Book Title: Jambuswami Charitra
Author(s): Vrajlal Girdharlal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 42
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર (૩પ | કહેવું નહિં માનો તો હું મારી સખીઓને એમ કહીશ કે મારા પતિ મહામૂર્ખ છે. મારી તરફ જોતા જ નથી. તે શૃંગારરસ વિષે કાંઈ જાણતા નથી. તેમનામાં હાસ્યરસ પણ નથી, કળા ચતુરાઈમાં તો સમજતા જ નથી અને કોકશાસ્ત્રનું તો તેમણે નામેય સાંભળ્યું નથી. નાયિકાભેદ વિષેતો બિચારા શું જાણતા હોય? અરે બહેનો! ઉઠો, એમના મનમાં આવ્યું તે સાચું. હવે તપ કરો, ચાલો જલ્દી જેથી સ્વર્ગ મળી જાય. જુઓ તો ખરા! એમની બુદ્ધિની પહોંચ ! સરોવર (ઇન્દ્રિય વિષયો) ને છોડીને ઝાકળના ટીપા (સ્વર્ગ) ની આશા કરે છે. ભલા, જે ગોદમાં હોય તેને તો છોડી દે અને ગર્ભની આશા કરે, તેનાથી અધિક મૂર્ખ કોણ હોય? ત્યારે ત્રણે બોલી “બહેન! તું કહે તે સાચું.” ત્યારે પદ્મશ્રી પુનઃ કહેવા લાગી- “કોઈ ગામમાં એક ખેતી કરનાર કાછિયો રહેતો હતો. તેના ઘરે એક કમાઊ પુત્ર અને શ્રી હુતા. સમય થતાં શ્રી મૃત્યુ પામી. એટલે તે કાછિયાએ ફરીથી લગ્ન કર્યા. જ્યારે તે નવી કાછણ આવી ત્યારે તે પતિ ઉપર પ્રસન્ન ન થઈ. પતિએ કારણ પૂછ્યું ત્યારે તેણીએ કહ્યું કે “તમે તમારા દીકરાને મારી નાખો તો હું રાજી થાઉં કારણકે જ્યારે મારા પેટ પુત્ર અવતરશે ત્યારે આ તેને દાસ જેવો ગણશે અને બહુ દુઃખ આપશે ઇત્યાદિ.” તે કાછિયાએ કહ્યું કે “હાલી ! જો હું એને મારું તો રાજા મને શિક્ષા કરે, સગાવ્હાલા અને જ્ઞાતિપંચ મને નાતબહાર મૂકે, માટે આવું અધર્મ કાર્ય હું કેમ કરું?” ત્યારે સ્ત્રીએ કહ્યું “હું તમને ઉપાય બતાવું છું તે પ્રમાણે કરો. સવારમાં તમે બન્ને હળ લઈને ખેતરમાં જજો. અને તેમાંથી એક હળ પુત્રને આપીને તેને આગળ કરજો અને મારકણા બળદને તમારા હળ સાથે જોડીને તમે પાછળ પાછળ હળ ચલાવજો અને પેલાને ધ્યાન ન પડે તેમ બળદને છૂટો કરી દેજો એટલે તે જઈને Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57