________________
કવિ શામળ ભટ
રસમાં વાચકને કે શ્રેાતાને સ્વાભાવિક રીતે ખેંચી જવાની ચમત્કારિક શકિત તેનામાં નથી દેખાતી; પણ તેણે પસંદ કરેલી વાર્તાઓનું વાતાવરણ લકની સામાન્ય ભૂમિકા પરનું છે. એ વાતાવરણ સાધારણ વાચકને પકડી રાખે છે, ને કવિને યશ અપાવે છે. એક મુખ્ય વાર્તામાં બીજી અને બીજીમાં ત્રીજી એમ વાર્તાઓની ગુંથણી કરવાની એની શક્તિ આશ્ચર્ય પમાડે તેવી છે.
શામળભટની વાર્તાઓ સામાન્યજનસમાજને માટે લખાયેલી છે. અભણ અને અશિક્ષિત વર્ગ માટેનું સાહિત્ય એણે જન્માવ્યું છે. એની વાર્તાઓમાં સંસારના વિવિધ પ્રવાહમાં પડેલા મનુષ્યના જીવનમાં કેવા કેવા ફેરફારો થાય છે, એ બતાવેલું છે.
શામળે એના સમયનું લોકજીવન વાર્તાએમાં ચીતર્યું છે એમ માનવાને કારણ નથી. એના સમયનું જીવન એની વાર્તામાં પ્રતિબિંબિત થતું નથી. “અરેબિયન નાઈટ્સ” ની પેઠે એની વાર્તાઓ અગમ્યગામિની અને રોમાંચક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org