________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમણા હાથની મૂઠીમાં સોપારી, પૈસો, ચોખાને વાસક્ષેપ લેવો, અને ઉત્તર દિશા કે ઇશાન ખૂણા સામે રાખીને વિધિ કરાવનાર શ્રાવકે રહેવું.
જાજમ પાથરવાનું મુહૂર્ત આવે ત્યારે હાજર રહેલા દરેક ભાગ્યશાળીઓ પાસે ૧૨ નવકાર ગણાવવા.
જાજમ શુદ્ધને ચોકુખી લેવી, અને તેના પર શ્રી ગૌતમસ્વામીનો મંત્ર ગણી લેવો.
જે કુંવારી કન્યાઓ છે તેમને કપાળમાં તિલક કરવા, શુભ વસ્ત્રો પહેરાવવા, અને જાજમના ૪ છેડા ૪ કન્યાઓના હાથમાં આપવાં.
જાજમ પાથરવાની હોય તે જગ્યા શુદ્ધજલથી અને ગોમૂત્રથી પવિત્ર કરવી.
જાજમ જ્યાં પાથરવાની છે તેની વચ્ચે તેમજ ચાર ખૂણે કંકુના સાથીયા કન્યાઓ પાસે કરાવવા, તથા તેના પર ચોખા ચોટાડવા (નાંખવા).
વચ્ચે મંત્રિત સોપારી મૂકાવવી અને ડાભ ધરો ફુલને ૧૫ રૂપિયો વચ્ચે મૂકાવવો, તથા ચાર ખૂણે ચાર પાવલી સોપારી ડાભ ધરો ફૂલ મૂકાવવા અને વચલા ભાગમાં ધૂપ દીપ ચાલુ ૨ખાવવા.
ચોખા પૈસા સોપારી વાસક્ષેપ વગેરે જાજમ પાથરતાં પહેલાં ઇશાનખૂણે અથવા ઉત્તરદિશા તરફ જાજમની નીચે ઉછાળવા અને પછી તુરત જ કુંવારી કન્યાઓ દ્વારા જાજમ
४४
For Private And Personal Use Only