Book Title: Jintattva Granth 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 320
________________ ૩૧૦ જિનતત્ત્વ મેળવે છે તે જ મોક્ષગતિ પ્રાપ્ત કરે છે. એટલે જ કહેવાયું છે કે, વાયમુરિ: किल मुक्तिरेव । હવે બીજો પ્રશ્ન સામાન્ય માણસને એ થાય કે મૃદુતાથી માનને કેવી રીતે જિતાય ? પણ એ માટે માનનું અને મૃદુતાનું સ્વરૂપ સમજવું જોઈશે. મૃદુતાની વ્યાખ્યા આ રીતે અપાય છે : કૃર્માવ: માર્વિવત્ | મૃદુતાનો ભાવ એનું નામ માર્દવ. મૃદુતા અથવા કોમળતા એ આત્માનો સ્વભાવ છે. પરંતુ જ્યારે આત્મસ્વભાવમાં રહેલી મૃદુતા આવરાઈ જાય છે ત્યારે કર્કશતા, કઠોરતા, અક્કડપણું, અભિમાન પ્રગટે છે. એ માનકષાયનું જ બીજું નામ અથવા સ્વરૂપ છે. શાસ્ત્રકારે કહ્યું છે, . जात्यादिमदावेशादभिमानाभावो मार्दवं मानतिर्हरणम् । [ જાતિ આદિ મદોથી આવેશમય થયેલા અભિમાનનો અભાવ કરવો તે માર્દવ છે. માર્દવ એટલે માનનો નાશ. ] ધર્મનાં જે દસ લક્ષણ ગણાવવામાં આવે છે તે આ પ્રમાણે છે : (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, (૪) શૌચ, (પ) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) આકિચન્ય, (૧૦) બ્રહ્મચર્ય. આ દરેક ઉત્તમ કોટિનાં હોવાં જોઈએ. વસ્તુત: આ બધા આત્માના જ ગુણો છે, પરંતુ તે ઢંકાયેલા કે આવરાયેલા છે. પુરુષાર્થથી એ વિશુદ્ધ અને પ્રકાશિત કરી શકાય છે. એમાં સર્વ પ્રથમ ક્ષમા છે. જ્યાં સુધી જીવનમાં ક્ષમા ન આવે ત્યાં સુધી માદવ ન આવે અને જ્યાં સુધી માર્દવ ન આવે ત્યાં સુધી આર્જવ ન આવે. આ રીતે આત્મવિકાસમાં માર્દવનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. જ્યાં સુધી મદ છે, અભિમાન છે ત્યાં સુધી માર્દવ ન આવે. મદ મુખ્યત્વે આઠ પ્રકારના બતાવાય છે. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે : अट्ठ मयाणे पण्णते, तं जहा-जातिमए, कुलमए, बलमए रुवमए, तवमए, सुयमए, लाभमए, इस्सरियमए । [ આઠ મદસ્થાન કહ્યાં છે, જેમ કે – (૧) જાતિમદ, (૨) કુલમદ, (૩) બલમદ, (૪) રૂપમદ, (૫) તપમદ, (૬) શ્રતમદ, (૭) લાભમદ અને (૮) ઐશ્વર્યમદ. ] આ આઠ પ્રકારનાં મદસ્થાન તે મોટાં અને મુખ્ય મુખ્ય છે. (ક્યારેક એનાં નામ અને ક્રમમાં ફરક હોય છે.) તદુપરાંત પણ બીજા નાના પ્રકારો હોઈ શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378