Book Title: Jintattva Granth 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 358
________________ જિનતત્ત્વ ૩૪૮ પ્રતિબંધિત તે વિશે સમજાવ્યું. એમાં મુનિઓ રાજપિંડ, દેવપિંડ, વગેરે શું શું ન ગહણ કરી શકે તે સમજાવ્યું. કહ્યું છે કે : राजपिंडं न गृहणंति आद्यांतिमजिनर्षयः । भूपास्तदा वितन्वंति श्राद्धादिभक्तिमन्वहम् ।। [ પ્રથમ (ઋષભદેવ) અને અંતિમ (મહાવીર સ્વામી) તીર્થંકરના મુનિઓ રાજપિંડ ગ્રહણ કરતા નથી. આથી તે સમયના રાજાઓ હંમેશાં શ્રાવકોની ભક્તિ કરતા. ] ત્યાર પછી ભરત મહારાજાએ ઇન્દ્ર મહારાજને પૂછ્યું : ‘પણ આ હું પાંચસો ગાડાં ભરીને આહારપાણી લાવ્યો છું તેનું શું કરવું ? ઈન્દ્ર મહારાજાએ કહ્યું, ‘હવે તમે એ બધું લાવ્યા છો તો એનાથી તમારા બધા વ્રતવાન બારવ્રતધારી શ્રાવકોની પૂજા ભક્તિ કરો.' ---- આથી ભરત મહારાજાએ શ્રાવકોએ બોલાવી કહ્યું : ‘હવેથી તમારે બધાંએ મારે ઘરે જ ભોજન કરવાનું છે. તે વખતે તમારે બધાંએ રોજ સભામાં આવીને મને કહેવું. ‘તું જિતાયો છું. ભય વધ્યો છે માટે હણીશ નહીં, હણીશ નહીં.’ (ઝિતો ભવાન્, વર્ધત મયં, તસ્મામાં હળ, મા હળ ) રોજ આ સાંભળીને ભરત મહારાજા મનન કરે છે કે હું છ ખંડનો ચક્રવર્તી કોનાથી જિતાયો છું ? મનન કરતાં એમને સમજાયું કે હું પોતે અજ્ઞાન અને કષાયોથી જિતાયો છું. માટે મારે મારા આત્માને હણવો જોઈએ નહીં.’ ભરત મહારાજાએ જ્યારથી સાધર્મિકોને જમાડવાનું ચાલુ કર્યું ત્યારથી સાધર્મિક ભક્તિની પ્રથા ચાલુ થઈ. Jain Education International આમ, રાજના રસોડે દિન-પ્રતિદિન જમનારાઓની સંખ્યા વધી ગઈ. બિનશ્રાવકો પણ ઘૂસી જવા લાગ્યા. રસોડાના સંચાલકોએ ભરત મહારાજને ફરિયાદ કરી. ભરત મહારાજાએ એમને કાકિણી રત્ન આપીને કહ્યું કે જે બાર વ્રતવારી શ્રાવકો હોય તેમના હાથ ઉપર આ કાકિણી રત્નથી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ લીટા કરવા. એ લીટા ભૂંસાશે નહીં. પછી નવા કોઈ આવે તો બાર વ્રતધારી શ્રાવક છે કે નહીં તેની ખાતરી કરીને ત્રણ લીટા કરવા. આમ, સાધર્મિકની પૂજા-ભક્તિ કરવાની પરંપરા ઋષભદેવના વખતથી થઈ. ભરત મહારાજના પછીના કાળમાં કાકિણી રત્ન રહ્યું નહીં. એટલે એમના પુત્ર આદિત્યશાએ શ્રાવકોને ઓળખવા માટે સોનાના તારની For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378