________________
કર્મગ્રંથ-૫
તિપગ છ અ નવહિયા વીસા તીસેગ તીસ ઈગ નામે છગ અતિ બંધા સેસેસુ ય કાણમિ િ૨પ છે
ભાથિ :–નામકર્મને વિષે ર૩-૨૫-૨૬-૨૮–૨૯-૩૦-૩૧ તથા ૧ પ્રકૃતિનું એમ આઠ બંધસ્થાને હોય છે તેમાં છ ભૂયસ્કાર બંધ, સાત અલ્પતર બંધ, આઠ અવસ્થિત બંધ અને ત્રણ અવક્તવ્ય બંધ પ્રાપ્ત થાય છે. જ્ઞાનાવરણયને વિષે એક બંધસ્થાન તેમાં એક અવસ્થિત બંધ તથા એક અવકતવ્ય બંધ પ્રાપ્ત થાય. વેદનીય કર્મને વિષે એક બંધથાન હોય તેમાં એક અવસ્થિત બંધ પ્રાપ્ત થાય. આયુષ્ય કર્મને વિષે એક બંધસ્થાન હોય તેમાં એક અવક્તવ્ય બંધ તથા અવસ્થિત બંધ પ્રાપ્ત થાય. ગોત્રકર્મને વિષે એક બંધસ્થાન હોય તેમાં એક અવસ્થિત બંધ તથા એક અવક્તવ્ય બંધ પ્રાપ્ત થાય. અંતરાય કર્મને વિષે એક બંધસ્થાન હોય તેમાં એક અવસ્થિત બંધ તથા એક અવક્તવ્ય બંધ પ્રાપ્ત થાય છે. | ૨૫
પ્રશ્ન ૧ મૂલ કર્મના બંધસ્થાને કેટલા હોય? ક્યા? ઉત્તર : મૂલ કર્મના બંધસ્થાને જ હોય છે તે આ પ્રમાણે :
(૧) આઠ પ્રકૃતિનું બંધસ્થાન (૨) સાત પ્રકૃતિનું બંધસ્થાન (૩) છ પ્રકૃતિનું બંધસ્થાન (૪) એક પ્રકૃતિનું બંધસ્થાન.
પ્રશ્ન ૨ આઠ પ્રકૃતિનું બંધસ્થાન કેટલા ગુણસ્થાનક સુધી બંધાય છે? ક્યા કયા?
ઉત્તર : આઠ પ્રકૃતિનું બંધસ્થાન પાંચ અથવા છ ગુણસ્થાનકમાં બંધાય છે. તે આ પ્રમાણે ૧-૨-૪-પ-૬ અથવા સાતમા ગુણસ્થાનકે બાંધતે બાંધતું જાય તે છ ગુણસ્થાનક ગણાય છે.
પ્રશ્ન ૩, સાત પ્રકૃતિનું બંધાન કેટલા ગુણસ્થાનકમાં બંધાય
ઉત્તર : સાત પ્રકૃતિનું બંધસ્થાન ૧ થી ૯ ગુણસ્થાનને વિષે બંધાય છે.
પ્રશ્ન ૪. છ પ્રકૃતિઓનું બંધસ્થાન કેટલા ગુણસ્થાનકેમાં બંધાય છે? કયા?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org