યજનસમાજને માટે લખાયેલી છે. અભણ અને અશિક્ષિત વર્ગ માટેનું સાહિત્ય એણે જન્માવ્યું છે. એની વાર્તાઓમાં સંસારના વિવિધ પ્રવાહમાં પડેલા મનુષ્યના જીવનમાં કેવા કેવા ફેરફારો થાય છે, એ બતાવેલું છે. શામળે એના સમયનું લોકજીવન વાર્તાએમાં ચીતર્યું છે એમ માનવાને કારણ નથી. એના સમયનું જીવન એની વાર્તામાં પ્રતિબિંબિત થતું નથી. “અરેબિયન નાઈટ્સ” ની પેઠે એની વાર્તાઓ અગમ્યગામિની અને રોમાંચક છે. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા-૮ શામળના સમયમાં લેકમાં એવી માન્યતા હતી કે ધર્મ સિવાય બીજા કોઈ વિષય પર કવિતા લખાય જ નહિ. પુરાણ વગેરે જાના ગ્રંથોના આધાર પર કરેલી ન હોય તે તેવી કવિતા વાંચવાથી કે સાંભળવાથી પાપ લાગે. આ માન્યતાને પહેલી વહેલી શામળ ભટે તોડી નાખી. એણે સામજિક વાર્તાઓ લખવાની શરૂઆત કરી. આમ કરવામાં એણે પોતાના પહેલાં થઈ ગયેલા જૈન કવિઓ, ભાટચારણ, હિંદી લેખકે વગેરેનાં લખાણમાંથી વિષયો પસંદ કરેલા છે. શામળે પિરાણિક કાવ્યો લખવાનો પ્રયત્ન જ નહિ કરેલો એમ માનવાનું નથી. પિરાણિક વિષય લઈ તેણે કેટલુંક લખેલું છે, પણ તેમાં તેને ધારી સફળતા મળી નથી. - શામળના બધા ગ્રંથોની રચનાતિથિ મળતી નથી. સંખ્યા બહુ મોટી છે. તેણે રચેલાં પુસ્તક નીચે મુજબ છે – (૧) નંદબત્રિશી (૨) પંચદંડ (૩) અંગ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ કવિ શામળ ભટ ૧૩ દવિષ્ટિ (૪) રાવણમંદોદરી સંવાદ (૫) ઉદ્યમકર્મ સંવાદ (૫) પદ્માવતીની વાર્તા (ઈ. સ. ૧૭૧૮) (૭) ભદ્રા ભામિની (૮) શામળ રત્નમાળ (૯) વિચટની વાર્તા (૧૦) પાનની વાર્તા (૧૧) રૂપાવતીની વાર્તા (૧૨) વૈતાળ પચ્ચીશી (ઈ.સ. ૧૭૧@ી ૧૭૨૯)(૧૩)બત્રીસ પૂતળીની વાર્તા (૧૪)સૂડા તેરી (૧૫) રેવાખંડ (૧૬) શિવપુરાણ(૧૭) રણછોડજીને લેકે (૧૮)બરાસ કસ્તુરીની વાર્તા (૧૯) બોડાણ (૨૦) ચંદ્રચંદ્રાવતી (૨૧) કાળી માહામ્ય (૨૨) શુક દેવા ખ્યાન (૨૩) સુંદર કામદાર (૨૪) મદનમહિના (૨૫) દ્રપદી વસ્ત્રહરણ (ર૬) ભેજકથા (૨૭) રખીદાસ ચરિત્ર (૨૮) વિશ્વેશ્વરાખ્યાન (૨૯) રણસ્થંભ (૩૦)વિધાતાની વાર્તા (૩૧)અભરામ કુલીના લોકો અથવા રૂસ્તમ બહાદુરીને પવાટ (૩૨) વિદ્યા–વિલાસિનીની વાર્તા. પદી વસ્ત્રહરણ કેટલાક માને છે કે શામળે લખ્યું નહિ હોય, પણ એ માન્યતા માત્ર અનુમાન જ છે. વૈતાળ પચ્ચીસી મોટો ગ્રંથ છે અને