Book Title: Jambuswami Charitra
Author(s): Vrajlal Girdharlal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 32
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૨૫ ભાગ્ય ! આજે આપણને આવા મહાન પુરુષના દર્શન થયા. અહીં ! ધન્ય છે એની માતાને! જેણે આવા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો અને ધન્ય છે એના પિતાને! જેમણે આમનું લાડ-પ્યારથી પાલન-પોષણ કર્યું. ધન્ય છે તે ગુરુને! જેમણે આવી અપૂર્વ વિદ્યા શિખવી. જ્યાં જ્યાં એમના પગલાં પડે છે તે ભૂમિને પણ ધન્ય છે. સ્વામી એ જે વસ્ત્રાભૂષણ પહેર્યા છે તે પવિત્ર થઈ ગયા છે. જ્યાં સ્વામી જલક્રીડા કરે છે તે નદી-નાળાનેય ધન્ય છે!” આમ નગરના નરનારીઓ પ્રશંસા કરતાં, આશીર્વાદ આપીને સ્વામી ઉપ૨ પુષ્પવૃષ્ટિ કરતા હતા. આ પ્રમાણે સ્વામી નગરજનોને આનંદિત કરતાં કરતાં, તેમના દ્વારા સન્માન પામતાં પામતાં અને બધાને યથાયોગ્ય પુરસ્કાર આપતાં ચાલી રહ્યાં હતા, જાણે કે દેવોની મધ્યમાં ઇન્દ્ર ન ચાલી રહ્યો હોય! એમનું અનુપમ રૂપ જોઈને સ્ત્રી-પુરુષો અત્યંત વિહ્વળ બની જતા હતા. કોઈ સ્ત્રી પોતાના બાળકને ધવરાવતી હતી તે સ્વામી આવવાની ખબર સાંભળીને એકદમ દોડી ગઈ અને બાળક પૃથ્વી ઉપર પડી ગયું; તેની પણ એને ખબર રહી નહિં. કેટલીક આંજણ આંજતી હતી ત્યાં એક આંખમાં આંજણ આંજ્યા પછી સવારીનો અવાજ સાંભળીને આંજણની ડબ્બી હાથમાં લઈને અને બીજા હાથની આંગળી ઉપર આંજણ લગાવીને જ દોડી આવી. કોઈ પતિને ભોજન પીરસતી હતી તે હાથમાં ચમચા સહિત દરવાજાની બહાર નીકળી ગઈ. કોઈ વસ્ત્ર બદલતી હતી તે અર્ધું વસ્ત્ર પહેરીને તેને હાથમાં પકડીને બહાર નીકળી ગઈ. કોઈ ઘરમાં સાફસૂફી કરતી હતી તે સાવરણી હાથમાં લઈને જ બહાર ધસી આવી. કોઈ પાણી ભરવા જતી હતી તે રસ્તામાં જ ઊભી રહી ગઈ. જે પાણી ભરી રહી હતી તે કૂવામાં ઘડો નાખીને એમને એમ ઊભી રહી ગઈ. જે પુરુષો દુકાનમાં બેસીને રોકડ ગણતા હતા તે સ્વામીને જોઈને Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57