________________
કવિ શામળ ભટ
અને
પાલણપુર વગેરે અંદર અંદર લડતાંહતાં. અને ગામડાઓને લૂટી તેના નાશ કરતાં હતાં. મરાઠાના સૂબાએ—ગાયકવાડ સિંધિયા ગૂજરાતને ગમેતે પ્રકારે લુટવામાંજ વ્ય સમજતા હતા. ઈસ્ટ ઈંડિયા કંપનીએ સુરતમાં પેાતાની વખાર ઉઘાડી હતી. (ઈ. સ. ૧૭૫૮) આ અંધાધુંધીના સમયમાં શામળની કવિતા ગુજરાતના ખૂણે ખૂણે પ્રચાર પામતી જતી હતી. એવી એક દંતકથા ચાલે છે કે શામળે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી માનપૂર્વક મેાલાવવામાં ન આવે ત્યાં સુધી કાઇના આશ્રય માગવા જવું નહિ. ચાત્રીસ વર્ષ સુધી આવા કોઈ આશ્રયદાતા તેને મળ્યા નહિ. પણ એની કવિતા અને એની ખ્યાતિ પ્રસરતી જતી હતી. એવામાં ખેડા જિલ્લાના માતર તાલુકાના સુઝ (સુહુજ) ગામના એક રખીદાસ નામના કાઉજી કુળના લેઉવા કણબી પટેલનુ એના તરફ ધ્યાન ખેંચાયું. રખીદાસ વિદ્યાના શાખીન હતા. તેણે ગુમાનજી નામે એક ખારેટને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org