Book Title: Karma Siddhi
Author(s): Premsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 4
________________ - સિદ્ધિઃसिद्धिरित्यादि कृतं सर्वं विलोकनविबुधवरैः स्वयमेवावसेयम् । पुनस्तेषामक्षपादानां समवायस्येश्वरकर्तृत्वस्य च यथास्थानं प्रवासनमपि तैः प्रवचनप्रवीणनिर्मातृभिन शेषितम् । वर्तमानकाले कर्मसाहित्यप्रधानजैनेन्द्रशासने तद्विबुधवराः सुदुर्लभा एव । अपि तु केचन वर्तन्ते, तथापि तेषां मध्ये सौष्ठवौदार्यविशेषशालिनोऽस्य ग्रन्थस्य स्रष्टारः, पूज्यपादप्रातःस्मरणीयप्रवचनपारदृश्वप्रशमपीयूषपयोनिधिपारगतशासनरत्नत्रयप्रदीपप्रदायकाचार्यवर्यश्रीमद्विजयदानसूरीश्वरसुशिष्यरत्नाः कर्मसाहित्यार्णवकुशलकर्णधारश्रुतसागरपारीणानुयोगसृगाचार्यश्रीमत्प्रेमविजयगणिपादा एव वरीवर्तन्ते । -~ર્મસિદ્ધિ: – • 7 तथापि तस्य यत्किञ्चिद्विवरणकरणं नायुक्तं प्रतिभाति । अस्मिन् ग्रन्थे विबुद्धशिरोमणिप्रणेतृभिः प्रथमतः विश्वविचित्रताप्रदर्शनपूर्वककर्मणामस्तित्वरूपेण सिद्धिः, ततः कालवादिनः पूर्वपक्षः, स्वभाववादिनः कालवादिपक्षनिषूदनप्रयुक्तपूर्वपक्षः, स्वभाववादिपरासनसहितो मध्यविवर्तीश्वरोद्यमवादिखण्डनाविरहितश्च नियतिवादिनः पूर्वपक्षः, पञ्चान्यतमैकैककारणवादिनां सर्वेषां निर्वापणप्रयुक्तः तेषामेव सहकारिकारणत्वेन स्वीकर्तुरदृष्टवादिनः सिद्धान्तपक्षः, पञ्चविंशतितत्त्वसङ्ख्यावतां साङ्ख्यमताभिलाषुकाणां प्रकृतिरूपेण कर्मणो मन्तव्यस्य व्यापादनम्, शक्तिरूपेण कर्माभिमतानां निबर्हणं, वासनारूपेण कर्मेष्टबौद्धानां प्रमापणम्, कर्मणि वैचित्र्यजात्यनङ्गीकृतां नैयायिकानामपासनम्, कर्मणोऽनादित्वस्य જો કે કર્મસિદ્ધિ નામના આ ગ્રંથનું નામ જ તેનો વિષય બતાવે છે, તો પણ તેમાં કાંઈક વિવેચન કરવું અનુચિત લાગતું નથી. વિદ્વાનોમાં શિરોમણિ એવા ગ્રંથપ્રણેતાએ સૌ પ્રથમ અહીં જગતની વિચિત્રતા બતાવી છે. અને તેના દ્વારા અસ્તિત્વરૂપે કર્મની સિદ્ધિ કરી છે. પછી કાળવાદનો પૂર્વપક્ષ પ્રસ્તુત કર્યો છે. પછી સ્વભાવવાદી કાળવાદીના પક્ષનું ખંડન કરી પોતાનો પક્ષ મૂકે છે. એનો પૂર્વપક્ષ છે. પછી નિયતિવાદી સ્વભાવવાદીનો પ્રતિક્ષેપ કરીને પોતાનો મત રજુ કરે છે. આ પૂર્વપક્ષમાં વચ્ચે રહેલા ઈશ્વરવાદી અને પુરુષાર્થવાદીનું ખંડન છે. જે કાળ વગેરે પાંચમાંથી એક-એક ને કારણ માને છે, તે સર્વેનું નિરાકરણ કરીને જે તેમને સહકારી કારણ તરીકે સ્વીકારે છે, તે કર્મવાદીનો સિદ્ધાન્તપક્ષ રજુ કર્યો છે. જેઓ ૨૫ તત્ત્વોને માને છે તે સાંખ્યમતમાં અનુયાયીઓ પ્રકૃતિરૂપે કર્મ માને છે, તેમના મતનું ખંડન કર્યું છે. જેઓ શક્તિરૂપે કર્મોને માને છે, તેમના મતનો પ્રતિક્ષેપ કર્યો છે. જેમને વાસનારૂપે કર્મ માન્ય છે, તેવા બૌદ્ધોના મતનું ખંડન કર્યું છે. કર્મમાં વિચિત્રતા અને જાતિનો સ્વીકાર નહીં કરનારા તૈયાયિકોનો નિરાસ કર્યો છે. કર્મના અનાદિપણાની સિદ્ધિ કરી છે. આ બધું ગ્રંથકારે અહીં જે રીતે કર્યું છે, તે જોવામાં ચતુર એવા વિદ્વાનોએ સ્વયં જ જાણી લેવું. ગ્રંથકારશ્રી નિપુણ શાસ્ત્રનિર્માતા છે. તેમણે યોગ્ય સ્થળોમાં નૈયાયિકોએ માનેલા સમવાય અને ઈશ્વરકર્તુત્વનો પણ નિરાસ કરવામાં બાકી રાખ્યું નથી. વર્તમાનકાળમાં કર્મ સાહિત્ય પ્રધાન એવા જિનશાસનમાં તેવા વિદ્ધદ્ધર્યો અત્યંત દુર્લભ જ છે. કેટલાક વિદ્યમાન છે ખરાં, છતાં પણ તેઓમાં વિશેષ સૌષ્ઠવ અને ઉદારતાથી શોભતા કોઈ હોય તો એ પ્રસ્તુત ગ્રંથસર્જક જ છે. તેઓ પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય, પ્રવચન પારદર્શી, પ્રશમામૃતસાગર, જિનશાસનના રત્નત્રયીરૂપી દીપકના દાયક, આચાર્યવર્ય શ્રીમદ્વિજય દાનસૂરીશ્વરજી મહારાજાના સુશિષ્યરત્ન છે. કર્મશાસ્ત્રોરૂપી સાગરમાં કુશળ કર્ણધાર, ધૃતસાગરનો પાર પામેલા અને અનુયોગાચાર્ય એવા પૂજ્ય શ્રી પ્રેમવિજજી ગણિવર્ય (પાછળથી ગચ્છાધિપતિ આચાર્યશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા) ને કોટિશઃ વંદના.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 90