Book Title: Jainsutrama Murtipooja
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 61
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માન્યતાવાળે સાધુ હોવા છતાં અન્ય સ્થાનકવાસીઓનાં ઉપાશ્રયમાં ભાષણ આપું છું, સ્થાનકવાસી શ્રી રતચંદ્રજી, નાગજીસ્વામી, હર્ષચંદ્રજી, છોટાલાલજી, ખંભાત સંઘાડાના આગેવાન સાધુઓ વગેરે અનેક સાધુઓ જે પરિચયમાં આવ્યો છું અને તેઓ મારા પરિચયમાં આવ્યા છે અને હવે ગુજરાતમાં તે પ્રતિમા સંબંધીની પહેલાંના જેવી ચર્ચા રહી નથી. બને કેમ પોતાની માન્યતા પ્રમાણે વર્તે છે અને નકામી ચર્ચાઓને પૂર્વની પેઠે કરતી નથી, હવે જમાને બદલાયે છે, હવે તે વેતાંબર અને દિગંબર જેનેએ પણ તીર્થના ઝઘડા ટળી જાય અને જેને, અમુક અપેક્ષાએ સવે એક મળીને જેન કેમની સંખ્યા ઘટતી જાય છે તેને ચાંપતા ઉપાયો લે એમ થવું જોઈએ. સર્વ જાતના કોમી પન્થી મુસલમાનેએ એક્ય કરવા માંડ્યું છે. હિંદુઓ હવે હિંદુઓનું સંગઠન કરવા મહાભારત–ભગીરથ પ્રયત્ન કરવા લાગ્યા છે. તેવા સંગમાં જે બન્ને કોમના જેને તીર્થ ઝઘડા કરશે અને લડી મરશે તે તેઓ જેનું નામ ઈતિહાસના પાનામાંથી ભૂંસી નાખશે, હાલના અન્ય ધમીઓની ધાર્મિક સ્પર્ધા વગેરેની ચળવળમાં હાલના જેને, પાનીયારાના મુન્સીની તથા કૂપના દેડકાની પેઠે તથા કુંભકર્ણની પેઠે સાંકડી દૃષ્ટિવાળા થઈ ઉંઘશે તે જેને કામની સંખ્યા ઘટશે અગર વૈદિક પિરાણિક હિંદુઓ, તેઓને પોતાના વિચારોથી પોતાનામાં ગળી જશે એ આપત્કાલીન મેટો ભય આવીને ઉભે રહ્યો છે. તેથી હવે વેતાંબર દિગંબર ગૃહસ્થ ત્યાગી જેને એ મૂર્તિ પૂજા વગેરે બાબતેની ચર્ચા મૂકીને પ્રથમ તે પર લક્ષ્ય આપવું જોઈએ. સ્થાનકવાસી સાધુઓએ હવે મૂર્તિ ખંડન વગેરે તકરારી બાબતમાં નહીં પડતાં આર્ય સમાજીઓની પેઠે તેઓએ જેન ગુરૂકુલે, જૈન કોલેજે, વગેરે ધાર્મિક કેળવણી અને અન્ય લોકોને જૈનધર્મને ઉપદેશ આપવા તરફ પિતાનું દૃષ્ટિબિંદુ વાળી પ્રવર્તવું જોઈએ. - સનાતનમૂર્તિપૂજક જૈનબંધુઓએ હવે નકામી બાબતનુ ખર્ચ કરીને તથા એકજ ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ પડતું ફાજલ ખર્ચ ઘટાડીને હાલ તે સાતક્ષેત્ર પૈકી મોટાં ચાર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64