Book Title: Kailaspadma Swadhyayasagara Part 9
Author(s): Padmaratnasagar
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 123
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરનાર, સંવેગી (રાગ દ્વેષ ન કરવામાં રંગાયેલા) તેમજ સાધુ-સાધ્વી ભગવંતોની ભક્તિ કરનાર એટલે તેમના વચન ઉપર શ્રદ્ધા અને આજ્ઞાનું પાલન કરનાર જેથી યથાર્થજ્ઞાન મેળવી શકાય (૩) વ્યાપન્નદર્શનવર્જનમ્-ઉત્તમ આત્માઓએ સમકિતથી ભ્રષ્ટ થયેલા વિપરીતદષ્ટિવાળા પાસત્કાદિકનો સંગ કરવો નહિ. (૪) કુદર્શનવર્જનમૂ-મિથ્યાત્વી તેમજ ધર્મના દ્વેષી આત્માઓનો સંગ કરવો નહિ. (આ ચારમાં પૂર્વના બેથી સમકિતની પ્રાપ્તિ થાય છે અને પાછળના બેથી સમકિતનું રક્ષણ થાય છે.). (૩) લિંગ-(૧) સુશ્રુષા-જેનાથી સમ્યગુ બોધ થાય એવા ધર્મશાસ્ત્રો સાંભળવાની ઇચ્છા હોય (૨) ધર્મરાગ - ધર્મકાર્યમાં પૂર્ણ પ્રીતિ ધારણ કરે (૩) વૈયાવૃત્ય - સત્ય માર્ગને બતાવનાર એવા દેવ-ગુરૂ તેમજ વડીલોનું વૈયાવચ્ચ કરવાનો અભિલાષી હોય (આ ત્રણ લિંગથી બીજાના સમકિતને ઓળખી શકાય છે). (૧૦) વિનય-(૧) અરિહંતનો (૨) સિદ્ધનો (૩) આચાર્યનો (૪) ઉપાધ્યાયનો (૫) સાધુ-સાધ્વીનો (ક) ચૈત્ય (જિનપ્રતિમાનો (૭) દ્વાદશાંગી (આગમ)નો (૮) ધર્મનો (૯) પ્રવચનદક્ષ એવા ચતુર્વિધ સંઘનો (૧૦) અને સમકિતિનો. આ દશનો પાંચ પ્રકારે વિનય કરવો, (૧) ભક્તિ કરવી. (૨) બહુમાન કરવું. (૩) ગુણોનું વર્ણન કરવું. (૪) ૧૧૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144