________________
[૧૧] પંજિકા–વ્યાખ્યાના પ્રારંભમાં અને પ્રાંતમાં એની સ્પષ્ટતા કરેલી હોવાથી વાચકે એ વાંચી-વિચારી શકશે.
- આ આચાર્ય જીવદેવ કોણ? એ કયારે થયા ? તેનો પરિચય કયાંય મળે છે કે કેમ ? આ ગ્રંથની રચના કયારે થઈ ? તે સંબંધમાં અન્વેષણ કરતાં જણાય છે કે-માળવાના વિદ્યાપ્રેમી પ્રસિદ્ધ મહારાજા મુંજ અને ભોજના સમકાલીન, તેમની કવિ-સભાના ભૂષણરૂપ માનનીય મહાકવિ ધનપાલે સુપ્રસિદ્ધ મહાકવિ બાણ ભટ્ટની સં. ગદ્યબદ્ધ કાદંબરી કથા સાથે સ્પર્ધા કરતી જે તિલકમંજરી કથાની રચના કરેલી છે, જે નિ. સા. પ્રેસ, મુંબઈની કાવ્યમાલા નં. ૮૫માં સન ૧૯૦૩માં પ્રકાશિત છે. તેના પ્રારંભમાં પૂર્વકવિઓની રચનાઓનું સંસ્મરણ કરતાં ૨૪મું પદ્ય આ પ્રમાણે ઉચ્ચારેલું જોવાય છે – બાપુ પ્રવધેy, રસ-
નિમિ : | રાતે નવ વસ્ત્ર, વારઃ પવિતા પુત્ર છે ”
ભાવાર્થ –પ્રાકૃત પ્રબંધમાં રસ ઝરતાં પદે વડે, જીવદેવની વાચા (વાણી) પલવિત થઈ હોય, તેવી શોભે છે.
એવી રીતે વિ. સંવત ૧૧૯૯માં કુમારપાલ મહારાજાના રાજ્યપ્રારંભમાં માંડલમાં પ્રાકૃત ભાષામાં દસહજાર શ્લેક–પ્રમાણુ રચેલા વિસ્તૃત સુપાર્શ્વનાથ ચરિત્ર(સુપાસનાહ–ચરિય)માં લમણગણિએ પણ પૂર્વકવિઓનું સંસ્મરણ કરતાં પ્રાકૃત પ્રબંધ-કવિ શ્રી જીવદેવની વાણીની પ્રશંસા કરતાં જણાવ્યું છે કે" मंदार-मंजरिं पिव, सुरा वि सवणावयं सयं णिति । પાવાવ-વંધ-ફળો, વાળ સિરિઝવવરણ ”
–સુપાસનાહ–ચરિય ભા. ૧, ગા. ૧૧ [પં. હરગોવિંદદાસ-સંપાદિત જૈન વિવિધ સાહિત્ય–શાસ્ત્રમાલામાં સં. ૧૯૭૪માં પ્ર. ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org