Book Title: Kadwa Pravachan Author(s): Tarunmuni Publisher: Tarun Kranti Munch Trust Delhi View full book textPage 2
________________ વધુ એક કબીર , દીઓથી આ રાષ્ટ્રને એક કબીરની પ્રતીક્ષા હતી. આ રાષ્ટ્રમાં કબીરથી લઈને આજસુધીમાં અનેક સંતો થયા. પરંતુ કબીર કોઈ જ નથી થયું. કબીર બનવા માટે જરૂર છે એક વિશેષ આગની. એવી આગ જે સમાજની વિષમતાઓ અને વિસંગતીઓને સળગાવીને રાખ કરી દે. હવે વર્ષો પછી રાષ્ટ્રને અપ્રતિમ સંતશ્રી તરુણસાગરજીના સ્વરૂપે તે આગ મળી છે. જ્યારે ૧૩ વર્ષની અલ્પાયુમાં તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી ત્યારે કોને એવી કલ્પના હતી કે આ બાળક આગળ જઈને પોતાના ક્રાન્તિકારી વિચારોથી સમગ્ર રાષ્ટ્રને ઢંઢોળીને રાખી દેશે. જૈનસંતથી લોકસંત બનવા સુધી આ ક્રાન્તિધર્મી અગ્નિપુષે એક લાંબી મંજિલ, કાપી છે. આજે આ અગ્નિશલાકા પુરુષ પોતાની પ્રસિદ્ધિના સર્વોચ્ચ શિખર પર પહોંચે છે અને જનજનના મન-માનસ ઉપર તેમણે એવી ઊંડી અસર કરી છે કે લોકોનીરહેવાની અને વિચારવાની પદ્ધતિમાં પરિવર્તન આવવા લાગ્યું છે. આ કાર્ય તેમના જેવા ક્રાન્તિકારી વિચાવાળા સંત જ યથાયોગ્ય રીતે કરી શકે. ક્યારેક કબીરે સમાજને જીવનના સત્યથી પરિચય કરાવ્યો હતો, પોતાના અણીદાર શબ્દોથી સમાજની ખોટી માન્યતાઓ અને પરંપરાઓને સંપૂર્ણપણે તોડી નાખી હતી – કબીર ઊભા બજારમાં. હા, આજે સંતશ્રી તરુણસાગરજી પણ બજાર અને ચોકમાં ઊભા રહી ગયા છે જેથી આજના વિસંગતતાઓથી ભરેલા સમાજને એક નવી દિશા દેખાડી શકે. સમાજના નૂતન નિર્માણ માટે તરુણસાગરજી જેવા ક્રાન્તિધર્મી અને અપ્રતિમ સંતો તથા સમાજના રાહચીંધકોની ખૂબ જ જરૂર છે. સમાજમાં નવેસરથી પ્રાણ ફૂંકવા માટે પણ આવા જ સંતની જરૂર છે.onal For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 128