Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 6
________________ શ્રી જૈનશાસન (અઠવાડીક) આ. શ્રી વિજ્યમિત્રાનંદ.... આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પ્રસંગે નવસારી મુકામે પૂ.આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના અને પૂ.આ.ભ. શ્રી વિજયભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજના શુભાશીર્વાદ પ્રાપ્ત થયા હતાં તેમ તેમાં જણાવ્યું છે. પૂ.આ. શ્રી વિજયમિત્રાનંદ સૂરીશ્વરજી મ.ને ગચ્છાધિપતિ પૂ. આ.શ્રી વિજય મહોદય સૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ પછી ગચ્છ વડિલ તરીકે સ્વીકાર્યા હતાં. તો તેઓશ્રીનો આ અભિપ્રાય માને તો પણ ગુરુમૂર્તિ પ્રતિષ્ઠાદિની રકમનો વિવાદ શાંત થઇ જાય. પૂ.આ.ભ. શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં આમ થયું વિ. કહીને અને પૂ. મહોદય સૂરીશ્વરજી મહારાજનું મગજ કામ કરતું નથી તેમ કહીને તેઓશ્રીની વાત ઉડાડી દેવામાં આવે છે. હવે પૂ. મિત્રાનંદ સૂરીશ્વરજી મની વાત આ પુસ્તકમાં સ્પષ્ટ છે તેને સ્વીકારીને સમુદાયને સત્યમાં સ્થિર થવા માટે સમુદાયના વડીલોએ સ્પષ્ટ માર્ગદર્શન આપવું જોઇએ. જો કે પૂ. હેમભૂષણ સૂ.મ.એ લખેલ પૂ.આ. શ્રી વિષય મહોદય સૂરીશ્વરજી મ. તરફથી પત્ર લખેલ છે તે વાવ વર્ષ પહેલાંનો છે તે વખતે પૂ. મહોદયસૂરીશ્વરજી મ.નું ગજ કામ કરતું હતું કે નહિં? તે તેઓ જાણે પણ આ પત્ર લખનાર પૂ. હેમભૂષણ સૂ.મ.નું મગજ તો કામ કરતું જ હતું. આજે આ સ્પષ્ટ પત્રોને પાછા ખેંચી લેવા કે પુરાવા દબાવી દેવા પ્રયત્ન કરે કે પીળી પત્રિકાનો વિરોધ કરનારને ધમકી આપે તો એ શકય નહિં હોય કેમ કે તેઓ ગચ્છાધિપતિ બન્યા ત્યારે પ્રવચનમાં કહ્યું હતું કે હું ભીમકાંત થઇને સમુદાયનું સંચાલન કરીશ. મહાન શિરછત્ર પૂ.પાદ આ.ભ. શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા હતા ત્યારે તેઓ * વર્ષ: ૧૬૮ અંક : ૫ * તા. ૯-૧૨- ૨૦૦૩ પૂ.આ. શ્રી વિજય ભુવન ભાનુ સૂરીશ્વરજી મ સાથે કાંત થઇને વર્તતા હતા તો પણ પૂ. ભુવનભાનુ સ્ મ. આદિ પૂજયપાદશ્રીજીની છત્રછાયામાં રહ્યા ન હતાં. જયારે સત્યનું પ્રતિપાદન કરનાર કે પીળી પત્રિકાનો વિ ડોધ કરનાર સામે ભીમ બનશે? ભીમકાંત ગુણનો વ્યત્ય થશે અને સત્યના પક્ષકાર સામે ભીમ થવાથી શું પરિણ મ આવે તે જોવાનું રહ્યું. પૂ. મહોદય સૂ.મ.નું મગજ કામ કરતું હોતું માટે આવું લખી દીધું છે તેમ કહેનાર હવે પૂ. મિત્ર નંદ સૂ.મ. માટે નવો નુસ્કો શોધી કાઢે છે કે બહાના બંધ કરીને દેવદ્રવ્યના નુકસાનને બચાવી લે છે તે જોવાનું રહ્યું. જિન મંદિર જીર્ણોદ્ધારમાં અને તેમાંય ધરતીકંપથી દેવદ્રવ્યની કેટલી જરૂર છે તે જગપ્રસિદ્ધ છે. ગુરુ મંદિર માં ઉદ્ધારમાં કયા જરૂર છે? દેવદ્રવ્યની રકમનો આ રીતે ખોટે માર્ગે વાપરીને શ્રીસંઘ તથા આત્માને શું લાભ થશે. પૂ. મહોદય સૂ.મ.ના નામે પૂ. હેમભૂષા ! સૂ.મ.એ લખેલ પત્રમાં છેડછાડ થઇ હોય તેવું બહાનુ ઢાય છે તે પત્ર તો તેમના હાથમાં છે પરંતુ પૂ. મિત્રાનંદ સ્ મ.ના આ અભિપ્રાયના ઝેરોક્ષમાં કંઇ છેડ થઇ છે તેવું તાગે તો તે પુસ્તકના સંપાદક પૂ. પં. શ્રી ભવ્યદર્શન વિજયજી મ. વિદ્યમાન છે તથા તે પુસ્તકની ત્રીજી આવૃ ત્ત વિ.સં. ૨૦૫૩માં પ્રગટ થઇ છે અને ૬૫૦ હજાર કુલ નકલ પ્રગટ થઇ છે તેની પ્રાપ્તિ નચેના સ્થળેથી થઇ શકશે શંકા હોય તેમણે મંગાવીને ખાત્રી કરી લેવી. પૂ.પં.શ્રી પદ્મવિજયજી ગણિવર જૈન ગ્રંથ માળા ટ્રસ્ટ C/o. અશોકકુમાર હિંમતલાલ શાહ, એચ. ૐ ... મારકેટ, ત્રીજે માળે, કપાસીયા બજાર, અમદાવાદ- ૩૮૦૦૦૨ (ગુજરાત) મૂલ્ય રૂા. ૨૦-૦૦. ઝઝૂમવું એ જ જીવન દીર્ધકાળથી જે કુસંકારોએ આત્માના અસંખ્ય પ્રદેશો ઉપર ડેરાતંબુ નાંખ્યા છે તેમને ઉખેડીને ફેંકી દેવાનું કામ અતિ કપરું છે. વળી જેમ જેમ તે દોષો ઉપર આંખ મીંચીને હુમલા કરાય તેમ તે દોષો બમણા જોરથી વળતો હુમલો કરીને જીવને વધુ પાપોમાં પટકી ખતા હોય છે. આવી સ્થિતિમાં દોષો ઉપર જીત મેળવવાનું કામ ઘણું મુશ્કેલ છે. અરે ! હાર થવાની જ શકયતા છે. પણ હાર થાઓ કે જીત થાઓ. આવા રાક્ષશી દોષોની સામે ઝઝૂમવું ઃ બાથ ભીડવી : એ જ બહુ · ·ટી વાત છે. ભલે હાર થા, પણ ઝઝૂમવું એ જ મોટી બહાદૂરી છે. આપણે સતત ઝઝૂમતા રહેવું જોઇએ. આજે નહિ તો કાલે જીત થવાની જ છે. S ૧૦૮

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 382