Book Title: Jintattva Granth 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 371
________________ આચારાંગ' વિશે અભિનવ પ્રકાશન ૩૬૧ પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને આચારધર્મ એ સાધુજીવનનો પ્રાણ છે. આપણા જૈન શાસનમાં શ્રુતજ્ઞાનની પરંપરા અભુત અને સાનંદાશ્ચર્ય ઉપજાવે એવી છે. આપણને શ્રુતસાહિત્યનો જે ખજાનો મળ્યો છે તે ભગવાન શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી હજારેક વર્ષ સુધી તો કંઠસ્થ સ્વરૂપમાં – ગુરુ શિષ્યને કંઠસ્થ કરાવે એ રીતે સચવાયેલો છે. વળી દરેક તીર્થકર ભગવાન દેશના અર્થથી આપે અને એમના ગણધરો એને સૂત્રમાં ગૂંથી લે એવી પરંપરા છે. આવશ્યક નિર્યુક્તિમાં શ્રી ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે : अत्थं भासइ अरहा सुत्तं गन्थन्ति गणहरा निउणं । सासणस्स हियट्ठाए तओ सुत्तं पवत्तइ ।। તીર્થકર ભગવાન શાસન પ્રવર્તાવે એ કાળ વિવિધ પ્રકારની એટલી બધી લબ્ધિ-સિદ્ધિઓથી સભર હોય છે કે ભગવાન સમવસરણમાં ગણધરોને ત્રિપદી-૩૫ન્ને વા વિનામે વા ઘટ્ટ વા – આપે અને ગણધરો મુહૂર્તમાત્રમાં દ્વાદશાંગીની રચના કરે છે. “શ્રી ગૌતમસ્વામી અષ્ટકમાં કહ્યું છે : श्री वर्धमानात् त्रिपदीमवाप्य मुहूर्तमात्रेण कृतानि येन । अंगानि पूर्वाणि चतुर्दशापि स गौतमो यच्छतु वांछितं मे ।। અર્થાત્ “શ્રી વર્ધમાન સ્વામી પાસેથી ત્રિપદી મેળવીને મુહૂર્ત માત્રમાં જેમણે દ્વાદશાંગીની અને ચૌદ પૂર્વની રચના કરી છે એવા શ્રી ગૌતમસ્વામી મારાં વાંછિત આપો.” આ દ્વાદશાંગીમાં – બાર અંગમાં મુખ્ય તે આચારાંગ છે. ભૂતકાળમાં અનંત તીર્થંકરો થઈ ગયા અને ભવિષ્યમાં અનંત તીર્થકરો થશે. ભૂતકાળમાં સર્વ તીર્થંકરોએ પ્રથમ આચારનો ઉપદેશ આપ્યો છે, વર્તમાન કાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન સર્વ તીર્થકરો એ પ્રમાણે જ ઉપદેશ આપશે. મોક્ષમાર્ગમાં આચારનું કેટલું બધું મહત્ત્વ છે તે એ દર્શાવે છે. જૈન દર્શન પ્રમાણે અધ્યાત્મમાર્ગમાં દર્શન મોહનીય કર્મનો ક્ષય પછી જ્યાં સુધી ચારિત્ર મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય નહીં ત્યાં સુધી કેવળજ્ઞાન અને મોક્ષપ્રાપ્તિ થાય નહીં. માટે જ આચારની મહત્તા છે. બાર અંગોમાં આચારાંગનું સ્થાન પહેલું છે. તીર્થંકર પરમાત્મા સર્વપ્રથમ આચારાંગની પ્રરૂપણા કરે છે અને ત્યાર પછી બાકીનાં અંગોની પ્રરૂપણા કરે છે. શ્રી ભદ્રબાહુસ્વામીએ “આચારાંગ નિર્યુક્તિમાં લખ્યું છે : Jain Education International For Private & Personal Use Only i www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378