Book Title: Jambuswami Charitra
Author(s): Vrajlal Girdharlal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 44
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૩૭. આ પ્રમાણે તે દશબાર ગાઉ સુધી આગળ નીકળી ગયો. એટલામાં એક મોટો મગર નીકળ્યો. અને તે મડદાને ગળી ગયો એટલે પેલો લોભી કાગડો ઉડ્યો અને ઇચ્છયું કે હવે ક્યાંક નીકળી જાઉં. પણ જાય ક્યાં ? ચારે તરફ તો પાણી વહી રહ્યું હતું. તે આમતેમ ઘણું ભટક્યો પણ ક્યાંય જઈ ન શક્યો. છેવટે લાચાર થઈને તે જ નદીના પ્રવાહમાં પડીને તણાઈ ગયો. જો તે કાગડો અધિક લોભ ન કરતાં બીજા કાગડાની જેમ ઉડી ગયો હોત તો આ પ્રમાણે પ્રાણ કેમ ગુમાવત? “વાયસ જો તૃષ્ણા કરી, બૂડો સાગર માંહ મો બૂડતો કાઢિ હૈ, સો તુમ દેહુ બતાય.” આ કથા સાંભળી પદ્મશ્રી નિરુત્તર થઈ ગઈ. ત્યારે બીજી સ્ત્રી કનકશ્રી કહેવા લાગી-“હે નાથ! સાંભળો, એક પહાડ ઉપર એક વાંદરો રહેતો હતો તે એક વખત પગ ખસી જવાથી નીચે પથ્થર પર પડીને મરી ગયો અને કર્મના સંયોગે વિદ્યાધર થયો, એક દિવસ તેણે મુનિ પાસે જઈને પોતાના ભવાંતર પૂછયાં. મુનિએ તેના પૂર્વભવની હકીકત કહી સંભળાવી. એ સાંભળીને વિદ્યાધર ઘેર ગયો અને પોતાની પત્નીને બધી વાત સાંભળાવીને કહ્યું કે એકવાર હું પહાડ પરથી પડ્યો તો વાંદરામાંથી માણસ થયો અને હવે જો પડીશ તો દેવ થઈશ. તેની પત્નીએ તેને ખૂબ સમજાવ્યો પણ તે મૂર્ખ માન્યો નહિં અને હઠ કરીને પર્વત ઉપરથી પડતું મૂકયું. ખગ હઠકર ગિરિસે ગિરા, બંદર હુઆ નિદાન; ત્યાં સ્વામી હઠ કરત હો, આગે દુઃખ નિદાન.” “હે નાથ! હુંઠ સારી નથી, પ્રસન્ન થાવ.” ત્યારે સ્વામીએ ઉત્તર આપ્યો-“સાંભળો! વિંધ્યાચલ પર્વત ઉપર એક વાંદરો રહેતો હતો. તે ખૂબ કામી-વિષયી હતો. તેથી પોતાના બધા સાથીઓને મારી નાખીને એકલો વિષયમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57