________________
- આપણી સંસારયાત્રા કર્મને આભારી છે. આપણી ક્ષયાત્રા કર્મક્ષયને આભારી છે. સાત કર્મ તે અમુક ગુણઠાણ સુધી પ્રત્યેક સમયે બંધાતા જ રહે છે પણ જેમ જેમ આત્મા કર્મબંધના કારણે ઘટાડતે રહે છે તેમ તેમ કર્મની ઉત્તરપ્રકૃતિઓનો બંધ ઘટતું જાય છે. મિથ્યાત્વ જાય એટલે કર્મબંધ ઓછો. અવિરતિ જાય એટલે એથી ય કર્મબંધ છે. પ્રમાદ જાય એટલે એથી ય કર્મબંધ છે ને કષાય જાય એટલે એથી ય કર્મબંધ ઓછો થાય. ને યોગ જાય એટલે સંપૂર્ણ કર્મબંધ અટકી જાય. ને જૂના બધા કર્મોને ક્ષય થઈ જાય એટલે આત્મા ક્ષે પહોંચી જાય.
કર્મોને આત્મામાંથી કાઢવાની તાકાત ધર્મ સિવાય કેઈ ધરાવતું નથી. એ ધર્મ પાછો જ્યાં કર્મ રહ્યા છે ત્યાં જ રહ્યો છે. માત્ર બલિહારી કર્મની એ જ છે કે ધર્મની છાતી પર કર્મો ચઢી બેઠા છે એ ત્યારે જ હેઠા ઊતરે કે અંદરને ધર્મ જરાક સળવળે ને કર્મને ધક્કો મારી હેઠા પાડે. એક વાર કર્મ જે હેઠા પડયા ને ધર્મ એની ઉપર ચઢી બેઠે તે કામ થઈ ગયું સમજે. પછી કર્મ પિતાનું બહુ જોર બતાવી શકે એમ નથી.
આત્મા ચૈતન્યમય છે. કર્મ જડ છે. આત્મા અને કર્મ બેમાં બળવાન આત્મા છે કર્મ નથી. આત્માના એક એક પ્રદેશને કાજે કરવા માટે કર્મને અનંત અનંત સૈનિકે શેકવા પડે છે. વ્યક્તિ એક હોય પણ એને પકડવા પચાસ પચાસ પિોલીસ ગોઠવવી પડતી હોય તે વ્યક્તિ બળવાન ગણાય ને પોલિસ નબળી ગણાય. એમ અહીં પણ આત્માના એક એક પ્રદેશને કજે રાખવા માટે કર્મને અનંત અનંત સૈનિકે ગઠવી રાખવા પડે છે.
આ શક્તિશાળી પણ આત્મા આજે નબળ બની ગયું છે. પિતાની શકિતનું ભાન ગુમાવી બેઠેલે છે. કર્મરાજાએ પોતાના હાથ નીચે લઈ મેહના ઘેન નીચે એને સૂવાડી દીધું છે. જ્યાં સુધી એ જાગે નહિ ત્યાં સુધી કર્મને લીલાલહેર છે. જે દિવસે એ જાગી ગયે એ દિવસે કમ ભાગાભાગ કરવા માંડશે.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org