Book Title: Jainsutrama Murtipooja
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯:) છે એવા કમલપ્રભાચાર્ય: અપ્રતિબદ્ધ એવા અને સર્વ ગુણના સમૂહ સરખા તે અનેક ગામ, આકર, નગર, પુર, ખેડ, કવડ, મંડપ, દ્રોણમુખ બંદર, સંનિવેશ વિગેરે ઠેકાણે વિહાર કરતા અનેક ભવ્ય જીવોને ધર્મકથાથી પ્રતિબોધ દેતા વિચારે છે. તે કમલભ આચાર્ય ભાગ્યવંત વિહાર કરતા કરતા જ્યાં સાધુવેશ ધારી અસંયતિ રહે છે ત્યાં આવ્યા. તે વેષધારીએ તેને માટે તપસ્વી જાણીને તેની ભક્તિ (‘વંદન” સન્માન કરવા લાગ્યા. કમલપ્રભા આચાર્યું પણ ત્યાં સુખે બેસી તે વેષધારીઓની આગળ કથા કહી. કમલપ્રભ આચાર્ય વિદ્વાન હતા. તેથી સાધુને વેષ ધરનાર આ કુલીંગીઓ, પ્રભુની પૂજા કરે છે તેમ તથા તે સાધુના આચારથી ભ્રષ્ટ છે, એવું જાણયું. પરિચયથી ગુણ અને દોષ માલુમ પડે છે, કમલપ્રભ આચાર્ય ઉપદેશ આપી ત્યાંથી વિચરવા લાગ્યા, ત્યારે તે અસંયતિયે ત્યા आलावो-भयवं जइतुमं चिट्ठइ एगवासरत्तियं चाउमाસિયં પવિતામે ઇત્તિ રચાત્ત મતિ – તુષાणंभीएत्तं कीरउ मणुग्गह अम्हाणं इहेव चाउमासियं ॥ . ભાવાર્થ–હે ભગવાન કમલપ્રભાચાર્ય ! જે તમે વર્ષારતનું ચોમાસું અહીં કરો તે બહુ સારું–અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ કે–તમારું ચોમાસું થવાથી અમારાથી કેટલાંએક દેરાસર થશે. કમલપ્રભાચાર્ય વિચારવા લાગ્યા કે–આ ભ્રષ્ટાચારી લેકે પ્રથમ તે સાધુના માર્ગથી ભ્રષ્ટ છે, પોતે દ્રવ્ય પૂજા કરે છે, દેરાસર કરાવે છે, અને વળી કહે છે કે તમે રહો તે વળી કેટલાંક દેરાસર નવાં થાય. ગ્રહસ્થ શ્રાવક વર્ગ જે દેરાસર કરાવે તથા પ્રભુ પૂજા કરે છે તે જનાજ્ઞા વિરૂદ્ધ નથી, પણ જેમાં તે બાબમાં બિલકુલ દેરાસર જાતે કરવાને તથા દ્રવ્ય પૂજા કરવાને સાધુને અધિકાર નથી, માટે હું તેમના કાર્યમાં કેમ મારી મરજી દેખાડું? તેમ કેમ વળી હું તેમનું વચન પ્રમાણ કરૂં? ભ્રષ્ટાચારી દેવાઈ અસંયતિના કાચૅને મન થકી સારું જાણું નહીં. તેવાં કાર્યોને વચનથી સારાં કહું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64