________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર
(૪૩ |
પુરુષોના દષ્ટાંત આપ્યા પણ કાંઈ ફળ ન થયું. ત્યારે લાચાર બનીને કહ્યું કે “હે બાળક, આમ તો સંસારમાં બીજા ઘણા માણસો છે, ત્યાં કોણ કોને સમજાવવા જાય છે? પરંતુ તું અમારા ઘરનો પુત્ર છો માટે વડીલોનું કહેવું માનવું તે જ ઉચિત છે. જાઓ, જે ઘણી તૃષ્ણા કરે છે તે અવશ્ય દુઃખ પામે છે.
સાંભળ, એક કથા કહું છું કે કોઈ જંગલમાં એક ઊંટ ચરવા માટે ગયું હતું એવામાં કૂવાની પાસેના એક વૃક્ષનાં પાંદડા તોડી તોડીને ખાવા લાગ્યું. ખાતા ખાતા જેવું પાંદડું તોડવા માટે મોટું ઊંચું કર્યું ત્યાં અચાનક ઝાડ ઉપરના મધપૂડામાંથી મધનું એક ટીપું આવીને મોઢામાં પડ્યું, તેનો મીઠો સ્વાદ સારો લાગ્યો એટલે વધારેની ઈચ્છા કરીને ઉપર જોવા લાગ્યું અને જ્યારે લાંબ સમય સુધી ટીપું પડ્યું નહિ એટલે મોટું ઊંચે લંબાવ્યું પણ મધપૂડો ઊંચે હોવાથી મોટું ત્યાં સુધી પહોંચી શક્યું નહિ. એટલે ઊંચે કૂદકો માર્યો અને કૂદતા જ કૂવામાં જઈને પડ્યું અને ત્યાંજ તરફડી તરફડી મરી ગયું. માટે હું બાળક !
“તૃષ્ણા પરભવકી તજો, ભોગો સુખ ભરપૂર વર્તમાન તજ આગવત, દેખે સો નર કૂર. તન ધન યૌવન સુલંદજન, ઘર સુન્દરિ વર નાર;
ઐસા સુખ ફિર નહિં મિલે, કરે કોટિ ઉપચાર.”
ત્યારે સ્વામીએ કહ્યું- “મામા! એક કથા હું કહું. એક શેઠ પરદેશ જતા હતા. રસ્તામાં તેમને તરસ લાગી એટલે તે વ્યાકુળ બનીને એક વૃક્ષ નીચે જઈને બેઠા. ત્યાં તેમને ચોરોએ ઘેરી લીધા અને. તેમનું બધું ધન લૂટી લીધું. પહેલાની એક તો તરસનું દુઃખ અને બીજું ધન લુંટાઈ ગયાનું દુઃખ એમ તેમનું દુ:ખ બમણું થઈ ગયું. તે ત્યાં ઉદાસ થઈને પડી રહ્યા. તેમને કોઈ પણ રીતે ઊંઘ આવી ગઈ. તેમણે સ્વપ્નમાં એક નિર્મળ જળથી ભરેલો ગંભીર સમુદ્ર જોયો. એટલે તરત પાણી પીવા માટે જીભ ફેરવવા લાગ્યા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com