________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(સંકલ્પ દ્વારા અથવા ફોટો આદિ દેખવાથી આનંદ)0 વિકલતા (વિરહના દુઃખથી આહારાદિમાં ઉપેક્ષા) લજ્જાનાશ (વડીલો સમક્ષ તેના ગુણોનું વર્ણન)૦ પ્રમાદ (તેના માટે આરંભો કરવા), ઉન્માદ (ચિત્ત બગડવાથી જેમ તેમ બોલવું) તભાવ (ખંભાદિ જે દેખે તેમાં સ્ત્રીની કલ્પના કરી આલિંગનાદિ કરે), મરણ (પ્રાપ્ત ન થવાથી મુછિત થાય) (૧૭) સમાચારી-ઇચ્છાકાર (નાના સાધુ પાસે કામ કરાવતી વખતે તેનો અભિપ્રાય જાણવો દુર્વિનીતને ફરજ પણ પાડે), મિથ્યાકાર (અયોગ્ય આચરણ કર્યું હોય તો મિચ્છા મિ દુક્કડ' આપવું) તથાકાર (ગુરુદેવના વચનો તહત્તિ' કરી સ્વીકાર કરવો)આવશ્યકી (દહેરાસર ઉપાશ્રયમાંથી નીકળતાં આવસ્યહિ કહેવું), નૈષધિથી (દહેરાસર ઉપાશ્રયમાં પેસતાં નિસાહિ કહેવું) અપૃચ્છના (કોઈપણ કાર્ય માટે વડીલની સંમત્તિ લેવી)0 પ્રતિપૃચ્છના (કોઈપણ કાર્યનો આરંભ કરતી વખતે ફરી આજ્ઞા લેવી અથવા પૂર્વે નિષેધ કર્યો હોય અને કરવા લાયક હોય તો ફરી પૂછવું) છંદના (પોતાને માટે લાવેલ આહારાદિમાંથી બીજા સાધુઓની ભક્તિ કરવી)
નિમંત્રણા (પોતાના કર્મક્ષય નિમિત્તે સર્વ સાધુઓની ભક્તિ કરવા માટે પ્રાર્થના કરવી). ઉપસંપદા (રત્નત્રયીની નિર્મળતા અને વૃદ્ધિ કરવા ગુરુની આજ્ઞાપૂર્વક અન્ય ગચ્છમાં જઈ અન્યગુરુની નિશ્રા સ્વીકારવી.
૭૪
For Private And Personal Use Only