For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિદ્યાથી વાચનમાળા-૮ કવિએ દશ વર્ષે તે પૂરો કરેલો. મદનમોહના, નંદબત્રીશી, મડાપચીસી, પદ્માવતી વિદ્યા–વિલાસિની વગેરે એના ઉત્તમગ્રંથોમાં ગણાય છે. એને ૌથી સારો ગ્રંથ “અંગદવિષ્ટિ” કહી શકાય. આખું પુસ્તક અલંકારથી ભરેલું છે. શામળને જુસ્સોને. કવિત્વશક્તિ એમાં બરાબર પ્રકાશી છે. વિદ્યા-- થએ રાવણમંદોદરી સંવાદ, અંગદવિષ્ટિ, ઉદ્યમકર્મ સંવાદ, ચંદનમલયાગિરી, રત્નમાળ, વગેરે અવશ્ય વાંચવાં જોઈએ. શામળે કાવ્યમાં પ્રાસ મેળવવા ખાતર શબ્દો ગમે તેમ મારી મચડીને મૂક્યા છે, વ્યાકરણની પણુ ઘણી ભૂલો કરેલી છે, છતાં એના પ્રાસની ઝડઝમક ખૂબ આકર્ષક છે. ચાલતી કહેવતોને. દષ્ટાંત તરીકે ઉપયોગ કરવામાં શામળ બહુ ખૂબીદાર અને અસરકારક છે. અતિશયોક્તિ અને અદ્રભુત રસ પર શામળને સારો કાબૂ છે. પ્રેમાનંદનું ગાંભીર્ય, ભાષાની સરળતા અને શુદ્ધતા, જનસ્વભાવ અને સૃષ્ટિ સૈન્દર્યનું આબેહુબ વર્ણન, શામળમાં નથી. રસની For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ કવિ શામળ ભટ S બાબતમાં પ્રેમાનંદ અવશ્ય શ્રેષ્ઠ છે, પણ શબ્દાલંકાર અને અર્થાલંકારમાં ઘણું કરીને શામળ પ્રેમાનંદને હટાવી દેતે લાગે છે. શામળના ગ્રંથના બે ભાગ પાડી શકાય: વર્ણનાત્મક તથા બેધાત્મક. એના મોટા અને ઉત્તમ ગ્રંથો પ્રથમ વર્ગના છે, જો કે તેમાં બાધ તો આવે જ છે. બોધાત્મક ગ્રંથોમાં “શામળ રત્નમાળ ખાસ વાંચવા જેવું છે. પિટ કરાવે વેઠ, પેટ વાજા વગડાવે, પેટ ઉપડાવે ભાર; પિટ ગુણ સૌના ગાવે. પિટ ભએ પરદેશ, પેટથી પાપ કરે છે; પેટ કરે છે જાર, પેટ તે સર્વ હરે છે. વળી સંચ પ્રપંચ અધિક કરે, પેટ કાજ નરકે પડે શામળ કહે સાચું માનજે, પેટ પાપ નરને નડે. વચન કાજ હરિશ્ચંદ્ર, નીચ ઘર ભર્યું છે પાણ; વચન એકને કાજ, કૃષ્ણ કુબજાને આણું. વચન એકને કાજ, હરે હલાહલ પીધું; વચન એકને કાજ, દેવે વર દૈત્યે લીધું. શુભ ધર્મ કર્મ ને શર્મ સૌ, વચન જતાં તે વહી ગયું કવિ શામળ ભટ સાચું કહે, વચન ગયું તે તો થઈ રહ્યું! For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી વાચનમાળા-૮ આવા અનેક છપ્પાઓ અહીં ઉતારી શકાય. પણ માત્ર થોડાંક ચૂંટેલાં વચને ઉતારું છું: ઈશ્વર વહાલે નહિ અન્નવિણ, ગાન તાન ગુણ નવ ગમે; પંડિત પ્રાકમી પૂરા, પંડિત સૌ શિર મેર છે; શામળ કહે