________________
૨૯૨
જિનતત્ત્વ મહત્ત્વની વાત તે સંયમની અને જયણાની છે. જેઓ પોતાની જાતને સંયમમાં રાખવા ઇચ્છે છે તેઓએ જણાપૂર્વકનું ગૃહસ્થ જીવન જીવવું જોઈએ. ક્યારેક એવું પણ બને કે આવું વ્રત ધારણ કરનારને સમાજમાં વેદિયા ગણવામાં આવે અને એમનો ઉપહાર કરવામાં આવે. પરંતુ તેની ફિકર ન કરતાં પોતાની જાતને સંયમમાં રાખવી હિતાવહ છે.
અનર્થદંડનો ત્રીજો પ્રકાર છે હિંસપ્રદાન. હિંસક શસ્ત્રો કે સાધનો, છરી, ચપ્પ, કારતર, તલવાર, ભાલો, દાંડો, હથોડી, કુહાડી, ચાબુક, બાંધવા માટેની દોરી, ઝેર, માંકડ – મચ્છર મારવાની ઝેરી દવા, વગેરે બીજાને આપવાં તે હિંસાદાન અનર્થદંડ છે. ‘વંદિત્તસૂત્ર'ની ગાથામાં કહ્યું છે :
सत्थगिमुसलजंतगतणकंठे मंतमूलभेसज्जे ।
दिन्ने दवाविए एवा पडिक्कमे देसिअं सव्वं ।। [ શસ્ત્ર, અગ્નિ, મૂશળ, યંત્ર, તૃણ, કાષ્ઠ, મંત્ર, મૂળ (જડીબુટ્ટી) અને ભેષજ (ઔષધ) એ પાપારંભવાળી વસ્તુઓ મેં આપી હોય અથવા બીજા પાસે અપાવી હોય તો તે દિવસ સંબંધી (તેવી જ રીતે રાત્રિ સંબંધી) પાપને હું પ્રતિક્રમું છું. ]
કોઈપણ સારું કાર્ય માણસ કરે તો તેને જોઈ બીજા તેમ કરવા પ્રેરાય છે. તેવી રીતે કોઈ માણસ અશુભ કાર્યનો આરંભ કરે તો તેને જોઈ બીજા પણ તેમ કરવા પ્રેરાય છે. એટલે બીજાઓ જે અશુભ કાર્યો કરે તેનો દોષ પોતાને પણ લાગે છે. માટે વ્યક્તિએ પોતે કોઈ અશુભ કાર્યનો આરંભ ન કરવો જોઈએ અથવા અશુભ કાર્યનો ચીલો ન પાડવો જોઈએ.
પ્રમાદાચરણ એ અનર્થદંડનો ચોથો પ્રકાર છે. પ્રમાદાચરણ એટલે પ્રમાદવશ બનીને આચરણ કરવું. શાસ્ત્રોમાં પ્રસાદ મુખ્યત્વે પાંચ પ્રકારના બતાવ્યા છે. કહ્યું છે :
मज्जं विसयकसाया निदा विकहा च पंचमी भणिया ।
एए पंच पमाया जीवं पाडंति संसारे ।। [મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રકારનાં પ્રમાદ જીવને સંસારમાં પાડે છે અર્થાત્ સંસારમાં ભાડે છે. ]
આ પાંચ પ્રકારના અથવા બીજી રીતે આઠ પ્રકારના પ્રમાદના દરેકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org