Book Title: Jainsutrama Murtipooja
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માન ભાઈની ચારિત્ર લેવાની અત્યંત ગ્રતા અને તેમની ઉત્કંઠા હોવાથી પાદરાના સંઘને આચાર્ય મહારાજે આ વાત જાહેર કરી અને વકીલ શા. મોહનલાલ હીમચંદભાઈ તથા શેઠ કસ્તુરભાઈ દીપચંદભાઈ તથા વકીલ-છોટાલાલ તથા અમૃતલાલ વનમાળીદાસ વિગેરે સર્વને સર્વ વાત નિવેદન કરી અને સંઘની સમક્ષ પાદરાના મોટા ઉપાશ્રયમાં આચાર્ય મહારાજે ૧૯૬૫ના ફાગણ વદિ ૨ ના રોજ દિક્ષા આપીને મુનિશ્રી અમૃતસાગરજીના શિષ્ય કર્યા અને તેમનું નામ મુનિશ્રી વૃદ્ધિસાગરજી પાડયું. વૃદ્ધિસાગરજીએ ગુરૂ મહારાજની છત્ર છાયામાં રહીને જ્ઞાનાભ્યાસ શરૂ કર્યો. તે ગુરૂમહારાજની તથા સર્વ સાધુની સેવા ચાકરી કરવા લાગ્યા. વિકમ સંવત્ ૧૯૬૫ની સાલનું ચોમાસું અમદાવાદના સંઘના આગ્રહથી આચાર્ય મહારાજ ની સાથે અમૃતસાગરજીએ અમદાવાદમાં કર્યું અને તે વખતે સ્થાનકવાસી પંથમાંથી અમીરૂષિજી વિગેરે સાધુ આવ્યા. તેમને મુનિશ્રી અજીતસાગરજી વિગેરે નામથી દીક્ષા આપી અને પન્યાસ ભાવવિ જયજીના હાથે વડી દીક્ષાનાગ વહેરાવ્યા, અને ત્યાંથી ચોમાસું પુરૂં થવાથી સાણંદ તરફ ગુરૂ મહારાજની સાથે વિહાર કર્યો અને માગશર માસમાં આણંદથી વિહાર કરીને કાંઠ, ધંધુકા, બરવાળા, વળા, સોનગઢ થઈ પાલીતાણામાં પ્રવેશ કર્યો અને પાલીતાણામાં ઓગણીશ દિવસ સુધી વૃદ્ધ ગુરૂ મહારાજની સાથે યાત્રા કરી અને યાત્રાને ઘણે સારે લહાવો લીધે સિદ્ધાચળ ગિરિ ઉપર વૃદ્ધિસાગરજીને પૂર્ણ શ્રદ્ધા હતી. ત્યાંથી વિહાર કરીને ખંભાત વડેદરા થઈ ગુરૂ મહારાજની સાથે વિક્રમ સંવત્ ૧૯૬૬ નું ચોમાસું કરવા માટે સુરતમાં પધાર્યા. વૃદ્ધિસાગરજી મહારાજે સુરતમાં ગુરૂ મહારાજની પાસે પ્રકરણમાં જીવવિચાર, નવત, દડક, લઘુક્ષેત્રસમાસ, બહ૬ક્ષેત્ર સમાસ, મોટી સંગ્રહણીને અભ્યાસ કર્યો અને તેના અર્થ સારી રીતે વાંચ્યા. વૃદ્ધિ સાગરજીની શાન્ત પ્રકૃતિ હતી અને પોતે ગોચરી વહોરવા પધારતા હતા. તેમના ગુણે જોઈને ઝવેરી લલ્લુભાઈ ધરમચંદ તથા ઝવેરી જીવણચંદભાઈ ધરમચંદ વિગેરે શ્રાવકને તેમના ઉપર સારો ભાવ પ્રગટ્યો. તેમની શાન્તાવસ્થા, વિનય, ગુરૂની સેવાભક્તિ તથા ચારિત્રની સ્થિરતા તથા તીવ્ર વૈરાગ્ય એ આદિ ગુણોથી ઘણા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64