પંડિત આગળ મૂઢ તે ચાકર ચેર છે. રાખી કેઈની રહેશે નહિ, દિવસ નક્કી નહિ દેહને શામળ કહે કાચે કુંભ છે, તે ભરૂસે છે તેને? કદી નાઠે મેત મૂકે નહિ, પ્રસન્ચે ત્યાંથી પાસ છે, કવિ શામળ ભટ સાચું કહે, નામ સર્વને નાશ છે. દેખાય કરી મતી સમા, આશ્રણ નવ એપે અશાં; કવિ શામળ કહે સખી જુઓ, ગુણ વિણ રૂપ કહે કશાં. શામળ સમાજને જ અનુલક્ષીને લખતો દેખાય છે. એથી એની કવિતામાં ગગનગામી ઉડ્ડયને નથી, પણ વ્યવહારનું ડહાપણ છે, સમાજની સારી–બેટી બંને બાજુઓ છે. સાહસ, શાર્ય, પરદેશગમનને તે જોરશોરથી ઉપદેશ કરે છે. એનું લખાણ પ્રોત્સાહક છે; બુદ્ધિશાળી વર્ગને એની કવિતા બહુ આનંદ આપે તેવો સંભવ નથી, For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ કવિ શામળ ભટ પરંતુ સાધારણ જનસમાજ એની કવિતામાંથી ખૂબ આનંદ ને ખેાધ મેળવશે, કવિએમાં શામળ પ્રથમ આવે કે પ્રેમાનંદ એ ચર્ચા જ્યારે પચાસ વર્ષ પહેલાં ઊપડી ત્યારે તેના પક્ષકારોએ કહેલુ કે શામળે લખેલી વાર્તા સ્વતંત્ર છે, અને એ વાર્તાઓમાં એણે કલ્પેલાં સ્ત્રીપુરુષા નાતજાતનાં બંધનાને માનતાં નથી, અને એવા ભેદને તુચ્છકારીને લગ્નસંબંધ બાંધે છે, માબાપની ઇચ્છા વિરુદ્ધ પણ લગ્ન થાય છે, એક વેશ્યાપુત્રી માબાપે પસંદ કરેલા પુરુષને પરણવાની ના પાડી જીવનભર કુંવારી રહેવાનુ પણ લે છે. આ વિચાર પણ હિંદુસભાજની પ્રથા પ્રમાણે નવીન છે. શામળની સાએક વાર્તાઓના નાયક રાજા વિક્રમ છૂપાવેશે પ્રજાનાંસુખદુઃખ જાણવા ફરે છે, શામળનાં સ્ત્રી પાત્રો અદ્ભુત હિંમત અને બુદ્ધિશકિત બતાવેછે, સંસારનારિવાજો ને આચારાના તે હિંમતથી ભંગ કરે છે. આમ શામળે કેાઈ નવી જ સ્વતંત્ર સૃષ્ટિ ઉત્પન્ન કરી લાગે છે. એની For Personal & Private Use Only ૧૭ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વિદ્યાથી વાચનમાળા-૮ વાર્તાઓમાં પુરુષપાત્રો કરતાં સ્ત્રી પાત્રો વધારે ઉજજવળ દેખાય છે. વાર્તાને મુખ્ય ભાગ સ્ત્રીઓ. જ રેકે છે; પરંતુ સાહસિક, ભણેલી, શિષ્ટ, સૈન્દર્યવાન અને ચતુર છે; ગાતાં, વગાડતાં, નાચતાં અને ઘોડેસવારી કરતાં પણ એને આવડે છે. આ બાબતમાં શામળની બરોબરી કરે એવો કેઈ કવિ નથી. શામળ ભટે આ રીતે પોતાના ગ્રંથોમાં સમાજ સુધારાને ઝંડે ફરકાવ્યાને આભાસ થાય છે, પરંતુ હકીકત એવી નથી. શામળે ઇરાદાપૂર્વક પિતાની વાર્તાઓમાં આ “હિમતભર્યું પગલું