________________
જિનતત્ત્વ
આ જીવસૃષ્ટિમાં સૌથી નીચેના ક્રમમાં એકેન્દ્રિય, માત્ર સ્પર્શેન્દ્રિયવાળા જીવો છે. પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, તેઉકાય (અગ્નિકાય) અને વનસ્પતિકાય. આ દરેકના સૂક્ષ્મ અને બાદર એવા બે પ્રકાર છે. એમાં બાદર વનસ્પતિકાયના બે ભેદ છે બાદર પ્રત્યેક વનસ્પતિકાય અને બાદર સાધારણ વનસ્પતિકાય.
૨૨૦
-
એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક કહેવાય અને એક શરીરમાં અનંત જીવ હોય તે સાધારણ કહેવાય. સૂક્ષ્મ અને બાદર એવા પૃથ્વીકાય, અપકાય, વાઉકાય, તેઉકાય એ ચારમાં એક શરીરમાં એક જીવ છે. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયમાં અનંત જીવ છે અને બાદર સાધારણ વનસ્પતિકાયમાં પણ અનંત જીવ છે. આમાં સૂક્ષ્મ અને બાદર સાધારણ વનસ્પતિકાયના જીવો તે નિગોદના જીવો છે. સાધારણ વનસ્પતિકાય એવા નિગોદના જીવોને ‘અનંતકાય’ પણ કહે છે.
નિોટુ શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે અપાય છે :
નિ-નિયતાં, ગાં-મૂમિ-ક્ષેત્ર-નિવાસં,
अनन्तानंत जीवानां ददाति इति निगोदः ।
નિ એટલે નિયત-નિશ્ચિત, અનંતપણું જેમનું નિશ્ચિત છે એવા જીવો, એટલે એક જ ક્ષેત્ર, નિવાસ, ૬ એટલે વાત અર્થાત્ આપે છે. જે અનંત જીવોને એક જ નિવાસ આપે છે તે નિગોદ.
निगोदशरीरं येषां ते निगोदशरीराः ।
અર્થાત્ નિગોદ એ જ જેમનું શરીર છે તે નિગોદશ૨ી૨ી કહેવાય છે. ‘નિગોદ’ શબ્દ સ્ત્રીલિંગમાં પ્રયોજાય છે. પ્રાકૃત-અર્ધમાગધીમાં નિોવ, બિન્તેય શબ્દ છે.
જીવને નિગોદપણું ‘સાધારણ' નામના નામકર્મના ઉદયથી હોય છે. ‘નિગોદ’ શબ્દ તેવા શરીર માટે પ્રયોજાય છે. તદુપરાંત ‘નિગોદ’ શબ્દ તેમાં રહેલા પ્રત્યેક જીવ માટે પ્રયોજાય છે અને અનંત જીવના સમુદાય માટે પણ પ્રયોજાય છે.
ગૌતમસ્વામી ભગવાન મહાવીરને પૂછે છે :
વિહા નું મંતે ! જિોવા વળતા ।? (ભગવાન, નિગોદ કેટલા પ્રકારના કહ્યા છે ?)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org