Book Title: Jambuswami Charitra Author(s): Vrajlal Girdharlal Shah Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય યથાર્થ તત્ત્વજ્ઞાન જેમ પદાર્થનો-આત્માનો સાચો બોધ કરાવી જીવનમાં આત્મતિનો માર્ગ પ્રગટ કરે છે, તેમ તીર્થંકરો, મુનિભગવંતો અને સાધક ધર્માત્માઓનાં જીવનચરિત્ર પણ જીવોને આત્મહિતની પ્રેરણા આપે છે. તીર્થંકરાદિ મહાપુરુષોનાં પ્રથમાનુયોગકથિત જીવનચરિત્રથી આત્મસાધના અને તેના ફળનું યથાર્થ જ્ઞાન થાય છે. સુવર્ણપુરીનાં ભવ્ય જિનાલયોમાં પ્રશમમૂર્તિ ભગવતી પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનાં માર્ગદર્શન તળે ઉત્કીર્ણ તીર્થંકરાદિ મહાપુરુષોનાં મનોજ્ઞ ચિત્રપટ મુમુક્ષુ જીવોને સાધના અને તેના ફળનું ચિત્રમય દર્શન કરાવી તે મહાપુરુષોનાં જીવનચરિત્ર જાણવાની મંગળ પ્રેરણા આપે છે. તેથી આ કાળના ભરતક્ષેત્રના અંતિમ કેવળી શ્રી જંબૂસ્વામીનું જીવનચરિત્ર પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી દ્વારા પ્રવૃત્ત ધર્મપ્રભાવનાના સાતિશય યોગ તળે પ્રકાશિત કરતાં અતિ હર્ષ થાય છે. તીર્થંકરો, મુનિભગવંતો તથા સાધક ધર્માત્માઓનાં આત્મહિત હેતુએ જીવનચરિત્ર જાણવાની આપણા મુમુક્ષુ સમાજમાં જે કાંઈ જિજ્ઞાસા દેખાય છે, તે પરમપૂજ્ય સદ્દગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં અધ્યાત્મઉપદેશનાં પ્રતાપે જ છે અને તે વર્તમાનમાં સ્વાનુભૂતિ પરિણત પ્રશમમૂર્તિ પૂજ્ય ભગવતીમાતા ચંપાબેનના Please inform us of any errors on rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57