Book Title: Jintattva Granth 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 372
________________ ૩૭૨ सव्वेसिमायारो तित्थस्स पवत्तणे पढमयाए सेसाई अंगाई एक्कारस आणुपुवीए ।। વળી ‘આચારાંગ’ને બધાં અંગોના સાર તરીકે ગણવામાં આવ્યું છે. શ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું છે : અંગનું જિ સારો ? પ્રયારો | (બધાં અંગોનો સાર શું ? આચારાંગ.) તેઓએ વળી કહ્યું છે કે આચારાંગમાં મોક્ષના હેતુનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એ પ્રવચનનો સાર છે. આચારાંગનું જ્ઞાન મેળવ્યા પછી જ સાચો શ્રમણધર્મ સમજાય છે. ગણિ થનારે પ્રથમ આચારધર થવું જોઈએ. आयारम्मि अहीए जं णाओ होई समणधम्मो उ ।। तम्हा आयारधरो भण्णइ पढमं गणिट्ठाणं ।। જિનતત્ત્વ એટલે જ પ્રાચીન કાળથી એવી પરંપરા ચાલી આવી છે કે ગુરુ ભગવંત પોતાના શિષ્યોને પ્રથમ આચારાંગસૂત્રનું અધ્યયન કરાવ્યા પછી જ બીજાં અંગોનું અધ્યયન કરાવે. પ્રાચીન કાળમાં તો એવો નિયમ હતો કે નવદીક્ષિત સાધુ જ્યાં સુધી આચારાંગના પ્રથમ અધ્યયન ‘શસ્ત્રપરિજ્ઞા'નો અભ્યાસ પૂરો ન કરે ત્યાં સુધી એને વડી દીક્ષા આપવામાં આવતી નહીં અને ત્યાં સુધી એ ગોચરી વહોરવા જઈ શકે નહીં. અઢાર હજાર પદ પ્રમાણ ‘આચારાંગસૂત્ર'માં બે શ્રુતસ્કંધ છે. એમાં પહેલામાં નવ અધ્યયન છે અને બીજામાં સોળ અધ્યયન છે. આ રીતે એમાં કુલ પચીસ અધ્યયન છે. એમાંથી પ્રથમ શ્રુતસ્કંધનું ‘મહાપરિજ્ઞા' નામનું અધ્યયન વિલુપ્ત થઈ ગયું છે. આ અધ્યયન માટે એવી જનશ્રુતિ છે કે એમાં વિશિષ્ટ પ્રકારના ચમત્કારિક મંત્રો, વિદ્યાઓ ઇત્યાદિ આપવામાં આવ્યા હતા. પરંતુ કાળ બદલાતાં એનો દુરુપયોગ થવાનો સંભવ હોવાથી આચાર્યોએ એનું અધ્યયન કરાવવાનું બંધ કરી દીધું અને એમ કરતાં એ અધ્યયન લુપ્ત થઈ ગયું છે. છેલ્લા દસ પૂર્વધર શ્રી વજસ્વામીએ આ ‘મહાપરિજ્ઞા' અધ્યયનમાંથી આકાશગામિની વિદ્યા પ્રાપ્ત કરી હતી એવો ઉલ્લેખ શાસ્ત્રગ્રંથોમાં થયેલો છે. આચારાંગસૂત્રની માવળા (ભાવના) અને વિમુત્તી (વિમુક્તિ) નામની છેલ્લી બે ચૂલિકાઓ વિશે આચારાંગની ચૂર્ણિમાં એવી સરસ વાત આવે છે કે શ્રી સ્થૂલિભદ્રનાં બહેન યક્ષા સાધ્વી મહાવિદેહ ક્ષેત્રમાં ગયાં હતાં અને ત્યાં શ્રી સીમંધરસ્વામીનાં દર્શન કર્યાં હતાં. તે સમયે શ્રી સીમંધરસ્વામીએ એમને ભાવળા અને વિમુત્તી નામનાં બે અધ્યયન આપ્યાં હતાં, જે સંઘે આચારાંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378