________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંખ્યા ૧૯ (૧) કાઉસ્સગ્ગના દોષ-૧ ઘોટક (ઘોડાની જેમ એક પગ ઉંચો વાંકો રાખે) ૨-લતા (વેલડીની જેમ શરીરને હલાવે) ૩ખંભાદિ (થંભ-ભીંત વિ. નો ટેકો રાખે) ૪-માલ (ઉપર માળનો મસ્તકે ટેકો રાખે) પ-ઉદ્ધિ (ગાડીની ઉધીની જેમ અંગુઠા અથવા પાની મેળવીને રાખે) -નિગડ (પગમાં બેડી નાખ્યાની જેમ પગ પહોળા રાખે) ૭-શબરી (નગ્ન ભીલડીની જેમ ગૃહ્યસ્થાને હાથ રાખે) ૮-ખલિણ (ઘોડાના ચોકડાની જેમ ઓઘાયુક્ત હાથ આગળ રાખે) ૯-વધૂ (નવ પરિણીત સ્ત્રીની જેમ માથું નીચું રાખે) ૧૦-લંબોત્તર (નાભી ઉપર અને ઢીંચણથી નીચે વસ્ત્ર રાખે) ૧૧-સ્તન (મચ્છર-અજ્ઞાન કે લજ્જાથી સ્ત્રીની જેમ હૃદયને વસ્ત્રથી ઢાંકી દે) ૧૨-સંયતિ (ઠંડી આદિના ભયથી સાધ્વીની જેમ સર્વ શરીર ઢાંકી દે) ૧૩-ભમુહંગુલી (કાઉસ્સગ્નની સંખ્યા ગણવા ભૃકુટી અથવા આંગળી હલાવે) ૧૪-વાયસ (કાગડાની જેમ ડોળા ફેરવે) ૧૫-કપિત્થ (વસ્ત્રો મલીન થવાના ભયથી કોઠની જેમ ગોપવી રાખે) ૧૬-શિરડકંપ (ભૂત-વળગાડની જેમ માથું ધુણાવે) ૧૭-મુક (મુંગાની જેમ હું હું કરે) ૧૮-મદિરા (દારૂ પીનારની જેમ બડબડાટ કરે) ૧૯-પ્રેક્ષ્ય (વાંદરાની જેમ આજુબાજુ જોયા કરે અને હોઠ હલાવે.)
લંબુર-સ્તન અને સંયતિ આ ત્રણ દોષ સાધ્વીઓને ન હોય, તેથી તેમને ૧૬ દોષ હોય.
૮૫
For Private And Personal Use Only