Book Title: Jintattva Granth 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 377
________________ Jain Education International [આગળના ફ્લૅપનું અનુસંધાન] અન્ય સંસ્થાઓ માટે કરોડો રૂપિયાનું દાન એકત્રિત કરી એ દાન એ સંસ્થાને સમર્પિત કરી કરૂણાના કામની સંઘને પ્રેરણા આપી. શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આયોજિત જૈન સાહિત્ય સમારોહના તેઓ સર્જક હતા અને ૧૭ સાહિત્ય સમારોહનું આયોજન વિવિધ સ્થળે કર્યું. આ પ્રવૃત્તિના ફળસ્વરૂપ અનેક વિદ્વાનો તૈયાર થયાં છે જેમની આજે ઉજ્જવળ કારકિર્દી નિર્માઈ છે. એઓશ્રીના દેહવિલય પછી પણ આ વિદ્વદ્ ગોષ્ઠિની પ્રવૃત્તિ ચાલુ રહી અને ૧૮મો સાહિત્ય સમારોહ ૨૦૦૬માં ભાવનગરમાં તેમજ ૧૯ મો સાહિત્ય સમારોહ ૨૦૦૮માં પૂનામાં યોજાયો. જૈન ધર્મના આ પ્રકાંડ પંડિત અને સંશોધકે ધર્મના વિવિધ વિષયો પર લગભગ ૧૧૫ પુસ્તકોનું સર્જન કર્યું છે. પોતાના સર્વ સાહિત્ય સર્જનના કોપીરાઈટનો તેમણે ત્યાગ કર્યો તે સાહિત્ય જગતની વિરલ ઘટના છે. ભારતમાં તેમ જ વિદેશમાં જેવા કે આફ્રિકા, યુ. કે., અમેરિકા, કેનેડા, જાપાન, હૉંગકૉંગ, દુબઈ, સુદાન વ. ત્યાંની સંસ્થાના આમંત્રણથી જૈન ધર્મ અને સાહિત્ય પર વ્યાખ્યાનો આપ્યાં છે. આવા વિદ્વાન લેખક, સર્જક, સંપાદક, સંશોધક અને સાહિત્યકાર ડૉ. રમણભાઈ મુંબઈના પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકર શ્રી દીપચંદ ત્રિભોવનદાસની સુપુત્રી અને સોફિયા કૉલેજના ગુજરાતીના પ્રાધ્યાપિકા તારાબહેન શાહ સાથે ૧૯૫૩માં લગ્નગ્રંથિથી જોડાયા. આ સુખી દામ્પત્યના ફળ સ્વરૂપ પુત્રી શૈલજા અને પુત્ર અમિતાભ છે. આ બન્ને સંતાનોની શૈક્ષણિક, સામાજિક અને વ્યવસાયિક કારકિર્દી પણ ઉજ્જવળ છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘે તેમના સર્વ સાહિત્યને સમાવતા ‘ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્ય સૌરભ'ના શીર્ષકથી સાત ગ્રંથોનું પ્રકાશન કરી તેમના બહુમુખી પ્રતિભાશાળી જીવનકાર્યને ઉચિત અને ઉજ્જવળ અંજલિ આપી છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 375 376 377 378