Book Title: Jain_Satyaprakash 1956 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાચક યશોવિજ્યની ચોવીશીઓ લેખક : પ્રો. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.
ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય યશવિજયગણિએ સંસ્કૃત, પાઈય (પ્રાકૃત), ગુજરાતી અને હિન્દી એમ ચાર ભાષામાં કૃતિઓ રચી છે. એમણે ઐન્દ્રસ્તુતિમાં કૌશલિક શ્રી. ગષભદેવથી માંડીને તે આસોપકારી શ્રી મહાવીરસ્વામી સુધીનાચવીસ તીર્થકરાની સંસ્કૃતમાં સ્તવના કરી છે. આવું કાર્ય એમણે આ ચોવીસ તીર્થકોને અંગે ગુજરાતીમાં કર્યું છે– એકેક તીર્થકરના ગુણગાનરૂપે એકેક સ્તવન રચ્યું છે. આમ જે ચોવીસ રતવનની એમણે રચના કરી છે તેને “વીસી' કહે છે. એમણે એકંદર ત્રણ ચોવીસીઓ રચી છે. એનો સંક્ષિપ્ત પરિચય હું આ લેખદ્વારા આપું છું.
ગુર્જર-સાહિત્ય-સંગ્રહના પ્રથમ વિભાગમાં ઉપર્યુક્ત ત્રણે વીસીઓને સ્થાન અપાયું છે. અને તે પણ સૌથી પ્રારંભમાં. પહેલી વીસીની શરૂઆત “જગજીવને જગવાલો”રૂપ આદિપદથી અલંકૃત શ્રી. આદીશ્વરના-ઋષભદેવના સ્તવનથી કરાઈ છે, અને એ ચોવીસીને અંત “ગિરૂઆરે ગુણ તુમ તણાથી શરૂ થતા અને મારી (વર્ગસ્થ) માતાના મુખથી મેં નાનપણમાં અનેક વાર સાંભળેલા મહાવીર–સ્તવનથી કરાઈ છે.
પરિમાણુ આ ચોવીસ સ્તવને પૈકી ઘણાંખરાં પાંચ પાંચ કડીનાં છે. વિશેષ સાઈથી કહેવું હોય તે શ્રી. અભિનંદનનાથ, શ્રી, વિમલનાથ અને શ્રી. નેમિનાથનાં સ્તવને છ છ કડીના છે, શ્રી. પાર્શ્વનાથનું સ્તવન ત્રણ કડીનું છે, અને બાકીના વીસ તીર્થંકરનાં સ્તવનો પાંચ પાંચ કડીનાં છે. આમ આ આદ્ય ચોવીસીમાં એકંદર ૧૨૧ કડી છે.
દેશી અને રાગ-વીસ સ્તવમાંથી પહેલાં બાવીસને અંગે “દેશી અને ઉલ્લેખ છે. શ્રી. પાર્શ્વનાથનું સ્તવન “મહાર” રાગમાં છે. અને શ્રી મહાવીરસ્વામીનું સ્તવન “ધનાશ્રી” રાગમાં છે. . વિશેષતા–ચોવીસે સ્તવનોનો સામાન્ય વિષય તે તે જિનેશ્વરના ગુણોત્કીર્તનને છે. - તેમ છતાં કોઈકમાં શબ્દની તે કઈમાં અર્થની–કાવ્યતત્વની વિશેષતા રહેલી છે. દા. ત. શ્રી. સુપાર્શ્વનાથના સ્તવનમાં એ જિનેશ્વરનું ઠકુરાઈ (ઐશ્વર્ય) વર્ણવતાં ૩૪ અતિશય, વાણીના ૩૫ ગુણ અને ૮ પ્રાતિહાર્યોને નિર્દેશ કરાયો છે. શ્રી. ધર્મનાથના સ્તવનમાં “થાણું” અને “” એમ બે મારવાડી પ્રયોગો છે. શ્રી, કુન્થનાથના સ્તવનમાં એ તીર્થકર રત્નદીપક તરીકે ઉલ્લેખ છે. એનું વર્ણન ભક્તામર સ્તોત્રના નિમ્નલિખિત સોળમા પદ્યનું સ્મરણ કરાવે છે –
For Private And Personal Use Only