ભરેલું નથી. એણે પોતાની વાર્તાઓ સ્વતંત્રપણે જોડી કાઢેલી નથી, પણ પિતાની પહેલાં થઈ ગયેલા જાના કવિઓ, ભાટ–ચારણે, દંતકથાઓ કે હિંદી, ફારસી કથાનકો પરથી પોતાની વાર્તાઓ લખી છે અને તેથી તેને જે રૂપમાં વાર્તા મળી આવી તે રૂપમાં જ તેણે તે પદ્યમાં રજૂ કરી દીધી. છે; એટલે એણે સ્નેહલગ્ન, વર્ણાન્તર લગ્ન વગેરે નવા આચારો પ્રચલિત કયો નથી, પરંતુ માત્ર For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૯ કવિ શામળ ભટ પ્રાચીન આચારનું જ પિતાની વાર્તાઓમાં સ્મરણ કરાવ્યું છે. જ્યાં ત્યાં સમયાઓ મૂકવાની એની. ટેવ દોષ જેવી લાગે છે. આ સમસ્યાઓની કાવ્યની દૃષ્ટિએ તુલના કરવા કરતાં માનસિક વ્યાયામની દષ્ટિએ જોઈએ તે લોકમાનસને. ઉત્તેજિત કરવાની અને તેને અસર કરવાની તેની શકિત સ્વીકારવી જોઈશે. સમશ્યાને એક નમૂને જોઈએ પ્રશ્ન : શિંગ સહિત જે જનમીઓ, જોબનમાં શિંગ જાય; જોબન ફાટી વૃદ્ધ થયે; શિંગ ફરીને થાય. ઉત્તર: વાત ગમી વનિતા કહે, અગન તણો તું ઇદ્ર; શિંગ સહિતે જનમીઓ, ચતુર બીજને ચંદ્ર. શામળની ભાષા સાદી ને સરળ છે. એની પાસે શબ્દોનો ભંડાર સારે છે. ગામડામાં વપરાતા શબ્દોને અને ભાષાપ્રયોગોને એ. છૂટથી ઉપયોગ કરે છે, ફારસી અરબી શબ્દો. પણ એણે ઘણું વાપર્યા છે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ २० વિદ્યાથી વાચનમાળા-૮ બળજબરીથી પ્રાસ બેસાડવાના પ્રયત્નને લીધે એની ભાષા કેટલીક જગાએ કિલષ્ટ થઈ જાય છે અને કેટલીક જગાએ અર્થ બેસાડ પણ મુશ્કેલ થઈ પડે છે. છતાં તેને વાર્તા કહેતાં આવડે છે, વાર્તા કહેવાની એની પોતાની ઢબ છે, આથી જ તે આટલે સિદ્ધિને પામ્યો છે. પિતાની શિલી વિષે એ લખે છે. સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક, સાદામાં શિક્ષા કથે, એ જ કવિજન એક. પ્રેમાનંદની પેઠે શામળ પણ હિંદી ભાષા સારી જાણતો હતો. એની કવિતામાં કઈ કઈ સ્થળે હિંદી લીટીઓ દેખાય છે. આથી એની કવિતામાં રસક્ષતિ થાય છે. અલંકારે વાપરવામાં પણ તેને હાથ જોઈએ તે જામેલો નથી. શંગાર રસ જમાવવા જતાં કેટલીક વાર તે બીભત્સ અને અમર્યાદ પણ થઈ જાય છે. મંતરજંતર અને જાદુવિદ્યા જેવાં સાધનેને પણ તે પોતાની કવિતામાં સાધન તરીકે ઉપયોગ કરે છે, આથી એની કવિતા હલકી For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ કવિ શામળ ભટ ૨૧ પડે