________________
૩૨૦
ભૂખ્યા સૂઈ રહેનારા લોકોની સંખ્યા આજે પણ ઓછી નથી.
આહા૨સંજ્ઞા જીવને અનાદિ કાળથી વળગેલી છે. આહાર એ જ અસ્તિત્વ છે. જૈન ધર્મ પ્રમાણે જીવ જ્યારે મૃત્યુ પામે છે અને એક દેહ છોડી બીજો દેહ ધારણ કરે છે ત્યારે પણ એનો આત્મા કાર્મણ શરીર અને તેજસ શરીર સાથે લઈને જાય છે. આ તેજસ શરીર તરત આહા૨-ગ્રહણની સૂક્ષ્મ ક્રિયા ચાલુ કરી દે છે. એટલે તેજસ શરી૨ને ભઠ્ઠી તરીકે ઓળખાવવામાં આવે છે કે જે સતત આહાર માગે છે. આથી જ સંસારનું અસ્તિત્વ અન્નના આધારે છે. તૈત્તિરીય ઉપનિષદમાં અન્નને બ્રહ્મ તરીકે ઓલખાવ્યું છે : અન્ન વ્રુક્ષેતિ વ્યજ્ઞાનાત્। વળી ઐત્તિરીય ઉપનિષદમાં કહ્યું છે : અન્ન દ્દિ પ્રા:। અન્નના આધારે જ બાળક મોટું થાય છે, યુવાન થાય છે અને અન્નના આધારે જ પ્રજાતંતુ ચાલ્યા કરે છે. અન્નાદ્ ભૂતાનિ નાયન્તે । વળી અન્નથી જ સંબંધો બંધાય છે. એટલા માટે જ સાંસારિક દૃષ્ટિથી અન્નનો મહિમા થયો છે. માટે જ ખેડૂતને પ્રજાનો તાત કહ્યો છે. પુરાણગ્રંથોએ અતિથિને જમાડ્યા પછી જમવાનો અનુરોધ કર્યો છે. જરૂર પડે તો ભૂખ્યા રહીને જમાડવું. એટલે જ કહ્યું છે : તેન ત્યત્તેન મુગ્ગીયા । (ત્યાગીને ભોગવ.) જૈન ધર્મમાં એટલે જ અતિથિ-સંવિભાગને એક વ્રત તરીકે ઓળખાવ્યું છે. પૂણિયા શ્રાવક અને તેમની પત્ની પોતે અન્નનો ત્યાગ કરીને, તપશ્ચર્યા કરીને પોતાના ભાગનું અન્ન અતિથિને જમાડતાં. આવી રીતે તપશ્ચર્યામાં બચેલા અન્નનું દાન કરવાનો મહિમા જૈન ધર્મમાં પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે. અલબત્ત દાન અને દયાના સિદ્ધાંતોની સ્કૂલ વ્યવહા૨ દૃષ્ટિએ અને સૂક્ષ્મ તત્ત્વની દૃષ્ટિએ જૈન ધર્મમાં બહુ તલસ્પર્શી મીમાંસા ભિન્ન ભિન્ન અપેક્ષાએ થયેલી છે.
જિનતત્ત્વ
તપશ્ચર્યાના બચેલા અન્નનું દાન કરવાની બાબતમાં કેટલાક વ્યવહારુ પ્રશ્નો ઉદ્ભવવાના અને તેનો ઉકેલ કેવી રીતે શોધી કાઢવો તે અંગે તપશ્ચર્યા કરનાર વ્યક્તિએ પણ ચિંતન- મનન કરવાની જરૂર રહે છે.
ઉદાહરણ તરીકે કોઈ જૈન વ્યક્તિ અમેરિકા, ઇંગ્લૅન્ડ, જાપાન જેવા સમૃદ્ધ દેશમાં રહેતી હોય. હવે એ જૈન ભાઈ કે બહેને બે-પાંચ દિવસના ઉપવાસ કે અઠ્ઠાઈ કરી, તો એટલા દિવસનું એનું બચેલું અન્ન તે દાનમાં દેવા ઇચ્છે છે. પરંતુ ત્યાં લોકો ખાધેપીધે એટલા સુખી છે કે દાનમાં મળતું અનાજ લેવા કોઈ તૈયાર નથી. તેમને એવા દાનની જરૂ૨ નથી. એવે પ્રસંગે માણસે શું કરવું ? ત્યારે પોતાના જ શહેર કે ક્ષેત્રમાં દાન આપવાનો આગ્રહ ન રાખતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org