Book Title: Jintattva Granth 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 367
________________ થાપનીય સંપ્રદાય વિશે આધારભૂત ગ્રંથ ૩પ૭ તર્કપૂત વિચારણા કરી છે. અચેલકત્વ વિશે પણ એમણે ઐતિહાસિક અને ભૌગોલિક સંદર્ભમાં, ગ્રંથો, અભિલેખો, પ્રતિમાઓ વગેરેનો આધાર આપીને તલસ્પર્શી મીમાંસા કરી છે. આમ ડૉ. સાગરમલજીએ યાપનીય સંઘ વિશે એક વિશાળકાય અધિકૃત ગ્રંથ આપ્યો છે. એ માટે એમણે જૈન અને બૌદ્ધ પરંપરાના કેટલા બધા ગ્રંથોનો અભ્યાસ કર્યો છે ! એમણે પોતાના વિષયને તો યથાર્થ ન્યાય આપ્યો જ છે, પણ વાચકને તો એમાંથી બીજી અનેક બાબતો વિશે પણ સારી જાણકારી મળી રહે છે. આ બધામાં સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તેઓ ક્યાંય પણ સાંપ્રદાયિક અભિનિવેશમાં સરી પડતા નથી. એમની સમુદાર મધ્યસ્થ દષ્ટિ એમને અને એમના આ ગ્રંથને ગૌરવ અપાવે એવી છે. એ બદલ તેઓ આપણા અભિનંદનના અધિકારી છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378