Book Title: Jambuswami Charitra
Author(s): Vrajlal Girdharlal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી જંબૂસ્વામી-ચરિત્ર પૂર્વે આ નગરીની શોભા અવર્ણનીય હતી. વિધવિધ પ્રકારના વન, ઉપવન, કૂવા, વાવ, તળાવ, નદી આદિ થી શોભતી હતી. ચારે તરફ મોટા મોટા ઊંચા ગગનચુંબી મહેલો અને ઠેકઠેકાણે જિનમંદિરો એવા બન્યા હતાં જાણે કે અકૃત્રિમ ચૈયાલયો જ હોય! તે મંદિરોમાં ભાતભાતના ચિત્રો ચિતરેલાં હતાં- ક્યાંક સ્વર્ગની સંપત્તિ નજરે પડતી હતી. તો ક્યાંક નરકની વેદના દેખાતી હતી, ક્યાંક તિર્યંચગતિના દુઃખોનું દશ્ય દેખાતું હતું, તો ક્યાંક રોગી, વિયોગી, શોકમગ્ન નરનારીઓનું ચિત્ર બની રહ્યું હતું, ક્યાંક ભવ-ભોગોથી વિરક્ત પરમ દિગંબર ઋષિ પોતાની ધ્યાન-મુદ્રામાં મગ્ન થઈ ત્રણલોકની સંપતિ તૃણવત ત્યાગીને નિશ્ચળ ધ્યાનમાં મગ્ન થયેલા જણાતા હતા, ક્યાંક શ્રી જિનેન્દ્રની પરમ વીતરાગી મુદ્રા જોઈને તીવ્ર કષાયી જીવ પણ શાંત થઈ ગયો હતો. અર્થાત્ ત્યાં સંસાર દશાનો સારી રીતે અનુભવ થતો હતો. એવા જિનમંદિર તોરણ ધજાપતાકા આદિથી શોભતા હતા. આવી અનેક શોભાવાળી તે નગરી હતી, જ્યાં ભિક્ષુક, ભયભીત અને દરિદ્રી મનુષ્યો તો નજરે જ પડતા નહોતા. અહીંનો મહામંડલેશ્વર રાજનીતિ નિપુણ, ન્યાયી, યશસ્વી અને મહાબળવાન રાજા શ્રેણિક રાજ્ય કરતો હતો. ઘણા મુગટબંધ રાજાઓ તેની આજ્ઞા માનતા હતા. એક સમયે રાજા શ્રેણિક રાજસભામાં બેઠા હતા ત્યારે વનના માળીએ આવીને છએ ઋતુના ફળફૂલોની રાજાને ભેટ આપીને નમ્રતાથી કહ્યું- હે સ્વામી! વિપુલાચલ પર્વત ઉપર અંતિમ તીર્થકર શ્રી મહાવીર જિનનું સમવસરણ આવ્યું છે, તેના પ્રભાવથી આ બધી ઋતુના ફળ અને ફૂલો ખીલી ઊઠયા છે, વાવ, કૂવા, તળાવ વિગેરે બધું ભરાઈ ગયું છે. રાજા આ સમાચાર સાંભળીને ખૂબ આનંદ પામ્યો અને તરત જ સિંહાસન ઉપરથી નીચે ઉતરી સાત પગલા આગળ ચાલીને પ્રભુને પરોક્ષ વંદન કર્યા. પછી મુગટ સિવાયના, તેના શરીર ઉપર તે સમયે જે આભૂષણો હતા તે બધા ઉતારીને Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57