Book Title: Jintattva Granth 2
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 261
________________ ૨૫૧ પુદ્ગલ – પરાવર્ત ક્રિયામાં જે પુદ્ગલોનું આપણે વિસર્જન કરીએ છીએ એનું પ્રમાણ પણ એટલું જ મોટું છે. શ્વાસોચ્છવાસમાં પ્રાણવાયુનો ઉપયોગ એક જિંદગીમાં જે થાય છે એનો હિસાબ તો કેવી રીતે થઈ શકે ? આપણે જે પુદ્ગલ પરમાણુઓ ભોજનાદિમાં ગ્રહણ કરીએ છીએ અને એનું ઊંઝન-વિસર્જન કરીએ છીએ એમાં દરેક વખતે એના એ જ પરમાણુ નથી હોતા. પ્રત્યેક વેળા જૂનાની સાથે કેટલાયે નવા પરમાણુઓનું પણ ગ્રહણવિસર્જન થાય છે. આ બધાંનો હિસાબ કોણ રાખે ? અને આ તો વર્તમાન જીવન પૂરતી વાત થઈ. ભૂતકાળમાં જે અનંત જન્મો એકેન્દ્રિયથી મનુષ્યપણા સુધીમાં પસાર થઈ ગયા તેનો હિસાબ પણ વિચારવો જોઈએ. જીવ જે પુદ્ગલ પરમાણુઓનું ગ્રહણ – વિસર્જન જન્મજન્માન્તરથી કરતો આવ્યો છે તેને માટે પારિભાષિક વિચારણા જૈન ધર્મમાં વ્યવસ્થિત રીતે થયેલી છે. આ પ્રક્રિયાને તદ્દન સાદી રીતે સામાન્ય દૃષ્ટિએ સમજાવવી હોય તો એમ કહેવાય કે ચૌદ રાજલોકમાં રહેલા તમામે તમામ પુદ્ગલ પરમાણુઓનું કોઈપણ જીવ ગ્રહણવિસર્જન પૂર્ણ કરે એને એક પુદગલ પરાવર્ત કહેવામાં આવે છે. જો કે આટલી વાત પૂરતી નથી. કારણ કે આ પરાવર્તના સ્વરૂપ, ક્રમ ઇત્યાદિ વિશે આપણા આગમગ્રંથોમાં ગહન વિચારણા થયેલી છે. પુદ્ગલ શબ્દ પુર અને ત્નિ એવાં બે પદોનો બનેલો છે. પુ (અથવા પુ) એટલે પૂરણ, એટલે પુરાવું, ભેગા થવું, જોડાવું ઇત્યાદિ. મન એટલે ગલન, એટલે કે ગળી જવું, છૂટા પડવું, જુદા થવું. આમ, પુદ્ગલ એટલે એવું દ્રવ્ય કે જેનામાં સંયોજન અને વિભાજનની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. છ દ્રવ્યોમાંથી બીજો કોઈ દ્રવ્યમાં આવી સંયોજન, વિભાજનની ક્રિયા થતી નથી. એક માત્ર પુદ્ગલ દ્રવ્યની જ આ વિશિષ્ટતા છે. પુદ્ગલ (પ્રા. પુગ્ગલ, પોગ્ગલ) શબ્દની વ્યાખ્યા “પ્રવચન સારોદ્વાર' ટીકામાં નીચે પ્રમાણે આપવામાં આવી છે : - द्रव्याद् गलन्ति - वियुज्यन्ते किंचित् द्रव्यं स्वसंयोगत: पूरयन्ति - पुष्टं હુર્વત્તિ પુકાના: | ( જે દ્રવ્યથી ગલિત થાય છે, વિયુક્ત થાય છે અને સ્વસંયોગથી કિંચિત્ પુષ્ટ કરે છે તે મુદ્દગલ છે. ] બીજી વ્યાખ્યા છે : पूरणगलणत्तणत्तो पुग्गलो । અથવા પૂરપાટુ મતના પુરાતા: | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378