છે. સમશ્યાઓમાં એની તર્કશક્તિ દેખાય છે, છપ્પાઓમાં ને દષ્ટાન્તમાં એનું વામ્બળ દેખાય છે, માનવજીવનની બહુવિધ રંગલીલા વર્ણવવામાં એની ચાતુરી દેખાય છે. - પ્રેમાનંદની પેઠે શામળને કઈ શિખ્ય નહેતો. કેઈનું અનુકરણ તેણે કર્યું નથી અને એનું અનુકરણ કેઈએ કર્યું નથી. દલપતરામે એની પેઠે સમશ્યાઓ જેવું થોડુંક લખાણ કરેલું છે, છતાં શામળ અને અને એકલજ રહી ગયો છે. શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી કહે છે કે : ગૂજરાતી પદ્યના અખ, પ્રેમાનંદ અને શામળ એ આગળ પડતા તારા છે. ગૂજરાતી સાહિત્યના આકાશમાં આ ત્રણ જ એવા છે, જેમણે ધર્મને અંગીભૂત કર્યા સિવાય શુદ્ધ કવિતા લખી છે, અને જેની ગણના કાવ્યમાં થઈ શકે એવી કવિતા લખી છે.” શ્રી કનૈયાલાલ મુનશી શામળ વિષે કહે છે કે: “એની શૈલી અને ખી છે, અને વાર્તા કહેવાની ઢબ ચમત્કારિક છે. વાર્તામાં તે માં For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૨ વિદ્યાથી વાચનમાળા-૮ ચક વાતાવરણ બરાબર સાચવે છે અને તેથી કરીને તે તેના જમાનાની જડ અસરો થકી સાહિત્યને બચાવી લે છે.” પ્રેમાનંદ અને શામળ વચ્ચે કવિપદની સરસાઈ માટે વાદ ચાલેલો–તેનાં ઉદાહુરણે શામળની કવિતામાંથી તથા પ્રેમાનંદના પુત્ર વલ્લભની કવિતામાંથી ઘણાં મળી આવે છે. પ્રેમાનંદ પુરાણમાંથી પ્રસંગે લઈ કાવ્યરચના કરતો, તે વિષે ટોણે મારી શામળ કહે છે: કથ્ય કથે તે શાને કવિ??? મતલબ કે પ્રેમાનંદ કંઈ નવું કહેતો નથી. આમ શામળ પોતે નવું કહેવાનો દાવો કરે છે, પણ આપણે આગળ જોઈ ગયા તેમ તેણે પણ પોતાની બધી વાર્તાઓનાં ખાં, વસ્તુ, સંયોજન વગેરે જૂના કવિઓનાં ઉપાડયાં છે. શામળ મદનમેહના માં પ્રેમાનંદ વિષે ટેણે મારી કહે છે: ભણ્યો નથી કે પુરાણ , ભયે નથી કઈ વેદ રસાલંકાર ન આવડે, મન ન પામો ખેદ. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ કવિ શામળ ભટ ઘર ઘર રાગ તાણું નહિ, પુત્ર ન મુજ ગુણુ ગાય; રાજ દરખારે રઝળવુ, મેળવી નથી પસાય. ભાટ બ્રાહ્મણેા ને ભાંડવા, લાંખી મૂકી પાક; રીઝો ભલા ભલા કરે, તેથી થાયે શાક. પ્રેમાનંદના પુત્ર વલ્લભે શામળને ખુબ જ વગેાવ્યા છે. તે ‘શામળ તું શામળ ' કહી શામળને છેક ઉતારી પાડે છે. શામળના પુત્ર ખાડા હતા, તે વાત આગળ કરી તે લખે છે, કે પ્રેમાનંદના બચાવ કરવા વલ્લભ ને જીવણરામ જેવા સુપુત્રો બેઠા