Book Title: Jambuswami Charitra
Author(s): Vrajlal Girdharlal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 9
________________ ૨) Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી જંબૂસ્વામી-ચરિત્ર ગયા છે. સુદર્શનમેરુની આસપાસનું ક્ષેત્ર જે પૂર્વથી પશ્ચિમ સમુદ્ર સુધી બે મહાપર્વતોની મધ્યમાં આવેલું છે, તેનું નામ વિદેહક્ષેત્ર છે. અહીં સદૈવ ( ઓછામાં ઓછા) ૨૦ તીર્થંકર વિદ્યમાન રહે છે. તેમના અનાદિથી આ જ નામ રહેતા આવ્યા છે. સીમંધર, યુગમંધર, બાહુ, સુબાહુ, સંજાતક, સ્વયંપ્રભુ, ઋષભાનન, અનંતવીર્ય, સૂરપ્રભુ, વિશાલકીર્તિ, વજ્રધર, ચંદ્રાનન, ચંદ્રબાહુ, ભુજંગમ, ઈશ્વર, નેમિપ્રભુ, વીષેણ, મહાભદ્ર, દેવયશ, અજિતવીર્ય. અહીંના મનુષ્યોના આયુષ્ય, કાળ, બળ, વીર્યાદિ સદૈવ ચોથાકાળના મનુષ્યોનાં જેવડા હોય છે તથા સદૈવ આ ક્ષેત્રમાંથી જીવો કર્મનો નાશ કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે અર્થાત્ અહીં કાળચક્રનું પરિવર્તન હોતું નથી તેથી જ એનું નામ વિદેક્ષેત્ર પડયું છે. તે મહાપર્વતોની બન્ને તરફ ભરત ઐરાવત, હૈમવત, હરિ, રમ્યક, ઔરણ્યવત્ એવા છ બીજા ક્ષેત્રો છે. એમાંથી ઐરાવત ઉત્તર તરફ અને ભરત નામનું ક્ષેત્ર દક્ષિણ તરફ બિલ્કુલ સમુદ્ર કિનારે છે. આ બન્નેની વચ્ચે એકેક વિજયાર્ધ પર્વત આવવાથી બબ્બે ભાગ થઈ ગયા છે અને મહાપર્વતોમાંથી બબ્બે મહાનદી નીકળીને ઉત્તર દક્ષિણ સમુદ્રમાં જઈને મળી છે, જેથી એક ભાગના ત્રણ ત્રણ ભાગ થઈ ગયા છે. આ બધા મળીને બન્ને ક્ષેત્રના છ છ ભાગ થયા; અર્થાત્ છ ઐરાવતના અને છ ભરતના. આ છ છ ખંડોમાંથી અત્યંત ઉત્તર અને દક્ષિણ ભાગમાં સમુદ્રની પાસે આવેલો એક એક આર્યખંડ છે અને એની ત્રણે દિશાઓમાં પાંચ પાંચ મ્લેચ્છખંડ છે. આ જ આર્યખંડોમાં ત્રેસઠ શલાકાદિ ઉત્તમ પુરુષોની ઉત્પત્તિ થાય છે અને આ જ ખંડોમાં અવસર્પિણી, ઉત્સર્પિણી ના સુષમા-સુષમા આદિ છ કાળોનું પરિવર્તન થાય છે. આ જ ભરતક્ષેત્રના આર્યખંડમાં એક મગધ નામનો દેશ અને રાજગૃહી નામની નગરી છે. એની જ પાસે ઉદયગિરિ, સોનાગિરિ, ખંગિરિ, રત્નાગિરિ અને વિપુલાચલ નામની પાંચ પહાડીઓ છે. આ પહાડીઓને લીધે આ સ્થળ અત્યંત મનોજ્ઞ જણાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57