________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવક્તવ્ય, સ્યાદ્ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય (૬) સ્થાપનાનાં લક્ષણ અને ફળ-એક આવર્ત હોય તો બળ આપે, બે હોય તો
ક્લેશ આપે, ત્રણ-હોય તો માન મળે, ચાર-હોય તો શત્રુનો નાશ કરે, પાંચ-હોય તો ભય દૂર કરે, છ-હોય તો રાગ કરે, સાત-હોય તો રોગનો નાશ કરે (૭) નરક-અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ અથવા સંવે ૨૦૮માં (૮) પિડુગ્રહણ-ખરડાયેલા હાથ કે વાસણથી વહોરવું તે સંસૃષ્ટા, હાથ કે વાસણ ન ખરડાય તેવી રીતે વહોરવું તે અસંસૃષ્ટા, ગૃહસ્થ પોતાને ખાવા માટે કાઢેલા વાસણમાંથી વહોરવું તે ઉધૃતા, હાથ કે વાસણ થોડા ખરડાયા તેવી રીતે વહોરવું તે-અલ્પ લેવા. ગૃહસ્થ પોતાને ખાવા થાળીમાં લેવા માટે વાટકીમાં કાઢી રાખેલ હોય તેમાંથી વહોરવું તે-અવગૃહીતા. ગૃહસ્થ ખાવાની તૈયારી કરતો હોય તેવા સમયની તેની થાળીમાંથી વહોરવું તે પ્રગૃહીતા ગૃહસ્થની દૃષ્ટિએ નિરુપયોગી ગૌચરી વહોરવી તે-ઉક્ઝિતધર્મિકા. (૯) આયુર્ભેદક-રાગ ભય સ્નેહ વગેરે-અધ્યવસાય. જલ અગ્નિ શસ્ત્ર વગેરે-નિમિત્ત. વધુ આહાર સ્નિગ્ધઆહાર અને આહારનો ત્યાગ વગેરે. આહાર. કેન્સર ટીબી વગેરે વેદના. ઝુંપાપાત વગેરે પરાઘાત. વિષકન્યા ઝેરી પદાર્થ વગેરે-સ્પર્શ. શ્વાસ રોકવાથી શ્વાસ ઘણો લેવાથી શ્વાસ ખરાબ ચાલવાથી વગેરે-શ્વાસ. વિ- ૨૦૪૧ માં (૧૦) શાસ્ત્રનાં અંગઆગમરહસ્ય ૨ માં (૧૧) વ્યસન-જુગાર, માંસ, દારૂ, વેશ્યાગમન, શિકાર, ચોરી પરસ્ત્રીગમન.
For Private And Personal Use Only