Book Title: Jintattva Granth 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 366
________________ ૩પક જિનતત્ત્વ સંપ્રદાયના ગ્રંથોનો પણ આ દૃષ્ટિકોણથી ફરીથી બરાબર અભ્યાસ કરી લીધો કે જેથી પોતાને પોતાના આ લેખનકાર્ય માટે યોગ્ય સજ્જતા અને અધિકાર પ્રાપ્ત થાય. આવા સંવેદનશીલ વિષય પર લખવા માટે લેખકે પોતાનાં સાંપ્રદાયિક પૂર્વગ્રહ કે અભિનિવેશને છોડવાં પડે, તો જ ઐતિહાસિક તથ્યોને યોગ્ય ન્યાય આપી શકાય. લેખકે એ વાત દૃષ્ટિ સમક્ષ રાખીને, તટસ્થતાપૂર્વક આ ગ્રંથનું લેખનકાર્ય કર્યું છે જે માટે તેઓ અભિનંદનના અધિકારી છે. લેખકે આ ગ્રંથ ચાર મુખ્ય અધ્યાયમાં લખ્યો છે. પ્રથમ અધ્યાયમાં પનીર શબ્દ કેવી રીતે આવ્યો અને એના અર્થની તથા સંઘની ઉત્પત્તિની ચર્ચા કરવામાં આવી છે. બીજા અધ્યાયમાં યાપનીય સંઘના ગણ તથા અન્વયની વિચારણા કરવામાં આવી છે. ત્રીજા અધ્યાયમાં યાપનીય સાહિત્યનો સવિસ્તર પરિચય કરાવવામાં આવ્યો છે. ચોથા અધ્યાયમાં યાપનીય સંઘની વિશિષ્ટ માન્યતાઓનો યથાર્થ ખ્યાલ આપવામાં આવ્યો છે. યાપનીય સંઘ ઈસ્વી સનની બીજી શતાબ્દીથી પંદરમી શતાબ્દી સુધી, એમ સળંગ ૧૪૦૦ વર્ષ સુધી વિદ્યમાન રહ્યો હતો. આટલા સુદીર્ઘ કાળ સુધી એનું અસ્તિત્વ ટકી શક્યું એનું કારણ એની સમન્વયભરી ઉદાર દૃષ્ટિ હતી. આ સંઘે શ્વેતામ્બર અને દિગંબર સંપ્રદાય વચ્ચે યોજક કડીનું કાર્ય કર્યું હતું. શ્વેતામ્બર અને દિગંબર સંપ્રદાય વચ્ચે - (५) क्या ग्रन्थकार श्वेताम्बर आगमों में उपलब्ध महावीर के गर्भापहार, विवाह आदि तथ्यों का उल्लेख करता है ? (७) क्या ग्रन्थकारने अपने गण अन्वयादि का उल्लेख किया है और वे गण क्या यापनीयों आदि से सम्बन्धित है या (७) क्या उस ग्रन्थ का सम्बन्ध उन आचार्यों से है, जो श्वेताम्बर और यापनीय के पूर्वज रहे हैं ? (८) क्या ग्रन्थ में ऐसा कोई विशिष्ट उल्लेख है, जिसके आधार पर उसे यापनीय परंपरा से सम्बन्धित माना जा सके ? (८) क्या उस ग्रन्थ में क्षुल्लक को गृहस्थ न मान कर अपवाद लिंगधारी मुनि कहा गया है ? (૧૦) વા ૩ મેં યા વૃદ્ધ મુનિ વો પત્રાઃ મેં માહીર નાવર का उल्लेख है ? આ નિયમો જોતાં જણાશે કે લેખકે કેટલી બધી શાસ્ત્રીય, વ્યવસ્થિત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378