________________
૩૫
જીવવિચાર રાસ એક અધ્યયન કાળક્રમે રાસમાંથી ઉત્કટ ગેય તત્ત્વ અને અભિનય તત્વ લુપ્ત થયું અને એતિહાસિક, પૌરાણિક, સામાજિક કથાઓ અને પ્રસંગોનું નિરૂપણ ઉમેરાયું. એથી એ સ્વરૂપ વધારે વ્યાપવાળું બન્યું. આ રીતે ‘પાસ’ માંથી ‘રાસાનું સ્વરૂપ ઘડાયું અને એ પ્રબંધ સાહિત્યની નજીક આવ્યું અને પછી એ આવી કૃતિઓ ‘રાસા” કે પ્રબંધના નામે વહેતી થઈ. ક્વચિત એનો ચરિત્ર તરીકે પણ ઉલ્લેખ શરૂ થયો.
(ભગવદ્ ગોમંડળ - લે. ભગવતસિંહજી. પૃ. ૭૬૩૬) ‘રૂપચંદ કુંવર રાસ” (૨.સં. ૧૬૩૭) ના કવિ નયસુંદરે છેવટના છઠ્ઠા ખંડની નીચેની કડીઓમાં ‘રાસ’ની વ્યાખ્યાન શોલી પર વેધક પ્રકાશ પાડ્યો છે.
કેતો ચરિત્ર માંહેલો ચરી, કેતો કહ્યો સ્વબુદ્ધ કરી, કેતી વાત સુણી તે કહી અધિકું ઓછું ખમી સહી.
વીતરાગના વચન વિરૂદ્ધ જે મેં કોઈ કહ્યું અશુદ્ધ, જિનવર સંઘ સાખે જાણજો, તે મુજ મિથ્યા દુષ્કૃત હોજો.
પ્રથમ શૃંગાર રસ થાપિયો, છેડો શાંત રસે વ્યાપિયો,
બોલ્યા ચાર પદારથ કામ, શ્રવણ સુધારસ રાસ સુનામ.” આ પંક્તિઓ રાસની રચના માટે ઘણું બધું કહી દે છે.
રાસ શબ્દની સોનોગ્રાફી ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન’ પૃષ્ઠ ર૮માં કે. કા. શાસ્ત્રીએ રાસની વ્યુત્પતિ નીચે પ્રમાણે બતાવી છે.
“રસ’ અને ‘દાસ’ નો સંબંધ ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ અવશ્ય છે. સંસ્કૃત ભાષામાં મૂળ એક ધાતુ રસ્ છે. જેનો અર્થ ગાજવું અને પછીથી વખાણવું એવો પણ થાય છે. ‘ગાજવા’ ને પરિણામે મેઘમાંથી છૂટતા પ્રવાહી જલના અર્થ દ્વારા પછી ચાવતુ પ્રવાહી પદાર્થોનો વાચક ‘રસ’ શબ્દ બન્યો, પછીથી આસ્વાદવાચક અને એમાંથી કવિતાના રસોમાં પણ પરિણમ્યો છે. આ જ ધાતુ ઉપરથી સંસ્કૃતમાં એક ‘રામ્’ ધાતુ માટેથી બૂમ પાડવાના અર્થમાં પ્રયોજાયો છે. આ પાછલા ધાતુએ પછી રાસ શબ્દ આપ્યો છે.”
આ ‘રાસ’ નો મૂળ અર્થ ‘ગર્જના’ ‘અવાજ છે. પછીથી એ વિશિષ્ટ માત્રામેળ સમગ્ર જીંદજાતિ માટે – એમાંથી પાછો એક બે છંદને માટે, અને સ્વતંત્ર રીતે ગેય ઉપરૂપકનો વાચક બની સમુહનૃત્યમાં વ્યાપક બન્યો. આમ આમાં કાવ્યશાસ્ત્રના ‘રસ નો સીધો સંબંધ જડી શકતો નથી. બંનેના મૂળ એક છતાં વસ્તુસ્થિતિએ ગેય રૂપકનો વાચક બન્યા પછી વસ્તુમાં કાવ્યગત રસનું સંમિશ્રણ અનિવાર્ય બન્યું માટે જ આવા રાસ - કાવ્યો રસાયન બન્યા હોય. ‘રાસયુગના ફાગુ કાવ્યોમાં ‘રાસક છંદ વપરાયો છે. તે ત્યાં એટલા ભાગમાં સમૂહનૃત્યનો ખ્યાલ આપતો લાગે છે, રાસક સિવાયની વસ્તુ ‘સામી’ જેમ ઊભાં ઊભાં માત્ર ગવાતી