Book Title: Jain_Satyaprakash 1956 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક: ૧૦ ] પાંચ જનમની પ્રીત : [ ૧લ ગેલ કરે છે, તે કદીક ચારે પગે ઊછળી ઊછળીને લંગે ભરતા ભરતા ગિરિકંદરાઓમાં ઘૂમી વળે છે. થાકે ત્યારે એકબીજાની ડોકની દૂફમાં એ આરામ કરે છે. સંગીતના એ ભારે રસિયા છે. અને છેવટે સંગીતના ચરણે જ પિતાનું જીવન સમપી દે છે. વાત આગળ ચાલે છે. રળિયામણું મૃતગંગા ખળખળ નાદે વહી રહી છે. અમૃત સરખાં એનાં નીર છે અને સદાય શીતળ અને સહામણા એના તીર છે. એ તીરે બે હંસલા ર્યા કરે છે અને હેત પ્રીતમાં મસ્ત રહે છે. જે સુંદર એ પ્રદેશ છે એવા મનહર એમના દેહ છે. વખત પૂરો થાય છે અને બને ત્યાંથી વિદાય થાય છે. વળી પાછું ચિત્ર બદલાય છે. કાશી નામને દેશ છે. એક ચાંડાલને ત્યાં બેય ભાઈ અવતાર લે છે. એકનું નામ ચિત્ર અને બીજાનું નામ સંભૂતિ. સંગીતવિદ્યામાં એ ભારે પાવરધો છે. એમની કથા છે. ભારે લાંબી અને રંગરંગીલી છે. અનેક સારામાઠા અનુભવો મેળવીને તેઓ પિતાને જીવનપંથ સંકેલી લે છે. પહેલો જન્મ દાસને, બીજે મૃગમૃગીને, ત્રીજે હંસ-હંસીને, ચોથે ચાંડાલ-પુત્રનો, હવે પાંચમો જનમ ધરે છે. દેવલોક છે. બેય ભાઈ દેવલોકનાં સુખ ભોગવી રહ્યા છે. વૈભવ-વિલાસનાં સાધનને ત્યાં કોઈ પાર નથી. જાણે સદા સુખની બંસરી ત્યાં બેજી રહી છે. જરા અને મરણ ત્યાં વીસરી જવાય છે. દુઃખ કે ગ્લાનિનું તે જાણે ત્યાં નામ નથી. સદા આનંદ, આનંદ ને આનંદ જ ત્યાં પ્રવર્યા કરે છે. પણ કાળદેવતા તે એનેય છેડતા નથી. એના કાળ-ઝપાટા તે સ્વર્ગલોકમાંય ફરી વળે છે અને બન્ને દે ત્યાંથી અદશ્ય થાય છે. ચક્રવર્તીની વિચારમાળા ત્યાં થંભી જાય છે. આગળને મણકે એમને સાંપડતો નથી. પાંચ પાંચ જનમને સાથી બાંધવ જાણે અલોપ થઈ જાય છે. એની શોધ એને લાધતી નથી. એનું અંતર ભાઈ માટે તલસી ઊઠે છે. એનું હૈયું પિકાર કરે છે; પાંચ જનમનો સાથી ભારે ભાઈ ક્યાં? પાંચ જનમની અમારી અખંડ પ્રીત કેમ કરી નંદવાણું ? અને બાંધવના વિરહની પીડામાં ચક્રવર્તીપણાનાં સુખો જાણે ખારાં ધૂ થઈ ગયાં ! કાશી નગરીમાં આજે ઠેર ઠેર એક વાત ચર્ચાતી હતી. કાશીરાજનાં ન્યાયાસને, આજે રાજમંત્રી જેવા રાજમંત્રી નમુચિને મોતની સજા ફરમાવી હતી. નમુચિ બુદ્ધિના ભંડાર અને સંગીત–વિદ્યાના પારગામી હતા. રાજકાજમાં એમને નિર્ણય આખરી લેખાતે, અને એમના બેલને અવગણનારનું મસ્તક સલામત ન રહેતું. પણ દુરાચારના ગુના આગળ રાજમંત્રી પણ રાંક બની ગયા હતા અને પ્રજાએ જોયું કે આવા સમર્થ પુરુષને પણ પિતાના ગુનાની સજા શિર ઝુકાવીને સાંભળવી પડી હતી. નમુચિને ફાંસીને માંચડે ચડાવી દેવાની રાજના ચાંડાલને આજ્ઞા મળી ચૂકી હતી. અને હવે તે રાજમંત્રીના મોતની ઘડીએ જ ગણાતી હતી. ફોસીને માંચડે તૈયાર થયો છે. ચાંડાલ પણ રાજઆજ્ઞાનું પાલન માટે તૈયાર ખડે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28