________________
૧૮
વિદ્યાથી વાચનમાળા-૮ વાર્તાઓમાં પુરુષપાત્રો કરતાં સ્ત્રી પાત્રો વધારે ઉજજવળ દેખાય છે. વાર્તાને મુખ્ય ભાગ સ્ત્રીઓ. જ રેકે છે; પરંતુ સાહસિક, ભણેલી, શિષ્ટ, સૈન્દર્યવાન અને ચતુર છે; ગાતાં, વગાડતાં, નાચતાં અને ઘોડેસવારી કરતાં પણ એને આવડે છે. આ બાબતમાં શામળની બરોબરી કરે એવો કેઈ કવિ નથી.
શામળ ભટે આ રીતે પોતાના ગ્રંથોમાં સમાજ સુધારાને ઝંડે ફરકાવ્યાને આભાસ થાય છે, પરંતુ હકીકત એવી નથી. શામળે ઇરાદાપૂર્વક પિતાની વાર્તાઓમાં આ “હિમતભર્યું પગલું ભરેલું નથી. એણે પોતાની વાર્તાઓ સ્વતંત્રપણે જોડી કાઢેલી નથી, પણ પિતાની પહેલાં થઈ ગયેલા જાના કવિઓ, ભાટ–ચારણે, દંતકથાઓ કે હિંદી, ફારસી કથાનકો પરથી પોતાની વાર્તાઓ લખી છે અને તેથી તેને જે રૂપમાં વાર્તા મળી આવી તે રૂપમાં જ તેણે તે પદ્યમાં રજૂ કરી દીધી. છે; એટલે એણે સ્નેહલગ્ન, વર્ણાન્તર લગ્ન વગેરે નવા આચારો પ્રચલિત કયો નથી, પરંતુ માત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org