________________
૧૩ આ જ માન્યતાથી પ્રેરાઈ આ જનતીને ઇતિહાસ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.
આ પુસ્તકમાંના ઘણાં તીર્થોની યાત્રા તે અમારી ત્રિપુટીએ કરી છે. એટલે પ્રત્યક્ષ દષ્ટારૂપે તીર્થોનાં વર્ણને જેન સામાયિકમાં અવારનવાર આપ્યાં છે. ખાસ ભાવનગરથી પ્રકાશિત થતા જેન આમાનંદ પ્રકાશમાં અમારી પૂર્વ દેશની યાત્રા, અમારી મારવાડ યાત્રા વગેરે પ્રસિદ્ધ થયેલા હતા. એ લેખ જોઈને જ ભાઈ કેસરીચંદ ઝવેરીએ જૈન તીર્થોને ઇતિહાસ પુસ્તકરૂપે પ્રગટ કરવા માંગણી કરી. અને તેમની જ પ્રેરણાથી આ પુસ્તક તિયાર થયું છે. ત્યારપછી જૈન, જૈન જાતિ, જૈન ધર્મ સત્ય પ્રકાશ વગેરેમાં પણ તીર્થયાત્રાના લેખો અવારનવાર અમારી ત્રિપુટીદાર લખાતા હતા એને પણ આમાં સંગ્રહ કર્યો છે આ સિવાય બીજા પણ અનેક ઉપલબ્ધ સાહિત્યને શકય તેટલે ઉપયોગ કર્યો છે તે વાંચક ગ્રંથોનાં નામથી જોઈ શકશે-આ પુસ્તક લખાયા પછી કેટલાયે મહાવના પ્રાચીન શિલાલેખે અને ઇતિહાસ પ્રકાશિત થયાં છે. જેમકે ઘોઘા થિત શ્રી નવખંડા પાર્શ્વનાથજીના ૧૪૩૧ અને ૧૩૮૧ ના શિલાલેખી પ્રમાણે મલે છે. સિરોહી રાજ્યમાં ઘણું પ્રાચીન મંદિરો છે. તેમાં દીયાણું, લટાણા, નાંદીયા વગેરેમાંથી બારમી સદીના લેખે અમે જેનધર્મ સત્યપ્રકાશમાં પ્રકાશિત કર્યો છે. આવી જ રીતે હારીજ, કાઈ, ચાણસ્મા વગેરેના લેખે પણ ઉપલબ્ધ થયા છે. અમદાવાદના મંદિરે, તેના સઘ વગેરેના રાસા ઢાળે મળ્યાં છે. કેસરીયાજી, જીરાવાલાજી, અંતરીક્ષ વગેરેના રાસ રતવને પ્રાચીન મલ્યા છે જે એ તીર્થોની એતિહાસિક પ્રાચીનતા સિદ્ધ કરે છે. આ બધા પ્રાચીન ઉલ્લેખો દ્વિતીયાવૃત્તિમાં ઉમેરાશે.
આ પુસ્તકના પ્રકાશનમાં આખાયે યશ પૂ. પા. ગુરુમહારાજ શ્રી દર્શનવિજયજી મ. સા. તથા પૂ. પા. વડીલ શ્રી જ્ઞાનવિજયજી મહારાજશ્રીને જ ઘટે છે. અમારી ત્રિપુટીએ સદાયે સાથે રહી જે કાંઈ જોયું, નિહાળ્યું, અનુભવ કર્યો તે બધાને યશ એ પૂજયેને જ ધટે છે. અને સદ્બત ગુરુદેવની પરમકૃપાને આશીર્વાદના પ્રતાપે જ અમારી યાત્રાએ સફલ થઈ છે,
ત્યાર પછી આત્માનંદ પ્રકાશ, જૈન ધર્મ સત્યપ્રકાશ, ન, જનજાતિ વગેરે સામયિકોએ લેખ પ્રકાશિત કરી અમારા ઉત્સાહમાં વૃદ્ધિ કરી છે તે કેમ ભૂલાય?
આર્થિક રહાયક અને પુસ્તક માટે પ્રેરણા કરનાર ભાઈ કેસરીચંદ ઝવેરી તથા અમદાવાદનિવાસી મહાનુભાવ ડાહ્યાભાઈ રતનચંદ વગેરે વગેરે મહાનુભાવોની તેમની શ્રતભકિત અને તીર્થસેવાને પણ ન જ ભૂલી શકાય.
છેલ્લે આ પુસ્તક છપાવીને તૈયાર કરનાર શેઠ દેવચંદભાઈ દામજીભાઈ, તેમના બને સુપુત્રો ગુલાબચંદભાઈ અને હરિલાલભાઈ તથા પ્રફ સંશોધન કરનાર બાલુભાઈ રૂગનાથ શાહ આ બધાની ધીરજ, ખંત અને અમાપ ઉત્સાહે આ પુસ્તક સુંદર રીતે બહાર પડે છે તે બધાને પ્રેમથી સંભારું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com