Book Title: Jintattva Granth 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 299
________________ અનર્થદંડ વિરમણ ૨૮૯ છે તે નિષ્કારણ હોવાથી “અનર્થ દંડ' કહેવાય છે અને એનો ત્યાગ એ ત્રીજું ગુણવ્રત છે. ]. વળી કહ્યું છે : जं इंदियसयणाई पडुच्च पावं करेज्ज सो होई । अत्थे दंडो त्ति अन्ने उ अणत्थदंडो त्ति ।। [ ઇન્દ્રિયો અને સ્વજનાદિને અંગે જે પાપ કરવામાં આવે તે અર્થ દંડ (સપ્રયોજનદંડ) છે અને તે સિવાયનાં અનર્થદંડ છે. ] શ્રી સમસ્તૂભદ્રાચાર્યે “રત્નકરંડક શ્રાવકાચાર'માં કહ્યું છે : आभ्यन्तरं दिगवधेरपार्थिकेभ्य: सपापयोगेभ्यः ।। विरमणमनर्थदण्डव्रतं विदुर्वतधराग्रण्यः । [ દિશાઓની અવધિ – દિક્પરિમાણ વ્રતની અંદર રહીને પ્રયોજનરહિત પાપોનાં કારણોથી વિરક્ત રહેવાના વ્રતને, વ્રત ધારણ કરનાર પુરુષોમાં અગ્રગણ્ય એવા પુરુષો, અનર્થદંડ વ્રત કહે છે. ] “સવાર્થસિદ્ધિ માં કહ્યું છે : મત્યુવારે પાપાનદેતુરનર્થદુ : ' અર્થાત્ જેમાં ઉપકાર ન થવાનો હોય અને પાપની પ્રાપ્તિ થવાની હોય એવી પ્રવૃત્તિ તે અનર્થદંડ છે. અનર્થદંડની વ્યાખ્યા આપતાં “ઉપદેશ પ્રાસાદ'માં શ્રી લક્ષ્મસૂરિએ કહ્યું છે : शरीराद्यर्थदण्डस्य प्रतिपक्षतया स्थितः । योऽनर्थदण्डस्तत्त्यागः तृतीयं तु गुणव्रतम् ।। [ શરીર આદિ માટે થતું પાપ તે અર્થદંડ કહેવાય. તેનાથી પ્રતિપક્ષતાવાળું (એટલે વિપરીતતાવાળું) તે અનર્થદંડ છે. તેનો ત્યાગ એ તૃતીય ગુણવ્રત છે.] अद्वेण तं न बंधइ, जमणद्वेणं तु थेवबहुभावा । अढे कालाईआ, नियामगा न तु अणट्ठाए ।। [ અનર્થદંડથી જેટલું પાપ બંધાય છે તેટલું અર્થદંડથી બંધાતું નથી. અર્થદંડમાં કાલાદિ (દ્રવ્ય, ક્ષેત્રાદિ) નિયમિત છે અને અનર્થદંડમાં નથી. ] અર્થદંડ કરતાં અનર્થદંડમાં પાપ વધારે બંધાય છે, કારણ કે એમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ વગેરેની કોઈ મર્યાદા હોતી નથી. અનર્થદંડના પ્રકાર માટે કહ્યું છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378