Book Title: Jain_Satyaprakash 1956 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨] શ્રી. જેન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૧ " निघूमवर्तिरपवर्जिततैलपूरः
___ कृत्स्नं च गस्त्रयमिदं प्रकटीकरोषि । गम्यो न जातु मरुतां चलिताचलानां
दीपोऽपरस्त्वमसि नाथ ! जग प्रकाशः ॥१६॥ શ્રી. નમિનાથના સ્તવનમાં એમની સેવા કરવાથી આઠ મહાસિદ્ધિ અને નવ નિધિની પ્રાપ્તિ થાય એમ કહ્યું છે. વળી હાથી, ડા, પુત્ર, પુત્રી અને બાંધવની પ્રાપ્તિ, ઈષ્ટને સંયોગ અને અનિષ્ટ જોને અભાવ ઈત્યાદિ સાંસારિક લાભો ગણવાયા છે.
શ્રી. પાર્શ્વનાથનું સ્તવન ઉત્કૃષ્ટતાનાં ઉદાહરણ પૂરાં પાડે છે. જેમકે દેશમાં ઈન્દ્ર, પર્વતોમાં મેરુ, પશુમાં સિંહ, વૃક્ષમાં ચન્દન, સુભટોમાં મુરરિ (કૃષ્ણ), નદીમાં ગંગા, રૂપમાં કામદેવ, પુષ્પમાં અરવિન્દ, ભૂપતિઓમાં ભરત, હાથીઓમાં ઐરાવત, પક્ષીમાં ગરુડ, તેજસ્વીમાં સૂર્ય, વખાણ (વ્યાખ્યાન)માં જિનકથા, મંત્રમાં નવકાર, રત્નમાં સુરમણિ, સાગરમાં સ્વયંભૂરમણ સમુદ્ર, ધ્યાનમાં શુકલ ધ્યાન.
સતુલન–સૂયગડ (અ, ૬)નાં ૧૮માથી ૨૪મા સુધીનાં પર્વમાં શ્રેષ્ઠતાનાં ઉદાહરણો અપાયાં છે. તેની સાથે ઉપયુકત ઉદાહરણે સરખાવી શકાય. વળી ઋષભદાસે રચેલી અને નીચે મુજબની પંકિતથી શરૂ થતી શત્રુંજયગિરિસ્તુતિ પણ વિચારી શકાય –
શ્રી શત્રુંજય તીરથસાર, ગિરિવરમાં જેમ મેરુ ઉદાર.” ' રચના-સમય–આ તેમજ બીજી બે ચોવીસી પણ ક્યારે રચાઈ તેને એમાં ઉલ્લેખ નથી. ઉપાધ્યાયાની કોઈ અન્ય કૃતિમાં આ ત્રણ વીસીમાંથી એકેને નિર્દેશ હેય એમ જાણવામાં નથી. આવી પરિસ્થિતિમાં પ્રત્યેક વીસીનાં સ્તવને રોજ એકેક રચાય કે કેમ એનો ઉત્તર કેવી રીતે અપાય?
પવિપર્ય—ચોવીસીઓનું પૌર્વાપર્ય નક્કી કરવા માટે કોઈ સાધન જણાતું નથી.
નામનિદેશ-કર્તાએ પ્રાયઃ પ્રત્યેક સ્તવનના અંતમાં “ જશ” શબ્દ વડે પિતાનું નામ જણાવ્યું છે. એમનું સાંસારિક નામ “જશવંત’ હતું તેનું આ સંક્ષિપ્ત રૂપ છે. બીજી રીતે વિચારીએ તે “યશોવિજય ”માંના “યશસ ને ગુજરાતી પર્યાય જશ” છે. - કર્તાએ પિતાના ગુરુનું નામ નિયવિજય ઘણીખરી વાર આપ્યું છે અને એ રીતે એમનું સ્મરણ કર્યું છે. વિશેષમાં ઘણાખરાં સ્તવમાં કર્તાએ પિતાને “વાચક' તરીકે ઉલ્લેખ કર્યો છે. તે વાચક” બન્યા પછીની આ કૃતિઓ ગણાય.
વિલક્ષણતા–બીજી ચોવીસીમાં પણ ૨૪ સ્તવને છે. એમાં ૨૨મું સ્તવન “હિન્દી' ભાષામાં છે. એ આ ગ્રેવીસીની વિલક્ષણતા ગણાય. - પરિમાણ ઘણાંખરાં સ્તવને ત્રણ ત્રણ કડીનાં છે. શ્રી. કુન્થનાથનું સ્તવન ચાર કડીનું,
૧, આ ચતુતિ (થોય) કેટલાંક પુસ્તકમાં છપાવાઈ છે. દા. ત. આત્મકલ્યાણ-માળા (પૃ.૧૪૪ -૧૪૫, દ્વિતીય આવૃત્તિ)માં.
For Private And Personal Use Only