Book Title: Jainsutrama Murtipooja
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩ ) સાકાર પદાર્થ ઉપર જે ત્રાટક કરવામાં આવે છે તે પણ સાકાર મૂર્તિ પૂજાનો માન્યતા જ ગણાય છે. જે પરમેશ્વરને એકાંત નિશકાર માને છે અને તેનું રૂપ માનતા નથી, તેએ પણ પરમેશ્ર્વરને પ્રાપ્ત કરવા માટે ગુરૂની અગર કોઈ ખીજી વસ્તુની મૂર્તિ માને છે. અને તેને સાધનરૂપ ગણીને સાધનદ્વારા સાકારમાંથી નિરાકારમાં જવા પુરૂષાર્થ કરે છે અને તેમને આકાર વિગેરે શબ્દોને પણ પ્રભુની મૂર્તિ જેવા પૂજય મૂર્તિરૂપ માનવા પડે છે, તેના જાપ જપવા પડે છે, અને પરમેશ્વરની આકાર શબ્દ રૂપ પ્રતિમામાં પ્રેમ રેડવા પડે છે. સાકારમાં અગર નિરાકારમાં પ્રેમના સ્વભાવ છે કે તે ઢળી જાય છે. જ્યાં પ્રેમ પ્રગટ થાય છે ત્યાં તે પ્રેમીપ પ્રભુને તે પ્રગટ કરે છે અને તે રૂપે તે જીવે છે. જે માન્યતાઓમાં જે વિચારામાં પ્રેમ પ્રગટ થાય છે તેમાં પણ સ્થળ પ્રતિમાનું રૂપ ધારણ કરે છે અને તે દ્વારા જગમાં જ્યાં ત્યાં અસ ખ્યરૂપે મૂર્તિ ધૃજા થયા કરે છે અને થશે અને ભૂતકાળમાં પણ અસંખ્ય રૂપે થઇ ગઇ. અનાદિકાળથી પ્રેમ છે, અને તેથી અનાદિકાળથી પ્રતિમા પૂજા છે. જ્યારથી મનુષ્ય પ્રતિકૃતિ કરતાં શીખ્યા ત્યારથી મનુષ્ય પ્રતિમા પૂજક બન્યા. શ્રદ્ધા અને પ્રેમથી જ્યાં ત્યાં મૂર્તિપૂજન થયા કરે છે. જગમાં જ્યાંસુધી શ્રદ્ધા અને પ્રેમ છે ત્યાં સુધી જગતમાં મૂર્તિપૂજાની માન્યતા હયાતિ ભાગવવાની છે. અને જ્યાં ત્યાં મૂર્તિપૂજા થયા કરવાનીજ, એમાં કાંઇ આશ્ચય નથી. જૈનશાસ્ત્રોમાં મૂર્તિપૂજા પ્રતિમા અને ચૈત્યના અનેક પાઠો મળી આવે છે. જેનેામાં શ્વેતાંબર અને દિગબર એ બે સ ંપ્રદાય છે. ચાવી સમા તીર્થંકર ભગવાન મહાવીર દેવ પછી છસે વર્ષે બન્નેના સંપ્રદાયાએ ભિન્નભિન્ન સ્વરૂપ ધારણ કર્યું. બન્નેનાં પુસ્તકેા પ્રાચીન છે, અને ખન્ને કામા પ્રભુ મહાવીર સ્વામીના વખતથી મૂર્તિની પૂજા માન્ય રાખે છે. શ્વેતાંખર અને દિગખર બન્ને કામના શાસ્ત્રોમાં ભગવાન શ્રી ઋષભદેવના પુત્ર ભરતચક્રવર્તિ એ અષ્ટાપદ પર્વ ત ઉપર ચાવીસ ભગવાનનુ દહેરાસર મનાવ્યું એમ જણાવવામાં આવ્યુ છે. જૈન શ્વેતાંબર શાસ્રીમાં મૂળ આગમામાં પ્રતિમા પૂજ અને ચૈત્યાના અનેક પાઠ આવે છે, ભગવતીસૂત્રમાં વિદ્યા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64