Book Title: Jintattva Granth 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 350
________________ ૩૪૦ જિનતત્ત્વ કારણ હોય તો તે મારા જાણવામાં નથી. પરંતુ આ અંગે જરા વિગતથી વિચારવાની જરૂર છે. ભારતમાં બધાં જિનમંદિરોના દરવાજામાં બહાર મોટાં બોર્ડ નથી હોતાં. ગુજરાતમાં જૂના વખતમાં બધે એવું હશે કે નહીં તે ખબર નથી, ગુજરાત, રાજસ્થાન વગેરે ભારતનાં મંદિરોમાં ક્યાં ક્યાં આવાં બોર્ડ રાખવામાં આવ્યાં છે તેનો સર્વે કરવો જોઈએ. કેટલાંક મંદિરોમાં જિનપ્રતિમા જ પહેલે માળે રાખવામાં આવી હોય છે. એટલે તેઓને માટે આવા પ્રશ્નો ઉપસ્થિત થતા નથી. મુંબઈમાં પાયધૂનીનાં છ દેરાસર તથા દિગંબર દેરાસર પહેલે માળે છે. જૂના વખતમાં પ્રસૂતિવાળી સ્ત્રી કે એનાં ઘરનાં સભ્યો માટે અથવા રજસ્વલા સ્ત્રી માટે દર્શનની કાયમની જુદી વ્યવસ્થા થતી. અમારા ગામમાં પૂર્વજોએ દેરાસરમાં એવી રચના કરેલી કે પ્રસૂતિવાળી સ્ત્રી કે રજસ્વલા સ્ત્રીને દર્શન કરવા હોય તો તે માટે દેરાસરની બહાર એક જાળી રાખવામાં આવી હતી કે જ્યાંથી તેઓ દર્શન કરી શકે. દેરાસરમાં ભગવાનની પ્રતિમાને કોઈની અશુભ દૃષ્ટિ લાગે, શૂદ્રાદિ માણસો દર્શન કરે, રજસ્વલા સ્ત્રી બહારથી દર્શન કરે માટે પડદો કે બોર્ડ રાખવામાં આવે છે પણ તે નિયમ કેટલો વ્યાજબી છે તે વિચારવું જોઈએ. એક વખત પ. પૂ. સ્વ. કૈલાસસાગરસૂરિજી સાથે મારે વાત થઈ હતી ત્યારે એમણે કહેલું કે, મહેસાણામાં ગામમાં નહીં પણ હાઈવે પર હું દેરાસર એટલા માટે કરાવું છું કે જતાં આવતાં પ્રવાસીઓ દૂરથી પણ દર્શન કરી શકે સીમંધરસ્વામીની પ્રતિમા એટલી ઊંચી બનાવડાવી છે, બેઠક પણ ઊંચી રાખી છે અને દેરાસરનો દરવાજો પણ ઊંચો અને પહોળો બનાવ્યો છે કે જેથી રોડ ઉપરથી માણસ ભગવાનનાં દર્શન કરી શકે. મોટરકાર કે બસમાં જતા-આવતા પ્રવાસીઓ પણ દર્શન કરી શકે.' ભરત મહારાજાએ અષ્ટાપદ તીર્થમાં ચોવીસ ભગવાનની પ્રતિમા ભરાવીને પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રતિમા “નિજ નિજ દેહપ્રમાણ' એવી કરાવી હતી અને ચાર દિશામાં એની ગોઠવણી બે, ચાર આઠ અને દસ એ ક્રમે રાખી હતી. સૂત્રમાં આવે છે : ચારિ અઠ્ઠ દસ ટોય વંદિયા જિનવરા ચઉવિસ્સે. અષ્ટાપદ પર્વત ઘણો ઊંચો હતો. એટલે નીચે ઘણે દૂરથી પ્રતિમાઓ નિહાળી શકાય. હવે એ ચોવીસ ભગવાનનાં દર્શનમાં અંતરપટ ક્યાંથી ઊભો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378