________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિમાં ગુરૂશ્રીએ પ્રથમ મથાળે લોક૪િ સુઘોષ ઘા એમ નામ આપ્યું છે. કક્કાવલિને સંપૂર્ણ સુબોધ-જાણપણું બાળવયમાં વિદ્યાર્થી કરે છે પણ તે અક્ષર જ્ઞાન પુરતું જ. સાચુ કાવલિનું જ્ઞાન સદ્દગુરૂ વિના થાય જ નહિં સદ્દગુરૂજ કક્કાવલિનું ગ્રહસ્થના આદર્શ જીવનનું તેમજ યાવત મુક્તિપ્રદ સત્યમાર્ગનું સાચું કક્કાવલિનું જ્ઞાન આપી શકે. જો કે ગુરૂદેવ તે અસંગી ત્યાગી હોય છે છતાયે તેઓ વિશ્વોપકારાર્થે દયા દ્રષ્ટિથી જગતને ઉપદેશ દેતા વિચરે છે સાધુ મુનિરાજે, આચાર્ય ભગવાન, આદિ પોતાનાં જીવન આત્મારાધન કરવા ઉપરાંત પરોપકારાર્થે વિતાવે છે – विद्वांसः कति योगिनः कति गुणैवैदग्ध्य भाजः कति ।
प्रौढा मानकरीन्द्रकुंभदलने वीराः प्रसिद्धाः कति । स्वाचारा कति सुन्दराः कति कति प्राज्यप्रतिष्ठावराः
किन्त्वेको विरलः परोपकरणे यस्याऽस्ति शक्ति सदा ।। તેમ જેમનામાં પરોપકાર કરવાની શક્તિ હોય તેવા જ્ઞાની પુરૂષો તે આ વિશ્વમાં વિરલ છે કે જેમનાં અબાધિત વચનામૃતનું પાન કરીને ત્રણે કાળમાં ભવ્ય પ્રાણીઓની આબાદી અક્ષતપણે દીપી રહે છે. એવા લેકેપકારી અને નિઃસ્વાર્થ વૃત્તિવાળા આચાર્યો આ વિશ્વમાં વિરલ અને અમર છે.
- આ કક્કાવલિમાં આચાર્યશ્રીએ સત્ય કક્કાવલિનું ભાન વાચકોને કરાવી તેનું નામ સાર્થક કર્યું છે.
તે પછી પ્રારંભ મંગલમાં સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ એવા શ્રીમદ્ મહાવીર સ્વામિ દેવ તથા સદ્દગુરૂ શ્રીમદ્દ સુખસાગરજી મહારાજને પ્રણામ કર્યા છે. એ સૂચવે છે કે મંગલને ઈચ્છનાર પ્રત્યેક મનુષ્ય પ્રારંભમાં પરમાત્માનું તથા સદ્દગુરૂનું સ્મરણ અને સ્તવના કરવાં ઈષ્ટ છે.
- હવે ગુરૂશ્રીની લેખીની સુબોધની વર્ષા વર્ષાવતી ઉપદેશ ક્ષેત્રમાં આગળ વધે છે.
અ થી શરૂઆત થાય છે. આ અક્ષરના વિવેચનમાં ત્રીશ પષ્ટ ભર્યા છે. અજ્ઞાની રહેવું નહિં આતમ, સર્વ દુખહેતુ અજ્ઞાન; અજ્ઞાની પશુ સરખો જાણે, અજ્ઞાને ભવ દુખની ખાણ. શરૂઆતમાંજ ગુરૂશ્રી જ્ઞાનને કક્કો વાચકને શિખવવા માંડે છે. આ વિશ્વમાં જ્ઞાની શિવાય અન્યને મનુષ્ય કહેવો તે પણ તેઓશ્રી યોગ્ય વિચારતા નથી.
For Private And Personal Use Only