Book Title: Jintattva Granth 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 277
________________ ૨૬૭ લેશ્યા છે. અધ્યવસાયો અનુસાર લેશ્યા હોય છે. અધ્યવસાય બદલાય તો લેશ્યા બદલાય. ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં લેશ્યા કે તેને મળતી વિચારણા થયેલી છે. મહાભારતના “શાન્તિપર્વની “વૃત્રગીતામાં કહ્યું છે : षड् जीववर्णाः परमं प्रमाणं कृष्णो धूम्रो नीलमथास्य मध्यम् । रक्तं पुन: सह्यतरं सुखं तु हारिद्रवर्णं सुसुखं च शुक्लम् ।। મહાભારતમાં વર્ણ (રંગ) અનુસાર જીવના છ વિભાગ પાડવામાં આવ્યા છે : આ છ વર્ણ છે – કૃષ્ણ, ધૂમ્ર, નીલ, રક્ત, હારિદ્ર તથા શુકલ. એમાં કૃષ્ણ વર્ણવાળા જીવ ઓછામાં ઓછું સુખ પામે છે. ધૂમ્ર વર્ણવાળા જીવો એનાથી કંઈક અધિક તથા નીલ વર્ણવાળા મધ્યમ સુખ પામે છે. રક્ત વર્ણવાળા સુખ-દુખ સહન કરવાને યોગ્ય હોય છે. હારિદ્ર (પીળા) વર્ણવાળા સુખી હોય છે અને શુકલ વર્ણવાળા પરમ સુખી હોય છે. આ શ્લોકની ટીકામાં કહ્યું છે કે જ્યારે તમોગુણની અધિકતા, સત્ત્વગુણની ન્યૂનતા અને રજોગુણની સમ અવસ્થા હોય ત્યારે કૃષ્ણ વર્ણ હોય છે. આ રીતે એક ગુણની અધિકતા, બીજા ગુણની સમ અવસ્થા અને ત્રીજા ગુણની ન્યૂનતા હોય તો તે પ્રમાણે જીવના જુદા જુદા વર્ણ થાય છે. શુકલ વર્ણમાં તમોગુણની ન્યૂનતા, રજોગુણની સમ અવસ્થા અને સત્ત્વગુણની અધિકતા હોય છે. પાતંજલ યોગદર્શનમાં કહ્યું છે કે ચિત્તના કૃષ્ણ, અકૃષ્ણ-અશુકલ અને શુકલ એમ ત્રણ પ્રકાર છે. ગોશાલકના આજીવક સંપ્રદાયમાં અને બૌદ્ધ ધર્મમાં લેયાને માટે અભિજાતિ” શબ્દ પ્રયોજાયો છે. બૌદ્ધોના અંગુત્તરનિકાય' ગ્રંથમાં શિષ્ય આનંદ પૂરણકશ્યપનો સંદર્ભ આપીને ભગવાન બુદ્ધને કહે છે કે “ભદન્ત ! પૂરણકશ્યપે કૃષ્ણ, નીલ, લોહિત, હારિદ્ર, શુકલ તથા પરમ શુકલ એવા વર્ણવાળી છ અભિજાતિઓ કહી છે; જેમ કે ખાટકી, પારધિ વગેરે માણસોની અભિજાતિ કૃષ્ણ વર્ણની કહી છે.' જૈન ધર્મમાં શ્રી ભગવતીસૂત્રમાં કહ્યું છે તે પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાન મહાવીરસ્વામી કહે છે કે વેશ્યાઓ છે પ્રકારની છે : कड़ णं भन्ते, लेस्साओ पन्नात्ताओ ! गोयमा ! छलेस्साओ पन्नात्ताओ, तं जहा - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378