________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન શિવાય વિશ્વમાં દુખ કલેશ ભય અને અંધકાર છે. વ્યવહારીક દૃષ્ટિએ પણ અજ્ઞાની માનવ પશુ સરખો ગણાય છે ને તેમાં પણ સાચું નીતિમય ઉપયોગી અને ઉપકારક જ્ઞાન-વિદ્યા ન હોય તેવા ભણેલા પણ નકામા ગણાય છે. ગુરૂશ્રી પિતાના ભજનોમાં કથે છે તેમ;
ઉકાળ્યું શું ભણી વિદ્યા, ગણી વિદ્યા ઉકાળ્યું શું? હૃદયની ઉચ્ચતા સાથે, કરી ના સ્વોન્નતિ જ્યારે ! “
ઉકાળ્યું શું કવિ થઈને, બની વકતા ઉકાળ્યું શું ? પ્રમાણિક વૃત્તિની સાથે, કરીના ન્નતિ જ્યારે ?
ગુણો વણ તે ઘટાટોપે, કદીના ન્નતિ થાતી ! બુધ્યબ્ધિ સગુણ થાતાં, ભર્યુ લેખે, ગણ્ય લેખે.
ભ૦ ભા. ૮ પૃ. ૪૬૭ માટે સાચું ભણતર સંસારીક દૃષ્ટિએ પણ ભણવું જોઈએ કે જેથી - નતિ થાય. અજ્ઞાન જ સર્વ દુઃખના હેતુભુત છે. જ્ઞાન વિનાનો માણસ પશુ સરબે ગણાય છે અને સમસ્ત ભવ દુઃખની ખાણ સરખો માત્ર અજ્ઞાનથી જ થાય છે માટે વિશ્વમાં સાર પણ જ્ઞાન છે. માટે જ્ઞાન ભણો-જ્ઞાની થાઓ એ તેમની શિક્ષા છે.
માત્ર વ્યવહારીક જ્ઞાન કાંઈ આત્માને હિતકર કે ભવ સમુદ્રથી તારવા કામ ન આવે. જ્યાં સુધી માણસ સાચુ આત્મજ્ઞાન ન મેળવે ત્યાં સુધી તો –
જ્યાં લગે આત્મતત્વ ચિ નહિં
ત્યાં લગે સાધના સર્વ જુઠી. તેઓશ્રીતે આગળ ચાલતાં કથે છે – અક્ષર જ્ઞાનથી કેળવાયેલા, માનવું તેમાં સેટી ભૂલ સદ્દગુણને સદવર્તન જ્ઞાન, કેળવણીનું સાચું મૂલ.
આમ કહ્યા પછી સાચું આત્મજ્ઞાન થતાં મનુષ્ય પોતે કોણ છે? આત્મા શું છે, અને તેની શક્તિ તથા ઋદ્ધિ શું છે, તે જણાવે છે –
અરૂપી આતમ તત્વમસિ તું, આતમ આપો આપ ઉદ્ધાર અખંડ અવિનાશી અજ અક્ષય, અનંતગુણ પર્યાયાધાર.
For Private And Personal Use Only