છે, તેમની સામે શામળના ખાડા શુ કરી શકવાના છે? શામળ વિષે તે લખે છે: એવા જોગ જોઇ એક, બ્રાહ્મણ કે ભાટ આવ્યા; ગુણુ ગાવા લાગ્યા ઝટ, કવિતા નાંખી કરી. શિખી સમ દાનેશ્વરી, નૃપ અમે ટેક રખીદા કનેથી દાન લેવું, ખળું દાન લેવું, ખળું લેવું નાજરી. ૨૩ વલ્લભને શામળની સામે આટલી વરાળ કાઢવી પડી એ બતાવે છે કે તે વખતમાં શામળ પ્રેમાનંદના જબરા પ્રતિસ્પર્ધી ગણાયા હાવા જોઈ એ. શામળના કાઈ શિષ્ય નહિ હાવાથી તેને કાઈએ બચાવ કરેલા નથી. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪ વિદ્યાથી વાચનમાળા-૮ અને એવા બચાવની કંઈ જરૂર નથી, કારણ કે સામાને વગોવવાથી કેઈની શ્રેષ્ઠતા સાબીત થતી નથી. પ્રેમાનંદને પિતાને આ જાતને ઝગડો બિલકુલ પસંદ નહોતું. તેણે તે શાંત પાડવા પ્રયત્ન પણ કરેલે, પણ વલ્લભનું ગરમ લોહી છેક લગી જપેલું નહિ. પ્રેમાનંદ શામળના પહેલાં ગૂજરાતી કવિતાનું સ્થાન બીજી દેશી ભાષાઓના મુકાબલે બહુ ઊતરતું હતું. એ સ્થાનને ઊંચે ચડાવવામાં પ્રેમાનંદની સામે શામળને હિસ્સે પણ છે નથી. શ્રી મુનશી યથાર્થ કહે છે કે “પ્રેમાનંદ અને શામળ બંને ગૃજરાત અને ગૂજરાતી ભાષાના અભિમાની હતા; દરેક પતિની રીતે સ્વતંત્ર હતા. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ - નેહરુ ચાથી શ્રણ ૮૭ ગુરુ ગોવિંદસિંહ ૧૧૨ સ્વ.હાજી મહમ્મદ ૬૧ શ્રી ગજાનન ૮૮ રણજિતસિંહ 1 ૧૧૩ વીર લધાભા ૮૯ લક્ષ્મીબાઈ ૧૧૪ સોંદર્યધામકાશ્મીર ૬૨ શ્રી કાર્તિકેય ૬૩ ચંદ્રહાસ ૧૧૫ નૈનિતાલ ૯૦ શ્રી કેશવચંદ્રસેન ૬૪ ભક્ત સુધન્વા ૯૧ શ્રી ઈશ્વરચંદ્ર | ૧૧૬ ગિરનાર ૧૧૭ દારકા ૬૫ શ્રીહર્ષ વિદ્યાસાગર ૧૧૮ પાટનગર દિલ્હી ૬૬ રસકવિ જગન્નાથ કર મહાદેવ ગોવિંદ ૧૧૯ સુર ૬૭ ભક્ત નામદેવ રાનડે | ૧૨૦ તાજમહાલ ૬૮ શ્રી હેમચંદ્રાચાર્ય ૯૩ દાદાભાઈ નવરોજી ૬૯ છત્રપતિ શિવાજી સાતમી શ્રેણી ૯૪ શ્રી ગેપાલ પણ ગોખલે ૭૦ સમર્થ સ્વામી - ૫ સ્વામી શ્રદ્ધાનંદજી રામદાસ ૧૨૧ શ્રી ઋષભદેવ ૭૧ ચાંદબીબી ૯૬ શ્રી ગોવર્ધનરામ | ૧૨૨ ગોરક્ષનાથ ૭૨ ગુરુ નાનક ૯૭ શ્રી જવાહરલાલ | ૧૨૩ વીર કુણાલ છે? માત્મા બીર ૧૨૪ અકબરશાહ ૭૪ ગૌરાંગ મહાપ્રભુ ૯૮ સુભાષચંદ્ર બોઝ ૧૨૫ મહામંત્રી મુંજાલ ૯૯ શ્રી સે ગુમા ૭૫ લાલા લજપતરાય ૧૨૬ કવિ દયારામ ૧૦૦ તારામંડળ ૧૨૭ જયકરણ ઇદ્રજી ૭૬ શ્રી ચિત્તરંજનદાસ ૧૨૮ શ્રી સયાજીરાવ ૭૭ શ્રી ત્રિભુવનદાસ | છઠ્ઠી