________________
કવિ શામળ ભટ
પરંતુ સાધારણ જનસમાજ એની કવિતામાંથી ખૂબ આનંદ ને ખેાધ મેળવશે,
કવિએમાં શામળ પ્રથમ આવે કે પ્રેમાનંદ એ ચર્ચા જ્યારે પચાસ વર્ષ પહેલાં ઊપડી ત્યારે તેના પક્ષકારોએ કહેલુ કે શામળે લખેલી વાર્તા સ્વતંત્ર છે, અને એ વાર્તાઓમાં એણે કલ્પેલાં સ્ત્રીપુરુષા નાતજાતનાં બંધનાને માનતાં નથી, અને એવા ભેદને તુચ્છકારીને લગ્નસંબંધ બાંધે છે, માબાપની ઇચ્છા વિરુદ્ધ પણ લગ્ન થાય છે, એક વેશ્યાપુત્રી માબાપે પસંદ કરેલા પુરુષને પરણવાની ના પાડી જીવનભર કુંવારી રહેવાનુ પણ લે છે. આ વિચાર પણ હિંદુસભાજની પ્રથા પ્રમાણે નવીન છે.
શામળની સાએક વાર્તાઓના નાયક રાજા વિક્રમ છૂપાવેશે પ્રજાનાંસુખદુઃખ જાણવા ફરે છે, શામળનાં સ્ત્રી પાત્રો અદ્ભુત હિંમત અને બુદ્ધિશકિત બતાવેછે, સંસારનારિવાજો ને આચારાના તે હિંમતથી ભંગ કરે છે. આમ શામળે કેાઈ નવી જ સ્વતંત્ર સૃષ્ટિ ઉત્પન્ન કરી લાગે છે. એની
For Personal & Private Use Only
Jain Education International
૧૭
www.jainelibrary.org