Book Title: Jain_Satyaprakash 1956 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અષ્ટાપદ તીર્થ-ઈતિહાસ લેખક પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનવિજ્યજી (ત્રિપુટી ) સરધના
[ ગતાંકથી ચાલુ ] શ્રીગૌતમસ્વામી તથા શ્રીવાસ્વામી
કલ્પમાં વર્ણન છે કે–ભગવાનશ્રી મહાવીરસ્વામીએ ઉપદેશ આપ્યો કે જે મનુષ્ય પોતાની શક્તિથી આ તીર્થની યાત્રા કરે તે તેજ ભ અચળ સ્થાનને પામે. આથી શ્રીગૌતમસ્વામીએ અષ્ટાપદતીર્થ આવી પૂર્વાદિ ૪ દિશાઓમાં વિરાજમાન ચાર, આઠ, દશ અને બે એમ ૨૪ તીર્થ કરને વંદન કર્યું, પુંડરીક દેવને પુંડરીક અધ્યયનનો ઉપદેશ આપી બીજા ભવમાં દશપૂર્વધર જ્ઞાની બનાવ્યો અને ૧૫૦૦ તાપસને જિનદીક્ષા આપી (લે. ૧૯ થી ૨૨).
ભગવાન શ્રી મહાવીરસ્વામી ૨૪મા તીર્થંકર છે અને ઈદ્રભૂતિ ગૌતમ તેઓના મુખ્ય શિષ્ય તેમજ પહેલા ગણધર છે. તેઓનું ચરિત્ર આવસ્મયણિજજુરી, કપાસ, દિવ મહાપુરાણ, વિસાવસ્મયભાસ, મહાવીરચરિયું, ત્રિષણી શ. પુ. ચરિત્ર પર્વ ૧૦, પરિશિષ્ટ પર્વ, ગોતમીયા મહાકાવ્ય અને જૈન પરંપરાને ઇતિહાસ પ્ર. ૧માં વર્ણિત છે.
ગણધર શ્રીઈદ્રભૂતિ ગૌતમનું લાડિલું નામ શ્રીગૌતમસ્વામી છે. તેઓ છઠને પારણે છઠ કરતા હતા, ઘેર તપસ્વી હતા, ચાર જ્ઞાનવાલા હતા, તેમના હાથે દીક્ષા લીધેલા કેવલી બની મેક્ષે જતા હતા. આથી તેમને વિચાર આવ્યો કે–આ સો કેવલજ્ઞાની બને છે, પરંતુ મને કેવલજ્ઞાન કેમ થતું નથી? શું મારે મેક્ષ નહીં થાય? ભગવાને તેમને સ્વયં ખાતરી થાય એટલા ખાતર બતાવ્યું કે–“જે મનુષ્ય પારકાની મદદ વિના કેવળ પિતાની ગુણશક્તિથી જ અષ્ટાપદની યાત્રા કરે છે તે જ ભવે મેક્ષ પામે.” ગૌતમસ્વામીએ આ સાંભળી વિહાર કરી અષ્ટપદતીર્થ જઈ પિતાની તપિલબ્ધિના પ્રભાવે સૂર્યનાં કિરણોનાં આલંબનથી ગિરિ ઉપર ચડી જિનપ્રતિમા એને વંદન કર્યું, ત્યાં પુડરીકદેવને પુંડરીક પાકને ઉપદેશ આપે. જેના પ્રતાપે પુંડરીકદેવ ત્યાંથી આવી ભારતમાં છેલ્લા દશપૂર્વધર આ. શ્રીવાસ્વામી થયો છે. શ્રીગૌતમસ્વામીએ અષ્ટાપદથી નીચે ઊતરી અષ્ટાપદની યાત્રા માટે પ્રયત્ન કરતા ૧૫૦૦ તાપસને દીક્ષા આપી પોતાની સાથે લીધા, એ તપસ્વીઓને પણ દીક્ષા લીધા પછી ભગવાન શ્રી મહાવીરસ્વામી પાસે પહોંચતા સુધીમાં કેવલજ્ઞાન થયું. ૧૪ १४ इतो य सामिणा पुचं वागरियं, अणागए गोयमसामिम्मि, जहा-"जो अट्टापदं विलगाइ, चेश्याणि य वंदइ, धरणिगोयरो सो तेणेव भवम्गहणणं सिज्झइ"। तं च देवा अन्नमन्नस्स कहिति जहा-किर धरणिगोयरो अट्ठावयं जो विलग्गइ, सो तेणेव भवग्गणेणं सिज्झइ ॥
ततो गोयमसामी चितइ, जहा अठ्ठावयं वश्वज्या ।
ततो सामी तस्स हिययाकूतं जाणिऊण तावसाय संबुज्झिहिति ति। भगवया भणितं-बच्च गोयमा ? अठ्ठावयं चेइयं वंदेउं ॥
–(આવાસયણિજુત્તિ-હારિભકિયાવૃત્તિ. ૫૦ ર૮૭)
For Private And Personal Use Only