શ્રેણી ગાયકવાડ ગાજર ૧૦૧ મહાદેવી સીતા | ૧૨૯ મહાવીરપ્રસાદ ૭૮ શ્રી સુરેન્દ્રનાથ ૧૦૨ નાગાર્જુન દિવદી બેનરજી ૧૦૩ દેવી અને મેવા. ૧૩૦ મહાકવિ નાનાલાલ ૭૯ શ્રી વિજયધર્મસૂરિ ડની વીરાંગનાઓ | ૧૩૧ પ્રો. રામમૂર્તિ ૮૦ બાબુ રાજેન્દ્રપ્રસાદ ૧૦૪ વીર વનરાજ ૧૩૨ અબદુલગફાર ખાન | પાંચમી શ્રેણું ૧૩૩ સોરઠી સંતો ૧૦૫ હેદરઅલી ૧૦૬ મહાકવિ પ્રેમાનંદ | ૧૩૪ નેપાલ ૮૧ પાર્વતી ૧૦૭ સર ટી. માધવરાવ/ ૧૩૫ મહાબળેશ્વર ૮૨ શ્રીશંકરાચાર્ય ૧૦૮ જામ રણજીત + ૧૩૬ અમરનાથ ૮૩ શ્રીમદ્ વલ્લભાચાર્ય/ ૧૩૭ બદરી–કેદારનાથ ૮૪ શ્રી માધવાચાર્ય | 1૦૯ ૪ ૧૩૮ કલકત્તા ૮૫ શ્રી રામાનુજાચાર્ય | ૧૧૦ શિપી કરમારકર | ST૦ શિપી કરમારકરા ૧૩૯ પાટણ ૮૬ મહારાજા કુમારપાળ ૧૧૧ કવિ દલપતરામ | ૧૪૦ અનુપમ ઈલરા For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ @ વિ ઘા થીં વાચન માળા . મુસ્તિકાઓના સવ” & પ્રકાશકને સ્વાધીન ]. છે. શાકે પુસ્તિકાની કી 7-4-0 ) આઠમી શ્રેણી નવમી શ્રેણી પામી શ્રેણી 3 0 0 11 ગુરુ ઉત્તાત્રય 16 શ્રી શાનદૈવ 81 મી એનાથ 142 ઉદયનું૧રીજી 182 ઉજત મહમ્મદુ 147 મહાસા નંદધન 13 ઉપા. યશોવિજયસ્ક 188 વાતો જે 144 164 જીરું ખાણા સ્ત પાલું-તેજપાલે 1 6 5 નાના વીસ૮૪ બુદ્ધહેમાપ્પા 5 સાળલર્ટ 14 6 કવિ નર્મદ 16 6 શ્રીનિહાલારામ 85 છો. એન્સારી. 17 રાજા રામમોહનરાશે 18 મી રમેશા દત્ત 147 વીર સાથેટર 148 જમશેદજી તાતા 168 શ્રી અમૃતલાલ કર૮૭ વિજયાલક્ષ્મીપતિ 16, 5. વિબગડિગ મ 188 શ્રી કણસતિ 149 કવિ લાપી 15 સી. વી. રામન 170 શ્રી રામાનંદચેકર. 190 ચિત્રકાર રવિવમાં 151 શાહસેાદાગરજમાલ 171 ઉપગવાનલાલ ઈ૭ 1 શ્રી શાખા 152 ચિલો ૧૭ર શ્રી પ્રફુલચંદ્ર રાય 12 સારહના 153 શ્રીમતી ઝરબા ) મો. અમુલ કલામ ખુહારવટિયા આઝાદ 197 સતીભાઈ અમીન જ હાજી શીંગ ૧૭૪શ્રીરાજગા પાલાચારી 194 શા 155 ઉતાકામ કે 175 પાવાગઢ 15 શ્રાવ્યું છે. 15 6 જમુનાથપરી 176 રામેશ્વર 1 ગમટેવુ 17 ફીણી - 177 તારંગા 17 અમદાવા 158 જયપુર 178 મું બની શકાએ 198 પુની 1 59 ધાબાદ 17 માં 199 ઢાદરા 1 કાવેરીના જળધોધ 18 છાજે તા 2 ગીરનાં જંગલો મણીશાકે : શ"ભુલાલ જગશીભાઈ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલમ ગાંધીરસ્તા અમદાવાદ, 5 : ગાવિંદલાલ (ગીભાઈ હા 2 ફ્રા મુહું શુ િલ ય થા મા, અજિંદુ સામે અમદાવાદ