Book Title: Kailaspadma Swadhyayasagara Part 9
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 138
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, તે શ્રી ચતુર્વિધ સંઘ-નિગ્રંથ સાધુ-સાધ્વી તેમજ વ્રતધારી શ્રાવક-શ્રાવિકા વર્ગનો બનેલો હોય છે. તેમજ તેમને ઉત્તમ આત્માઓ જાણી તેમને યથાશક્તિ અનુસરનારા તેમજ તેમની સેવા-ભક્તિમાં જોડાયેલા આત્માઓ જેનો તરીકે ઓળખાય છે. આવા જેનો સર્વકાળે સર્વક્ષેત્રે શ્રી સંઘ તેમજ તેની સર્વ અંગો પ્રતિ સેવા-પૂજા અને ભક્તિભાવવાળા હોવાથી તેઓને પણ બાહ્ય વ્યવહારમાં શ્રી સંઘનું જ અંગ ઉપચારે સ્વીકારવામાં આવેલ છે. આવા શ્રી સકલસંઘની સર્વ પ્રકારની સ્વ-પર ઉપકારક પ્રવૃત્તિ માટેની વ્યવસ્થાને શાસન કહેવામાં આવે છે. આવા શ્રી શાસનની સમગ્ર પ્રવૃત્તિ જૈનો તેમજ શ્રી સંઘ સર્વને એક સરખી રીતે સહાયક અને ઉપકારક હોય છે. આજના વિષમ કાળમાં કેટલાક બની બેઠેલા દાંભિક ગુરૂઓ અને નેતાઓ એકધર્મ, એકસૂત્રતા, એકજ માર્ગ, એકતા, ઐક્યતા એજ વિશ્વને ઉપકારક છે. એવું એકાન્ત દૃષ્ટિવાળું અજ્ઞાનમૂલક-તત્ત્વ બાળજીવોને ભરમાવવા અનેક પ્રકારનો પ્રપંચી પ્રચાર કરી રહ્યા છે. તે સાથે જ વળી વિસંવાદીપણે પોતાની સુદ્રસ્વાર્થી વૃત્તિઓ જેવી કે કટ્ટર કોમવાદ, પ્રાંતવાદ, જ્ઞાતિવાદ, ધર્મવાદ, રાષ્ટ્રવાદ, તેમજ સર્વશ્રેષ્ઠ આત્મીયતાવાદ ને પોષનારી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ૧૨૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144